પતિ એ ધામધૂમ થી કરાવ્યા પોતાની જ પત્ની ના લગ્ન, કારણ છે એકદમ ચોંકાવનારું….

0

આજે અમે તમને એક એવી ખબર જણાવીશું જેના વિષે જાણીને તમે હેરાન જ રહી જશો. આ ખબર લગ્ન આધારિત છે અને તમે તેને મોટાભાગે ફિલ્મોમાં જરૂર જોયું હશે. આ ખબર ઉત્તર પ્રદેશ ના કાનપુરના સનિંગવા ની છે. તમને જાણીને હેરાની લાગશે કે અહીં એક પતિ એ પોતાની જ પત્ની ના લગ્ન ખુબ ધામધૂમ ની સાથે કરાવ્યા હતા. આ અનોખા લગ્ન માં આસાપાસ ના ગામના લોકો પણ શામિલ થયા હતા. જણાવી દઈએ કે સુજીત એટલે કે ગોલુ નામના છોકરા ના લગ્ન શ્યામ નગરની રહેનારી યુવતી શાંતિ સાથે થયા હતા.પણ લગ્ન ના 15 દિવસ પછી શાંતિ જયારે પોતાના પિયર ગઈ અને જયારે પણ તેનો પતિ એટલે કે ગોલુ તેને ઘરે પાછો બોલાવતો તો તે કોઈને કોઈ બહાનું બનાવી દેતી હતી અને ઘરે આવવા માટે ના કહી દેતી હતી. જો કે ગોલુ ના પરિવારના લોકોના જીદ કરવાથી તેને પાછું આવવું પડ્યું. આ સિવાય ગોલુ એ પણ જોતો હતો કે તેની પત્ની કલાકો સુધી કોઈની સાથે વાતો કરતી રહેતી હતી, પણ તે વ્યક્તિ કોણ હતું તેની જાણ ગોલુ ને ન હતી.
ગોલુ ને પછી એ જાણ થઇ કે તેની પત્ની બીજા કોઈ સાથે નહિ પણ પોતાના જ પ્રેમી સાથે વાતો કરતી હતી. એવામાં ગોલુ એ પોતાની પત્ની ના લગ્ન પ્રેમી સોનુ યાદવ સાથે કરાવી નાખ્યા. લગ્નની તૈયારીઓ પણ ખુબ ધામધૂમ થી કરવામાં આવી હતી. જણાવી દઈએ કે પોતાની જ પત્નીને વિદાઈ કરવાના સમયે ગોલુ ની આંખોમાં ખુશી અને દુઃખ ના આંસુ સ્પષ્ટ દેખાઈ આવતા હતા.જણાવી દઈએ કે શાંતિ અને સોનુ યાદવ ની પ્રેમ કહાની એક મિસ્ડ કોલ થી શરૂ થઇ હતી. પછી ફોન પર વાત કરતા કરતા બંને એ એકબીજાને મળવાનો નિર્ણય કર્યો, અને એકબીજાને મળવા લાગ્યા. એવામાં બંને ને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો. પણ અચાનક થી શાંતિના ઘરના લોકોએ તેના લગ્ન ગોલુ સાથે નક્કી કરી નાખ્યા.
એવામાં શાંતિ આ લગ્નનો ઇન્કાર કરી ના શકી. જો કે તે આ લગ્ન થી ખુશ ન હતી, પણ મજબૂરીને લીધે તેને આ લગ્ન કરવા પડયા હતા. લગ્ન પછી પણ શાંતિ અને સોનુ એકબીજા સાથે વાતો કરતા રહ્યા હતા. એવામાં જ ગોલુને આ વાત ની જાણ થતા બંને ના લગ્ન કરાવી દીધા.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here