પતિના મૃત્યુંના અઢી વર્ષ બાદ તેની પત્નીએ આપ્યો પુત્રીને જન્મ અને….

પતિના મૃત્યુંના અઢી વર્ષ બાદ પાઈ ક્ષીયાએ એક પુત્રી એન્જેલિનાને ન્યૂયોર્કની પ્રીસબાયટેરિયન હોસ્પિટલમાં જન્મ આપ્યો…મૃત્યુના વર્ષો બાદ કોઈ નવા જીવન માટે નિમિત બનવું લગભગ અશક્ય લાગે તેવી વાત છે. પરંતુ આજના આધુનિક યુગમાં અશક્ય લાગે તેવી વાત પણ હકિકત બનતી હોય છે. પાઈ ક્ષીયા ચેન નામની મહિલા કે જેને પોતાના પતિના મૃત્યુના અઢી વર્ષ બાદ એક બાળકીને જન્મ આપ્યો છે. પતિના મોતને અઢી વર્ષ બાદ પુત્રીને આપ્યો જન્મ

પતિના મૃત્યુના અઢી વર્ષ બાદ પાઈ ક્ષીયાએ એક પુત્રી એન્જેલિનાને ન્યૂયોર્કની હોસ્પિટલમાં જન્મ આપ્યો:

ડિસેમ્બર, 2014 પાઈ ક્ષીયા ચેનના પતિ વેન્જિયાન લીયુ કે જેઓ ન્યૂયોર્ક સિટી પોલીસમાં અધિકારી હતા તેમને અને તેમના પાર્ટનર રાફેલ રામોસ પર હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. મંગળવારે, લગભગ પોતાના પતિના મૃત્યુના અઢી વર્ષ બાદ પાઈ ક્ષીયાએ એક પુત્રી એન્જેલિનાને ન્યૂયોર્કની પ્રીસબાયટેરિયન હોસ્પિટલમાં જન્મ આપ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે પાઈ ક્ષીયાએ પોતાના મૃત પતિના શુક્રાણુથી અઢી વર્ષ બાદ બાળકીને જન્મ આપ્યો છે. પાઈ ક્ષીયાના પતિનું ફાયરિંગમાં મોત નિપજ્યું તે બાદ પાઈ ક્ષીયાએ તેના પતિના શુક્રાણુઓને સુરક્ષિત રખાવ્યાં હતા. અને એક દિવસ તેના મૃત પતિના બાળકને જન્મ આપીશ તેવો નિર્ધાર કર્યો હતો. ન્યૂયોર્ક સિટી પોલીસે માતા પાઈ ક્ષીયા અને તેની પુત્રી એન્જેલિના ફોટો પબ્લિશ કરી આ જાહેરાત કરી. આ ફોટામાં પુત્રી એન્જેલિનાને NYPDની ટોપી પહેરાવવામાં આવી છે.

પૌત્રીના રૂપમાં પુત્રને જોઈ માતા-પિતા ભાવુક
ન્યૂયોર્ક સિટી પોલીસે માતા પાઈ ક્ષીયા અને તેની પુત્રી એન્જેલિના ફોટો પબ્લિશ કરી જાહેરાત કરી:

મંગળવારે લીયુના વાલી તેની ગ્રાંડ ડોટરને જોઈને ઘણાં જ ખુશ થયાં હતા અને ફરી પોતાની પૌત્રીના રૂપમાં તેના પુત્રને જોઈને રાજીપો વ્યક્ત કર્યો હતો. પાઈ ક્ષીયાએ તેના સાસુ-સસરાને પોતાના પતિના શુક્રાણુઓને સાચવી રાખ્યાં છે તે અંગે કોઈ જાણ કરી ન હતી.  પાઈ ક્ષીયાના મિત્રએ જણાવ્યું કે, “ પાઈ પોતાના સાસુ-સસરાને દુખ પહોંચાડવા માગતી ન હતી. કારણ કે આ રીતે રીઝર્વ કરેલા સીમનથી બાળક મેળવવું ભાગ્યે જ સફળ રહેતું હોય છે. પરંતુ જયારે લીયુના માતા-પિતાએ પોતાની પૌત્રીને પહેલી વખત જોઈ ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા અને બેબીને તેડીને રડવા લાગ્યાં હતા.” લીયુની માતાએ કહ્યું કે, “ મારી પૌત્રી દેખાવમાં તેની માતા જેવી લાગે છે. પરંતુ તેની આંખ અને કપાળનો ભાગ મારા પુત્રને મળતો આવે છે. હું મારા પુત્રને ફરી મારી પૌત્રીના રૂપમાં જોઉં છું. ” લીયુના પિતાએ કહ્યું કે, “ મારૂ હ્રદય ફરી પ્રેમથી ભરાય ગયું છે. ”

‘ મને વિશ્વાસ છે તે મારી સાથે જ છે’

પૌત્રીના રૂપમાં પુત્રને જોઈ માતા-પિતા ભાવુક થઈ ગયા હતા:

પાઈ ક્ષીયાએ અને વેન્જિયાન લીયુના લગ્ન તેના મૃત્યુના થોડા સમય પહેલાં જ થયા હતા. પરંતુ ડ્યૂટી સમયે અચાનક દૂર્ઘટના સર્જાતા વેન્જિયાલ લીયુનું મોત નિપજ્યું હતું. પ્રથમ એશિયન-અમેરિકન પોલીસ અધિકારીની અંતિમ વિધિમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યાં હતા. લીયુને તેના સહકર્મીઓ જોથી ઓળખતા હતા. તે તેના માતા-પિતા સાથે 1994માં ચીનથી અમેરિકા આવ્યો હતો. લીયુના અંતિમવિધિ સમયે તેની વિધવા પાઈ ક્ષીયાએ પોતાના પતિને એક સારો મિત્ર, હિરો અને તેનું બધુંજ હોવાનું કહ્યું હતું. પાઈ ક્ષીયાએ કહ્યું કે, “ તે માત્ર 32 વર્ષનો જ હતો. તેને ઘણી વ્હેલી આ દુનિયામાંથી વિદાય લીધી. પણ મને વિશ્વાસ છે કે તે મારી સાથે જ છે.”

પાઈ ક્ષીયા અને વેન્જિયાન લીયુના લગ્ન તેના મૃત્યુના થોડા સમય પહેલાં જ થયા હતા (ફાઈલ):

પાઈ ક્ષીયાએ તેના પતિના શુક્રાણુઓને સુરક્ષિત રખાવ્યાં હતા. અને એક દિવસ તેના મૃત પતિના બાળકને જન્મ આપીશ તેવો નિર્ધાર કર્યો હતો:

લીયુના વાલી તેની ગ્રાંડ ડોટરને જોઈને ઘણાં જ ખુશ થયાં હતા અને ફરી પોતાની પૌત્રીના રૂપમાં તેના પુત્રને જોઈને રાજીપો વ્યક્ત કર્યો:

News: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!