કરીના,કૈટરીના થી પણ વધુ પાતળી થઇ ગઈ છે સોનાક્ષી, એક સમયે ખુબ જાડી ગોળ મટોળ હતી, 20 તસ્વીરો થઇ વાઇરલ…

0

હાલના દિવસોમાં પોતાની હોટ તસ્વીરો ને શેયર કરીને ફૈન્સ ને પોતાના દીવાના બનાવનારી બૉલીવુડ અભિનેત્રિ સોનાક્ષી સિંહા કેરિયર ના શરૂઆતી દિવસોમાં ખુબ મોટી દેખાતી હતી. સોનાક્ષી એ પોતાના કેરિયર ની શરૂઆત સલમાન ની ફિલ્મ દબંગ થી કરી હતી.લોકોએ તેના એક્ટિંગ ના તો વખાણ કર્યા જ હતા પણ તેના વજન વિશે ઘણી વાતો થઇ હતી. ફિલ્મ દબંગ પછી સોનાક્ષી એ બૉલીવુડ માં ઘણી ફિલ્મો કરી છે.

ધીમે-ધીમે સોનાક્ષી એ પોતાનું વજન ખુબ ઓછું કરી લીધું છે. હાલમાં જ સોનાક્ષી એ પોતાના હોટ લુક ની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે, જેમાં તે સુંદર દેખાવાની સાથે-સાથે ખુબ જ સ્લિમ પણ નજરમાં આવી રહી છે.હવે તે દેખાવમાં કરીના અને કૈટરીના થી પણ સ્લિમ બની ગઈ છે. જણાવી દઈએ કે સોનાક્ષી એ પોતાની પહેલી ફિલ્મ ના દરમિયાન પોતાનો 30 કિલો વજન ઘટાડ્યો હતો.

પોતાના ફિટનેસ ને લઈને સોનાક્ષી નું કહેવું છે કે, ”આવું શરીર મેળવવું આસાન ન હતું. હું જિમ થી નફરત કરનારા લોકોમાની એક છું. મને જિમ થી એલર્જી છે.હું તેનાથી દૂર ભાગવા માગું છું, પણ મેં પોતાને ફિટ રાખવા અને વધુ ઍક્ટ્રૅક્ટિવ બનાવા માટે ખુબ પરસેવો વહાવ્યો છે”. જણાવી દઈએ કે જીમ સિવાય સોનાક્ષી પોતાના ખોરાક પર પણ ખુબ ધ્યાન આપતી હતી.

સોનાક્ષી હોટ યોગા ને વેટ લોસ કરવા માટે એક બેસ્ટ એક્સરસાઇઝ માને છે. જેના માટે તે 40 ડિગ્રી તાપમાનમાં અઠવાડિયામાં ત્રણ દિવસ હોટ યોગા પણ કરે છે.સોનાક્ષી નું કહેવું છે કે જયારે લોકો તેને પહેલાથી વધુ સુંદર, ફિટ અને યુવાન બોલે છે તો તેને ખુબ સારું લાગે છે.ફિલ્મ ‘હૈપ્પી ફિર સે ભાગ જાયેગી’ માં કામ કર્યા પછી સોનાક્ષી અન્ય ફિલ્મોમાં નજરમાં આવી ન હતી. હાલ સોનાક્ષી પોતાના નવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.તે કરન ની અપકમિંગ ફિલ્મ કલંક માં નજરમાં આવશે. જણાવી દઈએ કે કરન જોહરે ટ્વીટ કરીને આ ફિલ્મનું એનાઉન્સ કર્યું હતું. ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, સંજય દત્ત, માધુરી દીક્ષિત, સોનાક્ષી સિંહા અને આદિત્ય રોય કપૂર જેવા સિતારાઓ નજરમાં આવશે. આ એક મોટા બજેટ ની ફિલ્મ હશે. જયારે બીજી તરફ એ જાણ નથી થઇ શકી કે દબંગ-3 માં સોનાક્ષી નજરમાં આવશે કે નહિ?   Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here