પતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી આ 1 વાત, જે દરેક પત્નીઓ એ ધ્યાનમાં રાખવી જોઈએ…

0

મહાભારત યુદ્ધ ની શરૂઆત માં જ દુર્યોધન એ કૌરવો ના સેનાપતિ ભીષ્મ પિતામહ ને લઈને વારંવાર વ્યંગિક(મજાક,મસ્તી) કરવાનું શરૂ કરી દીધું હતું. આજ વાત થી દુઃખી થઈને એક દિવસ પિતામહે ઘોષણા કરી દીધી કે કાલથી તે દરેક પાંડવો નો વધ કરી નાખશે. જયારે આ વાત પાંડવો ને જાણ થઇ તો તે દરેક ચિંતામાં આવી ગયા, કેમ કે પિતામહ ભીષ્મ ને યુદ્ધ માં હરાવવું અસંભવ હતું. તે દિવસે સૂર્યાસ્ત ના પછી શ્રીકૃષ્ણ એ દ્રૌપદી ને કહ્યું કે મારી સાથે ચાલો, અને…

શ્રીકૃષ્ણ દ્રૌપદી ને લઈને ભીષ્મ પિતામહ ના શિબિર ની પાસે લઇ ગયા અને કહ્યું કે અંદર જઈને પિતામહ ને પ્રણામ કરો. શ્રીકૃષની વાત માનીને દ્રૌપદી ભીષ્મ પિતામહ ની પાસે ગઈ અને તેને પ્રણામ કર્યું. ભીષ્મ એ પોતાની કુળવધૂ ને અખંડ સૌભાગ્યવતી ભવ ના આશીર્વાદ આપી દીધા.

તેના પછી ભીષ્મ એ દ્રૌપદી ને પૂછ્યું કે તું આટલી રાતે અહીં એકલી કઈ રીતે આવી? શું શ્રીકૃષ્ણ તને અહીં લઈને આવ્યા છે?

દ્રૌપદી એ કહ્યું કે-હા પિતામહ, હું શ્રી કૃષ્ણ ની સાથે જ અહીં આવી છું અને તે શિબિર ની બહાર ઉભેલા છે.
આ સાંભળીને ભીષ્મ તરતજ દ્રૌપદી ને લઈને શિબિર ની બહાર આવ્યા અને શ્રી કૃષ્ણ ને પ્રણામ કર્યા, ભીષ્મ એ શ્રી કૃષ્ણ ને કહ્યું કે મારા એક વચન ને બીજા વચન થી કાપી નાખવાનું કામ શ્રીકૃષ્ણ તમે જ કરી શકો છો.

જેના પછી શ્રીકૃષ્ણ અને દ્રૌપદી પોટ-પોતાના શિબિરની તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં કૃષ્ણ એ દ્રૌપદી ને કહ્યું કે હવે દરેક પાંડવો ને જીવનદાન મળી જાશે. મોટાઓનો આશીર્વાદ કવચ ની જેમ કામ કરે છે. તેને કોઈ અસ્ત્ર-શસ્ત્ર હણી નથી શકતા. આજે તે એકવાર પિતામહ ને પ્રણામ કર્યા અને દરેક પાંડવ સુરક્ષિત થઇ ગયા. જો તું રોજ ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, દ્રૌણાચાર્ય, કૃપાચાર્ય વગેરે ને પ્રણામ કરતી અને દુર્યોધન-દુશાસન ની પત્નીઓ પાંડવો ને પ્રણામ કરતી તો આજે યુદ્ધ ની સ્થિતિ જ બની ના હોત.
કથા થી શીખવાની આબિત:

આ કથામાં શ્રીકૃષ્ણ ની શીખ એજ છે કે પતિ ના સુખ માટે પત્ની એ પોતાના કુળ ના દરેક મોટા વડીલો નું આદર કરવું જોઈએ. મોટા લોકોનો આશીર્વાદ થી પતિ દરેક દુઃખો થી બચી જાય છે. મોટાભાગે ઘરોમાં આ કારણ ને લીધે જ ઝગડાઓ અને અણગમો થતો હોય છે કે પત્ની પોતાના પતિના માતા-પિતા અને માન-સમ્માન નથી આપતી. જો પત્ની આ દરેક વાતોનું ધ્યાન રાખવા લાગે તો ઘરમાં ક્યારેય પણ કલેશ નહિ આવે એવું અને હંમેશા શાંતિ જ બની રહેશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here