પતિ નો હાથ પકડીને કઈક આવા અંદાજમાં ભારત આવી સોનાલી બેન્દ્રે, ચેહરા પર જોવા મળ્યું પોતાના દેશનું સ્મિત….

0

બૉલીવુડ ની ફેમસ અદાકારા સોનાલી બેન્દ્રે ભારત પાછી આવી ચુકી છે. મુંબઈ એયરપોર્ટ પર સોનાલી 3 ડિસેમ્બર એટલે કે આજની સવારે સ્પોટ કરવામાં આવી હતી. આ મૌકા પર તેની સાથે પતિ ગોલ્ડી બહલ પણ હતા. તે આગળના અમુક મહિનાઓથી ન્યુયોર્ક માં કેન્સર નો ઈલાજ કરાવા માટે ગયેલી હતી.
જો કે આ વચ્ચે તે સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહી હતી. ક્યારેક પોતાની પર્સનલ લાઈફ તો ક્યારેક પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો તેમણે શેયર કરી હતી. તેની પોસ્ટ જોઈને એવું લાગતું ન હતું કે તે આટલી ગંભીર બીમારી થી પીડિત હોય. આવા સમયમાં પણ તે એકદમ હકારાત્મક નજરમાં આવી હતી. હાલમાં જ જયારે સોનાલી ભારત આવી અને મુંબઈ એયરપોર્ટ પર નજરમાં આવી ત્યારે તેના ચેહરા પર એક ચમક અને સ્મિત હતું. લાગી રહ્યું હતું કે તેને પોતાના દેશ પાછા આવવાની ખુબજ ખુશી હતી.
જણાવી દઈએ કે પોતાના કેન્સર ની જાણકારી ખુદ સોનાલી એ ટ્વીટર દ્વારા ફેન્સ ને આપી હતી. સોનાલી એ જણાવ્યું કે તે હાઇગ્રેડ કેન્સરથી પિડીત છે અને તે પોતાનો ઈલાજ ન્યુયોર્ક માં કરાવી રહી છે. સોનાલી એ પોસ્ટ માં લખ્યું કે, ”જાંચ પછી ખબર પડી કે મને હાઈ ગ્રેડ કેન્સર છે. તેની આશંકા મને ક્યારેય પણ હતી. લગાતાર તથા દર્દ પછી મેં જાંચ કરાવ્યું, જેના પછી ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો”. સોનાલી એ જણાવ્યું કે,”આ ઘડી માં તેનો પરિવાર, પતિ અને મિત્રો સાથે રહ્યા હતા અને દરેક સંભવ તરીકાથી મારો સાથ આપતા રહ્યા હતા”. ‘જેઓનો ખુબ જ આભાર વ્યક્ત કરું છું.’
સોનાલી લે લખ્યું કે,”તેનાથી છુટકારો મેળવવા માટે તરત જ કોઈ સ્ટેપ લેવો જરૂરી હતો. માટે ડોક્ટર ની સલાહ પર તે ન્યુયોર્ક પોતાના ઈલાજ માટે ચાલી ગઈ”. પણ હવે સોનાલી ભારત આવી ચુકી છે જે દરેક કોઈ માટે એક ખુશીના સમાચાર છે. આ પુરા ટ્રીટમેન્ટ ના સમયે સોનાલી ખુબ જ સકારાત્મક નજરમાં આવી હતી. તેમણે કેન્સર ના વિરુદ્ધ લડાઈ લડી છે અને પોંઝોટિવ એપ્રોચ ની સાથે તે આગળ વધી છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here