પતિની મૃત્યુ ના 3 વર્ષ પછી પત્ની એ આપ્યો બાળકને જન્મ, આખરે આવું તે કઈ રીતે બન્યું?…..

0

એક મહિલાએ પોતાના પતિની મૃત્યુના ત્રણ વર્ષ પછી એક બાળકને જન્મ આપ્યો છે, તમે વિચારી રહ્યા હશો કે આખરે એવું તે કઈ રીતે બન્યું હશે? પતિના મૃત્યુ પછી ત્રણ વર્ષ પછી તેની પત્ની સુપ્રિયા એ મુંબઈ ના જસલોક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે.રિપોર્ટ અનુસાર પુરી ઘટના મહારાષ્ટ્ર ના મુંબઈ ઈલાકાની છે. માર્કેટિંગ કંસલ્ટન્ટ ગૌરવ અને સુપ્રિયા જૈન ના લગ્ન ને પાંચ વર્ષ પુરા થઇ ચુક્યા હતા. પણ તેને સંતાન નું સુખ હજી સુધી મળ્યું ન હતું. બંને વિચારતા હતા કે તેના ઘરના આંગણામાં પણ હસતું રમતું બાળક હોય પણ તેઓની કોશિસો નાકામિયાબ રહી હતી. જેના પછી બંને એ નિર્ણય કર્યો કે તેઓ આઈવીએફ ટેક્નિકની મદદ લેશે. આ જ ચાલતા 2015 માં એક અકસ્માતમાં ગૌરવની મૃત્યુ થઇ ગઈ.
પતિની મૃત્યુ ને લીધે સુપ્રિયા તણાવમાં રહેવા લાગી હતી. પોતાના દુઃખને ઓછું કરવા માટે સુપ્રિયા એ બ્લોગ લખવાનું શરૂ કર્યું. આ બ્લોગ માં પણ સુપ્રિયા એ પોતાના પતિ ની જૂની યાદો વર્ણવી હતી. જેમાં તેણે ગૌરવના છેલ્લા દિવસને પણ વર્ણવી હતી. સુપ્રિયા એ જણાવ્યું કે જે દિવસે તેની મૃત્યુ થઇ હતી ત્યારે તે તેના પરિવારના ઘરે ગયો હતો.તેઓની સાથે થોડો સમય વિતાવ્યા પછી તે પોતાના ભત્રીજા અને પોતાના કુતરા સાથે રમ્યો. અને જતા જતા તેણે કહ્યું કે તે જલ્દી જ સારા સમાચાર આપશે.
આ ઘટના પછી સુપ્રિયા એ માં બનવાનો નિર્ણંય કર્યો અને પોતાના પતિના બાળકને જન્મ આપશે. તેના માટે તેણે આઈવીએફની મદદ થી માં બનવા માટે ડોકટરની મુલાકાત લીધી. સુપ્રિયા માં તો બની ગઈ પણ તેના માટે તેણે ઘણો લાંબો સફર કર્યો હતો. જો કે ગૌરવના અકસ્માત પહેલા જ તેઓની આઈવીએફની પ્રક્રિયા શરૂ થઇ ગઈ હતી, ત્યારે ડોકટરે ગૌરવના શુક્રાણુઓ ને સુરક્ષિત રાખી લીધા હતા.
પણ પછી ગૌરવની મૃત્યુ થઇ જવાને લીધે સુપ્રિયા ને મોટો આઘાત લાગ્યો. તેના પછી સુપ્રિયાએ આઇવીએફ ની મદદ લઈને પોતાના પતિના બાળકને જન્મ આપ્યો.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here