પત્નીના પગ જોઈને જ એ વાતની ખબર પડી જશે કે તમારા ભાગ્યમાં પૈસા અને સુખ છે કે નહી ? વાંચો

0

ભગવાને મનુષ્યના શરીરમાં કેટલાય રહસ્યોને છૂપાવ્યા છે. મનુષ્યના બોડીની રચના તેની ઘણી વસ્તુઓને સમજાવે છે, જેના વિષે આપણે ખૂબ જ સરળતાથી અનુમાન કરી શકીએ છીએ. સમુદ્ર શાસ્ત્રમાં શરીરની રચનામાં બનાવટી હાવ ભાવ ચહેરાના આકારને આધારે ખ્યાલ આવી જાય છે, ઘણી બાબતો સમુદ્ર શાસ્ત્રમાં જાણીતી છે. એવું વર્ણન કરવામાં આવ્યું છે કે સ્ત્રીના પગ તેના પતિના આવનાર સમય માટે ઘણું બધું જણાવે છે.

સમુદ્ર શાસ્ત્રમાંથી મળતી માહિતી અનુસાર, એવું પણ કહેવામાં આવે છે કે, જે મહિલાના પગના તળિયામાં ચક્ર, ધજા અને સ્વસ્તિકના નિશાન બનેલા હોય એવી સાથે લગ્ન કરનાર પુરુષ તેના જીવનમાં સુખ ભોગવે છે. એ માણસ રાજાની જેમ પોતાનું જીવન જીવે છે અને તેની પત્ની પણ સમાજમાં માન સન્માન પામે છે. આજે, આ લેખમાંથી અમે તમને તમારા ભવિષ્ય વિશેની માહિતી તમારી પત્નીના પગને જોઈને કેવી રીતે જાણી શકશો તેના વિષે વાત કરવાના છીએ.

તો આવો જાણીએ કે કેમ પત્નીના પગમાં સમાયું છે ભવિષ્ય પગની તર્જની આંગળી મોટી હોવી :

જે સ્ત્રીના પગની તર્જની આંગળી અન્ય આંગળીઓ કરતાં મોટી હોય છે, આવી સ્ત્રી તેના પતિ સાથે કદમ મીલાવીને યે ચાલે છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર, જો ચાલતી વખતે પગની અનામિકા આંગળી અને કનિષ્કા આંગળી જમીનને સ્પર્શ કરતી નથી. તો આવી સ્ત્રી નાની ઉમરમાં જે વિધવા થશે, એવું માનવામાં આવે છે.

ભરાવદાર પગ :

સમુદ્રશાસ્ત્રમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે મહિલાના પગનાં તળિયા ગાદીવાળાં ને ભરાવદાર હોય છે, અને પગનાં તળિયાની એક રેખાં અંગૂઠા તરફ જઈ રહી હોય તો આવી સ્ત્રી તેના પતિ માટે શુભ માનવામાં આવે છે. તેને તેનો પતિ ઘણો પ્રેમ કરે છે અને તે પણ તેના પતિને જે સમર્પિત થઈ જીવન જીવે છે, અને તેનું જીવન સફળતા અને સુખથી ભરેલું જોવા મળે છે.

ગોળ એડી :

સમુદ્રશાસ્ત્રમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે સ્ત્રીના પગની એડી ગોળ અને આકર્ષક હોય છે, તે સ્ત્રી તેના જીવનમાં ખુશી ભરપૂર માણે છે, આવી સ્ત્રીને રાજસુખ પ્રાપ્ત થાય છે અને તેના પતિને પણ તેમના જીવનમાં ખૂબ સફળતા મળે છે.

પગનાં તળિયે કમળનું નિશાન :

જો સ્ત્રીના પગના તળિયા પર કમળ અથવા છત્રની નિશાની હોય છે , તો આવી સ્ત્રીનો પતિ રાજકારણમાં સફળતા પ્રાપ્ત કરે છે, તેના પતિ સમૃદ્ધિ સાથે સમાજમાં સન્માન મેળવે છે.

પગની આંગળીઓ ભેગી હોવી :

સમુદ્રશાસ્ત્રમાં એ પણ મજાવવામાં આવ્યું છે કે જે સ્ત્રીના પગની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી છે, તે સ્ત્રીઓ ખૂબ સમૃદ્ધ છે અને તેનો સ્વભાવ એકદમ કોમળ હોય છે, આવી સ્ત્રીઓ તેમના પતિ માટે ઘણી નસીબદાર સાબિત થાય છે. તેના પતિનું ભવિષ્ય પણ ખુલી જાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here