એક કિસ્સો: ‘પત્નીને હોટલમાં બીજા પુરૂષ સાથે પકડી’ – લગ્ન છ વર્ષ થયા હતા અને …

0

રાત્રે ઘરે નહીં આવેલી પત્નીની કાર હોટલના પાર્કિંગમાં મળી:

‘મેં મીઠાખળી પાસે મેડીસર્જ હોસ્પિટલ પાસે લેમન ટ્રી હોટલમાં મારી પત્નીને મેં એક વ્યક્તિ સાથે ગેસ્ટહાઉસમાં પકડી છે તો પોલીસ મોકલશો.’ પોલીસ કન્ટ્રોલ રૂમને આ મેસેજ પહોંચતાં જ નવરંગપુરા પોલીસની ટીમ દોડી ગઈ હતી. રૂમ નંબર 809માંથી ઝડપાયેલા પત્ની અને તેના પ્રેમીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં. પતિએ ‘સંસાર’ બચાવવા માટે ફરિયાદ નોંધાવવાની ના પાડી. પણ, પ્રેમી દારૂનો નશો કરેલી હાલતમાં હતો. નવરંગપુરા પોલીસે મોટેરાના કોટેશ્વર રોડ ઉપર રહેતા પ્રભાકર ઓમકાર વશિષ્ટ સામે કાયદેસર કાર્યવાહી કરી છે.

નારણપુરામાં રહેતા તિમિરના લગ્ન છ વર્ષ પહેલાં શીલા (નામો બદલ્યાં છે) સાથે થયા હતા. એક પુત્ર અવતર્યો હતો. પતિ અને પત્ની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ખાનગી કંપનીના HR ડીપાર્ટમેન્ટમાં કામ કરતી શીલાએ શનિવારે સાંજે તિમિરને ફોન કરીને કહ્યું કે, ‘ઓફીસમાં કામ છે એટલે મોડું થશે.’ રાત્રે ૧૨ વાગ્યા છતાં તિમિરની શંકા મજબૂત બની અને ફોન કરીને નિશ્ચિત મિત્રોમાં તપાસ કરી.

રાત્રે બે વાગ્યે તિમિર મીઠાખળીની લેમન ટ્રી હોટલ પહોંચ્યો તો પાર્કિંગમાં પત્નીની કાર જોવા મળી. હોટલના રૂમ નંબર 809માંથી પત્ની તેના પ્રેમી સાથે મળી આવી. એવી વિગતો ખૂલી કે, શીલા અને પ્રભાકર વચ્ચે વર્ષ 2014થી મિત્રતા છે. પ્રભાકરને મળવા માટે શીલા હોટલમાં પહોંચી પણ પતિને ઓફીસમાં કામ હોવાનું બહાનું બતાવ્યું.

પતિએ જાસુસી કરી પત્નીની ‘પ્રેમલીલા’ પકડી પાડી અને મામલો પોલીસમાં હતો. પણ, પુત્ર સાથે પોતાનો ઘરસંસાર બગડે નહીં એટલે પત્નીને છેલ્લી વખત માફ કરી દેવાની તૈયારી બતાવી. તિમિરે પત્ની સામે ફરિયાદ નોંધાવી નથી. પણ, શીલા સાથે રહેલો પ્રેમી પ્રભાકર વશિષ્ટ દારૂનો નશો કરેલી હાલતમાં હોવાથી નવરંગપુરા પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.