પાવાગઢ – આપણા ગુજરાતમાં જ આવેલ છે આ શક્તિપીઠ, જ્યાં દર્શન માત્રથી થાય છે દરેક સમસ્યા દુર…

0

આજે લગભગ જ એવો કોઈ ગુજરાતી હશે જેણે આ પવિત્ર શક્તિપીઠની મુલાકાત ના લીધી હોય. જયારે પણ આપણને એક કે બે દિવસની રજાઓ મળે છે અને આપણે કોઈ નજીકના સ્થળની મુલાકાત લેવાનું નક્કી કરીએ ત્યારે આપણા લીસ્ટમાં સૌથી પહેલા નામ આવે છે પાવાગઢનું. લગભગ દરેક લોકો આવું વિચારતા હોય જ છે. જે મિત્રોને કુદરતી વાતાવરણ અને પર્વતો ગમે છે અને ચઢવું પસંદ છે તેઓ માટે તો આ એક બહુ સારી જગ્યા છે જ પણ જે પણ મિત્રો માતા મહાકાળીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે તેમની માટે પાવાગઢ એ બહુ મહત્વની જગ્યા છે. આજે અમે તમને જણાવીશું આ જગ્યા વિશેની મહત્વની વાતો જે તમને ત્યાં દર્શન કરવા જતા મદદ કરશે.

હાલોલ તાલુકા પાસે આવેલ સુંદર દ્રશ્યો અને કુદરતી વાતાવરણથી ભરપુર એ પર્વત એટલે પાવાગઢ. પાવાગઢ એ આપણા ગુજરાતનું એક બહુ જ પ્રખ્યાત શક્તિપીઠ છે આ એક ધાર્મિક યાત્રા સ્થાન પણ છે. કુદરતના ખોળામાં આવેલ આ એક બહુ સુંદર જગ્યા છે. આ પર્વતની સૌથી સુંદર ચોટી પર માતા મહાકાળી વિરાજમાન છે. અહિયાં અનેક ભક્તો એ માતાના દર્શન કરવા અને પોતાની અનેક તકલીફો લઈને માતાના દ્વારે આવતા હોય છે. દરિયાની સપાટીથી આ સ્થાન એ ૨૭૩૦ ફૂટની ઉંચાઈ પર આવેલ છે. અનેક કુદરતી આફતો પછી પણ આ પાવાગઢનો પર્વત એ હલ્યો પણ નથી. અહિયાં આપણી સંસ્કૃતિના કેટલાક અવશેષો પણ જોવા મળે છે.

અહિયાં જો તમે તમારા ઘરના વડીલ સાથે કે પછી કોઈ ઉંમરલાયક વ્યક્તિને સાથે લઇ જાવ છો તો તેમને પગથીયા ચડવાની જરૂરત નથી તેમના માટે અને જે લોકો પગથીયા નથી ચડવા માંગતા તેમની માટે પણ અહિયાં રોપ-વેની સુવિધા આપવામાં આવી છે. આ રોપ-વે ની મદદથી પછી અંતિમ મંદિર સુધી પહોચવામાં તમારે ફક્ત ૬૦ થી ૭૦ પગથીયા જ ચઢવાના રહેશે. અહિયાં આવનાર દરેક ભાવિક ભક્તોને બહુ જ શાંતિ અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. અહિયાં આવેલ દરેક લોકોની મનોકામના માતા મહાકાળી પૂર્ણ કરે જ છે.

ગર્ભગૃહમાં રહેલ માતાજી પર તેમના ભક્તો દ્વારા અનેક ચાંદીના છત્તર, જીભ અને બીજા અનેક માતાના શણગાર કરેલ છે. માતાજી બહુ સુંદર સ્વરૂપે અહિયાં આવનાર દરેક ભક્તોને દર્શન આપે છે. અહિયાં આવેલ એક તળાવનું પાણી એ દૂધ જેવું દેખાતું હોય છે જેના કારણે આ તળાવનું નામ એ દુધિયા તળાવ તરીકે ઓળખાય છે અને સાથે જ બીજા એક તળાવનું પાણી છાસ જેવું હોવાથી એ તળાવનું નામ છાશીયું તળાવ રાખ્યું હતું. બીજા એક તળાવનું પાણી એ તેલ જેવું ચીકણું હતું એટલે આ તળાવનું નામ એ તેલીયા તળાવ તરીકે ઓળખાય છે. અત્યારે તમે જશો તો તમને ફક્ત આ તળાવના નામ જ મળશે. મહાકાળી માતાનું મંદિર એ પર્વતની ટોચ પર વિરાજમાન છે.

જયારે સતી માતાના પિતા દક્ષ રાજાએ યજ્ઞ કરાવ્યો ત્યારે તેમાં મહાદેવને આમંત્રણ આપ્યું હતું નહિ અને મહાદેવનું અપમાન કર્યું હતું તેના કારણે સતી માતા ગુસ્સે થયા અને તેમણે યજ્ઞમાં પોતાનો દેહ સોંપી દીધો હતો. જયારે મહાદેવ એ માતા સતીના દેહને લઈને આખા વિશ્વમાં ફરતા હતા અને ગુસ્સે ભરાયેલ શિવજી એ સમગ્ર દુનિયામાં પ્રલય કરવા જઈ રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુ એ પોતાના સુદર્શન ચક્ર દ્વારા માતા સતીના શબના ટુકડા કરે છે અને એ ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં માતાના શક્તિપીઠની સ્થાપના થઇ હતી. આમાં પાવાગઢ પર માતા સતીના જમણા પગની આંગળીઓ પડી હતી. આના કારણે જ અહિયાં માતા મહાકાળીની પૂજા થાય છે, આ મંદિરમાં કાળી યંત્રની પૂજા કરવામાં આવે છે.

મહર્ષિ વિશ્વામિત્ર એ આ પાવન ભૂમિ પર ખુબ આકરું તપ કરીને બ્રહ્મર્ષિનું પદ સિદ્ધ કર્યું હતું. લોક વયિકા તો એ વી પણ છે કે તેમણે માતા મહાકાળીના યંત્રની સ્થાપના કરીને તેમના માટે મંત્રોચાર કરીને પૂજા કરી હતી અને પર્વતના સૌથી ઊંચા શિખર પર માતા મહાકાળીની સ્થાપના કરી હતી.

નવરાત્રી દરમિયાન અહિયાં ભક્તો લાખોની ભીડમાં માતા મહાકાળીના દર્શન માટે આવતા હોય છે. અહિયાં દરેકની સુરક્ષા માટે પુરતો બંદોબસ્ત કરવામાં આવે છે. અહિયાં તમને ઘણી બધી જગ્યાએ અનેક પ્રાચીન વસ્તુઓના દર્શન થશે મોટા મોટા દરવાજા, ટંકશાળા, અનેક ખંડેર, સુંદર પર્વતો વગેરે જેવા મનમોહક દ્રશ્યો પણ તમને જોવા મળશે. જો તમે હજી સુધી નથી લીધી આ જગ્યાની મુલાકાત તો વહેલામાં વહેલી તકે ત્યાં જવાનો પ્લાન બનાવો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here