પેટ્રોલ પંપ પર દરેક ગ્રાહકને ફ્રી માં મળે છે આ 5 ચીજો, મળે છે આ 4 અધિકારો, જાણો ક્યાં-ક્યાં….

0

દરેક દિવસ લાખો લોકો પેટ્રોલ પંપ પર આવતા હોય છે પણ ખુબ ઓછા લોકો ત્યાં મળનારા અધિકારો વિશે જાણતા હોય છે. જેમ કે પેટ્રોલ પંપ પર ઘણી એવી સુવિધાઓ લોકોને ફ્રી માં મળતી હોય છે. ત્યાં મળનારા તમામ અધિકારો અને સુવિધાઓ દરેક કોઈ માટે હોય છે અને તેમાંની કોઈપણ બાબત માટે પેટ્રોલ પંપના સંચાલકો તમને ના ન કહી શકે.અને જો કોઈ આવું કરે તો તમારી પાસે તેની ફરિયાદ કરવાનો પણ અધિકાર ઉપસ્થિત હોય છે. આજે અમે તમને જણાવીશું કે પેટ્રોલ પંપ પર ગ્રાહકોને કઈ-કઈ સુવિધાઓ ફ્રી માં પ્રાપ્ત થાય છે અને તે ન હોવા પર તમે ક્યાં ફરિયાદ કરી શકો છો..

1. ઈમરજેંસી ફોન કોલ:ઈમરજેંસીની સ્થિતીમાં તમને એક ફોન કોલ કરવાની સુવિધા પેટ્રોલ પંપ પર ઉપસ્થિત હોય છે. આ સુવિધા દરેક લોકો મારે ફ્રી હોય છે. પંપ સંચાલક તેના માટે કોઈ જ પ્રકારનો ચાર્જ ન લઇ શકે.

2. ગાડી માટે હવા:પેટ્રોલ કે ડીઝલ ભરનારી દરેક ગાડીમાં હવા ભરવાની વ્યવસ્થા કરવી પણ પંપની જવાબદારી હોય છે. તેના માટે તમારે કોઈજ ચાર્જ દેવાની જરૂર નથી રહેતી.

3. પીવાનું પાણી:ગ્રાહક માટે પીવાનું પાણી અને વોશરૂમની વ્યવસ્થા પણ પેટ્રોલ પંપ પર જ હોવી અનિવાર્ય હોય છે. આ સુવિધા માટે પણ કોઈ જ ચાર્જ દેવાની જરૂર રહેતી નથી.

4. ફર્સ્ટ એડ બોક્સ:જો યાત્રી કોઈ દુર્ઘટનામાં ઘાયલ થઇ જાય તો તે પેટ્રોલ પંપ પરથી ફર્સ્ટ એડ બોક્સની ડિમાન્ડ કરી શકે છે. મેડિકલની બેઝિક સુવિધાઓ પંપ પર ઉપસ્થિત હોવી જરૂરી છે.

5. શિકાયત(ફરિયાદ) બોક્સ:પેટ્રોલ પંપ પર શિકાયત બોક્સ હોવું પણ જરૂરી છે. જો ગ્રાહકોને પંપ પર કોઈ વાતની સમસ્યા આવે તો તેઓ પોતાની ફરિયાદ તેમાં નાખી શકે છે.

હવે અમે તમને જણાવીશું પેટ્રોલ પંપ પર મળનારા અધિકારો વિશે….

1. ક્વોલિટીની જાંચ:દરેક ગ્રાહકને પેટ્રોલ અને ડીઝલની ક્વોલિટી જાંચવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. જો તમને શક હોય કે પેટ્રોલ સારી ક્વોલિટી નું નથી તો તમે ફિલ્ટર પેપર ટેસ્ટ પણ કરી શકો છો કે પછી પેટ્રોલની માત્રા પણ ચેક કરી શકો છો.દરેક પેટ્રોલ પંપ પર માત્રા જાંચવા માટે 5 લીટરનું માપક હોવું જરૂરી છે, ગ્રાહક ઈચ્છે તો તેનો ઉપીયોગ કરી શકે છે.
2. કિંમતની જાણકારી:દરેક ગ્રાહકને પેટ્રોલ ભરાવતા પહેલા કિંમત જાણવાનો અધિકાર છે. માટે દરેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત મોટા અક્ષરોમાં લખેલી હોવી જોઈએ.

3. બિલનો અધિકાર:હર કોઈને પેટ્રોલ ખરીદ્યા પછી બિલ લેવાનો હક હોય છે. કોઈ ધોખાનો શિકાર થવા પર ગ્રાહક બિલ દ્વારા ફરિયાદ દર્જ કરાવી શકે છે.

4. અહીં કરો ફરિયાદ:જો પેટ્રોલ પંપ પર તમને તમારા અધિકાર નથી મળી રહયા કે કોઈ પણ સુવિધા માટે તમારી પાસેથી પૈસા માંગવામાં આવી રહયા છે તો તમે કેન્દ્રીય લોક શિકાયત અને નિગરાની પ્રણાલી ની પાસે જઈ શકો છો. તેની વેબસાઈટ પર જઈને તમે ફરિયાદ દર્જ કરાવી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!