પત્ની માટે પતિએ બનાવી નાખ્યું આખા એક વર્ષનું ભોજન, કારણ જાણીને ચોંકી જાશો…અહેવાલ વાંચો

0

પોતાની પત્નીને ખુશ કરવા માટે લોકો શું-શું ન કરતા હોય. પણ એક વ્યકિતએ પોતાની પત્ની માટે જે કર્યું જે કદાચ કોઈ પણ કરી ન શકે. આ વ્યક્તિએ પોતાની પત્નીને પુરા એક વર્ષનું ભોજન બનાવી આપ્યું છે, જેથી સાલભર તેને રસોઈ બનાવી ન પડે. આવું આ વ્યક્તિએ એટલા માટે કર્યું તેનું કારણ જાણીને તમે હેરાન જ રહી જાશો.  ચીનમાં ટીચરના તૌર પર કામ કરનારી Zhao Mai દુનિયાની સૌથી ખુશકિસ્મત પત્ની છે, આવું એટલા માટે કેમ કે તેના પતિએ જે કર્યું તે કદાચ જ કોઈ પતી પોતાની પત્ની માટે કરી શકે. Zhao Mai નો પતિ એક સૈનિક છે.
27 વર્ષના Yin Yunfeng સેનામાં હોવાને લીધે તે પોતાની પત્નીને વર્ષમાં માત્ર એક જ વાર મળી શકે છે. ઘર પર રહેવાના દૌરાન તેણે જોયું જે તેની પત્ની પાસે રસોઈ બનાવાનો પણ સમય નથી બચતો. સેનામાં ફરી જતા પહેલા  Yin એ પોતાની પત્ની માટે જમવાનું બનાવાનો નિર્ણય કર્યો.પત્નીના સ્કુલ ગયા બાદ  Yin  એ 1000 થી વધુ ડમ્પલીન્ગ્સ, 150 લીટર નુડલ સૂપ જેવી રસોઈ બનાવી જે એક વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર રાખી શકાય. આ ખાવાની દરેક વસ્તુ  Yin એ પોતાની પત્નીના પસંદ ને ધ્યાનમાં રાખીને જ બનાવ્યું હતું.સાથે જ તેણે પોતાની પત્નીના પસંદનાં તમામ સ્નૈક્સને ઘરના દરેક ખૂણામાં રાખી દીધા. જેથી જ્યારે પણ તેને ભૂખ લાગે તો ખાવાની ચિંતા તેને ન સતાવે.

સાથે જ  Yin એ પોતાની પત્ની માટે એક લેટર પણ લખ્યો. તેમાં લખ્યું હતું કે, ”આ તારા માટે સરપ્રાઈઝ છે. જેથી તું તારું ધ્યાન રાખી શકે અને ટાઈમ પર જમી શકે. વર્ષમાં માત્ર એકવાર મળનારા આ કપલે પ્રેમની એવી મિસાલ કાયમ કરી કે જેને જેણે પણ સાંભળ્યું તેની વાહ વાહ જ કરવા લાગ્યા છે.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.