પતિએ પ્રેમી સાથે કરાવ્યા પત્નીના લગ્ન, ખુશીથી વિદાઈ કરી..

0

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, તે ગમે ત્યારે અને કોઇપણ ઉમરે થઇ જતો હોય છે. સાથે જ પ્રેમમાં વિશ્વાસ હોવો પણ ખુબ જરૂરી છે. પ્રેમની જ વાત આવી છે તો જણાવી દઈએ કે કોઈપણ પતી-પત્ની કે અન્ય પ્રેમીઓ એ ન ઇચ્છતું હોય કે પોતાનો પાર્ટનર કોઈ અન્ય સાથે આકર્ષિત થાય કે તેની સાથે પ્રેમ કરી બેસે. અને જો લોકોના જીવનમાં આવું થઈ પણ જાય તો તેઓ પોતાના પાર્ટનરને અન્ય સાથેનો સબંધ તોડવા માટે દબાણ કરે છે કે પછી તેઓનો રિશ્તો તલાક પર આવી પહોંચે છે. એવામાં કોઈ અન્ય સાથે સંબંધ બનાવાને લીધે તેઓનો રિશ્તો હંમેશાને માટે તૂટી જતો હોય છે.પણ હાલ કઇક એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં પોતાની પત્નીના કોઈ અન્ય યુવક સાથે પ્રેમ થઇ જવાને લીધે ખુદ તેના પતિએ પોતાની પત્નીને પોતાના પ્રેમી સાથે લગન કરવાનીને બધાને ચોંકાવી દીધા હતા. જો કે આવી બધી ઘટનાઓ તો આપણે ફિલ્મોમાં બોવ બધી વાર જોયેલી છે પણ રીયલ લાઈફમાં આવું થવું કદાચ પહેલી વાર સામે આવ્યું છે. પોતાના જ પતિને આખા ગામની હાજરીમાં પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવીને તેને ખુશું ખુશી વિદાય પણ આપી હતી.

વર્ષ 2017 દરમિયાન પપ્પુ અને કરિશ્માના લગ્ન થયા હતા:

આ ઘટના ગયા જીલ્લાનાં ઉતલી ગામની છે. વર્ષ 2017 માં કરિશ્માના લગ્ન પપ્પુ યાદવ સાથે થયા હતા. પછી કઈક એવો સંયોગ આવી પડ્યો કે ખુદ કરિશ્માના પતી પપ્પુ એ પોતાના પરિવાર અને ગામલોકોની હાજરીમાં પુરા રીતી રીવાજ સાથે ખુશી ખુશી પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી નાખ્યા હતા. તેના પ્રેમીનું નાક પંકજ છે.ખોવાયેલી રહેતી હતી દુલ્હન:

જણાવી દઈએ કે પપ્પુ સાથે લગ્ન કરતા પહેલા જ કરિશ્મા પંકજ સાથે પ્રેમ સંબંધમાં હતી પણ બંને વચ્ચે લગ્ન ન થઇ શક્યા. લગ્ન બાદ પણ કરિશ્મા પોતાના પૂર્વ પ્રેમીને ભૂલી ન શકી અને ખોવાયેલી રહેતી હતી. આ વાતની જાણ તેના પરિવારને થતા તેઓએ જાણ્યું કે આખરે શા માટે કરિશ્મા ખુશ નથી. જાણકારી અનુસાર પંકજ પણ તેને ઘણીવાર તેના ઘરે મળવા આવતો અને ફોન પર વાતો પણ થતી હતી.પતિએ કરાવ્યા પત્નીના લગ્ન:

હર વખતની જેમ મંગળવારની રાતે પણ પંકજ કરિશ્મા ને મળવા માટે તેના ઘરે આવ્યો હતો, પણ જાણ થઇ જતા ગામના લોકોએ લોકોએ તેને પકડી કાઢ્યો અને તેની સાથે માર-પીટ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગામમાં પંચાયત પણ બોલાવામાં આવી હતી. ત્યાર બાદ બધાની મંજુરીથી પપ્પુએ નિર્ણય લીધો કે કરિશ્મા તેના પ્રેમી પંકજ સાથે જ ખુશ રહેશે. માટે બધા લોકોની હાજરીમાં તેના પુરા રીત રીવાજ સાથે મંદિરમાં લગ્ન કરવામાં આવ્યા અને ખુશી ખુશી વિદાય કરી દેવામાં આવી.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here