પત્નીને ખોરાકી ના પૈસા આપવા કોથળામાં આટલા હજારનું ચિલ્લર લઈને પહોંચ્યો આ વ્યક્તિ કોર્ટ, જજ પણ દંગ રહી ગયા લોકો….વાંચો આગળ શું થયું?

0

ગુજરાત માં એક વ્યક્તિ એ ખોરાકી હાંફતાંમાં પત્નીને પહેલી વાર 26 હજાર રૂપિયા આપ્યા પછી હવે બીજી વાર 80 હજાર રૂપિયા ના સિક્કા થમાવી દીધા. આ મામલો નડિયાદ ની એક ફેમિલી કોર્ટનો છે. પતિ-પત્ની ના વિવાદના મામલામાં કોર્ટ વ્યક્તિ ને 1.06 લાખ રૂપિયાનો ખોરાકી ફહતો ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જેના પછી ગુરુવાર ના રોજ તે એક કોથળામાં ભરીને આ રકમ કોર્ટ લઈને પહોંચ્યો હતો. કોથળાનું મોં ખોલતા જ એટલા બધા સિક્કા જોઈને જજ થી લઈને વકીલ સુધીના દરેક કોઈ હેરાન જ રહી ગયા હતા. જજના પૂછવા પર કે આ સિક્કા કેટલા છે તેના પર વ્યક્તિ એ જવાબ આપ્યો કે કુલ 80,000 રૂપિયાના આ સિક્કા છે.વકીલોએ તેને બે ભાગમાં ગણ્યા:

આ સિક્કાઓમાં એક, બે ,પાંચ અને 10 રૂપિયાના સિક્કા હતા. વકીલોએ તેને બે ભાગમાં કરીને ગણ્યા હતા. જેમાં 3 કલાકથી વધુ સમય લાગ્યો હતો. નડિયાદની પાસે ચલાલી ગામમાં રહેનારા જયેશ તલપદા નું કહેવું છે કે તે શાકભાજી વહેંચવાનું કામ કરે છે. તેની પાસે વધુ ચિલ્લર જ આવતા રહે છે. આટલા સિક્કાની નોટો માં બદલાવા માટે કોઈ આસાની થી તૈયાર ન હતા, માટે આ સિક્કા દ્વારા જ તે હફતાની રકમ ચૂકવી રહ્યો છે. આના સિવાય તેની પાસે બીજો કોઈ જ વિકલ્પ ન હતો. તેની પહેલા પણ કોર્ટના આદેશ પર જયેશે પોતાની પત્નીને હફ્તા માટે 26,000 રૂપિયાના ચિલ્લર આપ્યા હતા. જેને તેની પત્ની એ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. પછી કોર્ટ ના હસ્તક્ષેપ પછી તેને સિક્કા લેવા પડ્યા હતા.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here