પતિ અને બાળકોને છોડીને આ યુવતીએ ભૂત સાથે કર્યા લગ્ન, જાણો વિગતે….વિશ્વાસ ન આવે એવી ઘટના બની વાંચો અહેવાલ ડિટેઇલ માં

0

હીર-રાંજા, લૈલા-મજનું, રોમિયો-જુલીએટ,શાહજહાં-મુમતાજ વગેરે જેવી પ્રેમ કહાનીતો આપણે આજ સુધીમાં ઘણી એવી સાંભળતા આવ્યા છીએ, પણ જો ભૂત અને ઇન્સાનની લવ સ્ટોરીની વાત આવે તો થોડું અજીબ લાગશે. આવી તે પ્રેમ કહાની હોઈ શકે ખરી? પણ વાસ્તવમાં એક મહિલાએ પોતાના પરિવારને છોડીને એક ભૂત સાથે પોતાન લગ્ન રચ્યા છે. તેમના આ લગ્નમાં તેના અમુક મિત્રો તથા પરીવારના અમુક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

નાર્થ આયરલૈંડના ડાઉનપૈટ્રિકની રહેનારી 45 વર્ષની ‘અમાંડા ટીગ’ એક ભૂતના પ્રેમમાં પડી ગઈ હતી. તેમની લવ સ્ટોરી પણ એક દોસ્તીથી શરૂ થઈને લગ્ન સુધી પહોંચી ગઈ હતી. અમાંડા પોતાના પ્રેમી પતી ભૂત વિશે જણાવે છે કે લગભગ 300 વર્ષ પહેલા તેમના ભૂત પતિ જૈકની મૌત થઇ ગઈ હતી. જો કે તેમણે આજ સુધી પોતાના ભૂત પતિને જોયો નથી, પણ ભૂત પતિએ જણાવ્યું કે તેમના લાંબા ઘેરા કાળા વાળ હતા અને અપરાધોને લીધે તેને મારી નાખવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે અમાંડાના પહેલા પતિથી તેમના 5 બાળકો પણ છે, જેને છોડીને તેણે ભૂત સાથે લગ્ન કરી લીધા છે. તે કહે છે કે જેવું તે પોતાના ભૂત પતિ જૈક સાથે મહેસુસ કરે છે તેવું તે કોઈની પણ સાથે મહેસુસ નથી કરતી.આ આઈડીયા જૈકે જ આપ્યો હતો કે બંને એક થઇ જાય.

આવો સંબંધ ન તો ક્યારેય જોયો હતો, કે સાંભળ્યો હતો..

અમાંડા જણાવે છે કે ઘણા રીસર્ચ બાદ જ તે એ પરિણામ પણ પહોંચી કે ઇન્સાન અને આત્મા વચ્ચે એક ઊંડો સંબંધ હોય છે, પણ અમુક લોકો આ બાબત વિશે વાત કરવાનું પસંદ નથી કરતા. જૈક એક શક્તિશાળી આત્મા છે અને તેમણે પોતાના જીવનમાં લગ્ન કર્યા ન હતા. તેમના આ કાર્યમાં તેમના પરિવારનો ભરપુર સાથ મળ્યો હતો.

એમ પણ પ્રેમ કહાનીઓ અંજામ સુધી ખુબ ઓછી પહોંચતી હોય છે. તેના પર પણ જો ભૂત સાથે પ્રેમ થયો તો તમે ખુદ વિચારી શકો છો. આ બાબતમાં અમાંડા ખુબ ખુશનસીબ છે, કે આખરે તેને પ્રેમતો મળ્યો, પછી તે ઇન્સાન હોય કે પછી ભૂત.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.