પતિ એ પત્ની ને આપ્યું એવું ગિફ્ટ કે આંખો ભરાઈ આવશે તમારી…

0

જો તારી તબિયત પણ ખરાબ રહે છે એટલા માટે હું વિચારું છું કે પાસે જ હોસ્પિટલ છે અને ત્યાં તારા રહેવા માટે બંદોબસ્ત કરી દઉં. થોડા દિવસો માં તું ઠીક થઈ જા પછી અહીંયા આવી જજે.

વિમલા દેવી ના દીકરા દેવેશ ની વાતો સાંભળી એમને શૂન્ય થી જમીન તરફ જોઈ ધીરે થી મોઢું હલાવી અને હા પાડી દીધી.બીજે દિવસે હંમેશા ની જેમ વહુરાની શોપિંગ માટે નીકળી પડી અને પાછી આવી ને બોલી ચા નાસ્તા નો પ્રબંધ સારી રીતે કરી રાખો એની ફ્રેન્ડસ આવે છે  આજે ઘર માં કીટી પાર્ટી છે.

અહીંયા બધા પાર્ટી માં બીઝી હતા અને ત્યાં વિમલા દેવી ના દમા નું ઇનહેલર પૂરું થઈ ગયું હતું અને તેમને દેવેશ ને કહ્યું પણ નહતું કારણકે હજુ એક અઠવાડિયું થયું હતું એને તેના દીકરા ને ત્યાં રહેવા આવ્યા એને અને લગભગ એક મહિનો જ થયો હતો એમના પતિ ના મૃત્યુ ને. પેહલા એ ગામડે રહેતા હતા. પતિ ના મૃત્યુ બાદ દીકરો એને પોતાની સાથે શહેર લઈ આવ્યો જ્યાં એ તેના પરિવાર સાથે રહેતો હતો.

જ્યારે એનો શ્વાસ ફુલવા લાગ્યો ત્યારે એમણે તેમની વહુ ને અવાજ કર્યો. વહુ ની ફ્રેન્ડસ એ કહ્યું કે જો તારી સાસુ તને બોલાવે છે. ધ્રુતી મોઢા પર ખોટી સ્માઇલ લઈ ને તેની સાસુ ના રૂમ માં  જતા જ ગુસ્સા માં બોલી. જુઓ તમને શહેર વિસે કાંઈ ખબર છે નહીં અહીંયા આવી રીતે ના બોલવાય.

વિમલા દેવી ઉધરસ ખાતી રહી. એમનો શ્વાસ રૂંજાતો હતો.  પણ ધ્રુતી બોલતી રહી કે મને ન બોલાવો જે જોઈતું હોય નોકર પાસે માંગી લો.

આમ કહી એ એ બહાર નીકળી અને તેની ફ્રેન્ડસ સાથે વાતો માં બીઝી થઈ ગઈ. વિમલા દેવી ની હાલાત ગંભીર થઈ રહી હતી , અચાનક એમને કંઈક યાદ આવ્યું. એમને એક બોક્સ ખોલ્યું જેમાં એક જૂનું પર્સ હતું અને તેમાં એક જૂનું અડધું વાપરેલ ઇનહેલર હતું. એમણે જલ્દી ઇનહેલ કર્યું અને તેમની તબિયત સંભળવા લાગી.

પણ એમની આંખો માંથી આંસુ વહેતા હતા. એમના દીકરા અને વહુ ની નિષ્ઠુરતા પર નહીં પણ એમના પતિ ને યાદ કરી ને. એ એજ પર્સ હતું જે એના પતિ એ ગયા વર્ષે એમને ગિફ્ટ તરીકે આપ્યું હતું. અને તેના પતિ એ કહ્યું હતું કે જો તને દમ રોગ છે અને તું  હંમેશા દવા ભૂલી જાય છે, મેં એક ઇનહેલર ની ડબ્બી આમાં રાખી દીધી છે. ક્યારેય ભૂલી જા તો અહીંયા થી લઈ લેજે.

પછી વિમલા દેવી કંઈક બીજું વિચારવા લાગ્યા અને કંઈક યાદ આવ્યું. એમણે પર્સ માં નાનું કાગળ જોયું અને તેમના માં અલગ હિંમત આવવા લાગી. વિમલા દેવી એ પેન કાઢી અને કબાટ માં રાખેલ એક પેપર પણ અને તેના પર કંઈક લખ્યું અને તેમની લાકડી ના સહારે એ રૂમ ની બહાર આવ્યા અને પછી ઘર ની બહાર આવી ગયા.

સાંજે ઘર માં હાહાકાર થતો હતો. દેવેશ અને ધ્રુતી બંને ઝઘડી રહ્યા હતા. કારણ ફક્ત એ નહતું કે વિમલા દેવી ઘર પર નહતા.

ધ્રુતી , સારું થયું તારી મા ચાલ્યી ગઈ , મને તો છેલ્લા એક અઠવાડિયા થી એમ થતું હતું કે હું જેલ માં છું.

દેવેશ , અરે યાર મારે એમની સાઈન લેવી હતી આ મકાન ના કાગળ પર. થોડા દિવસ સહન કરી લે , પછી મેં એમને વૃદ્ધા આશ્રમ ની વાત હોસ્પિટલ ના બહાને કરી જ લીધી હતી. ખબર નહીં ક્યાં ચાલ્યા ગયા. ત્યારે જ દેવેશ ના ફોન માં એક કોલ આવે.

દેવેશ , હા ,કહો.

સામે થી ,સર અમે વૃદ્ધાઆશ્રમ માં થી બોલીએ છીએ.

દેવેશ , પણ તમને મારો નંબર ક્યાં થી મળ્યો ?હું તમને મળવા આવવા નો જ હતો.

સામે થી, નહીં સર ,તમે જેમને અહીંયા મુકવા આવવા ના હતા એ અહીંયા આવી ગયા છે. એમણે કહ્યું છે કે તમે જે કાગળ ની વાત કરો છો એ ત્યાં જ એમના રૂમ ના કબાટ માં છે. અને તેમના પર એમણે સાઈન કરી દીધી છે.
આ કહી તેમને ફોન કટ કરી નાખ્યો.
ફોન રાખી વૃદ્ધાશ્રમ ના પ્રબંધક એ વિમલા દેવી સામે સમ્માન થી જોયું. વિમલા દેવી તેના નવા રૂમ તરફ આગળ વધ્યા અને ત્યાં પહોંચી પલંગ પર બેસી ગયા.

એમણે ફરી એ પર્સ કાઢ્યું અને તેમાં થી પેલો કાગળ નો ટુકડો. જેને એના પતિ એ એમ કહી ને વાંચવા ન દીધું કે હું જ્યારે ન રહું ત્યારે જ વાંચજે. આજે એ જ કાગળ એમને વાંચ્યું જ્યારે એમના પોતાના  જીવન પર વાત આવી. અને તેમને એમ લાગી રહ્યું હતું કે આગળ નું જીવન એ કેમ વિતાવશે.

એ કાગળ પર એક એડ્રેસ અને નંબર લખ્યા હતા જે એમને પતિ ના મિત્ર હતા જે એ જ શહેર માં રહેતા હતા. જેમણે વિમલા દેવી એ ઘર થી નીકળી ને ફોન કર્યો. અને નીચે લખ્યું હતું કે વિમલા તને ક્યારેય એકલી ન સમજતી ,હું રહું કે ન રહું તારે ક્યારેય કોઈ પર નિર્ભર નહીં રહેવું પડે.

આ આપેલ નંબર પર વાત કરી લેજે,મેં એમની પાસે બેંક માં તારી માટે પર્યાપ્ત પૈસા જમા કર્યા છે ,તું જ્યાં પણ જઈશ આ સજ્જન તારી મદદ કરશે. તું ક્યારેય ડરતી નહીં. હંમેશા હિંમત થી કામ લેજે. એવી જ રીતે જેવી રીતે તું મને હિંમત આપતી.

વિમલા દેવી ને યાદ આવવા લાગ્યું કે ઘણી વખત તેને તેના પતિ ને મજાક મજાક માં જ કહ્યું હતું કે મને કંઈક ઉપહાર આપો , મને ક્યારેય ફરવા પણ નથી લઈ જતા હંમેશા તમારા કામ માં જ વ્યસ્ત રહો છો.

અને લગ્ન ના શરૂઆત માં તો સાડી વગેરે લઈ આવતા હવે તો હું જ બજાર માં જઈ અને લઈ આવું છું.

પણ આજે એના પતિ નું આ ઉપહાર ન ફક્ત એમના માં સ્વભિમાન ભરી ગયું હતું ઉપરાંત એમનું હૃદય આ પ્રાર્થના કરવા લાગ્યું હતું કે સંસાર નો દરેક પતિ એની પત્ની ને આવો ઉપહાર અવશ્ય દે.

Author: GujjuRocks Team

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here