ભારતીય ક્રિકેટ ટીમમાં Pathan Brothers ને જેવી સફળતા મળી છે એવી સફળતા ભાગ્યે જ કોઈક ભાઈઓને મળી હશે. ભારતીય ટીમમાં પઠાણ ભાઈઓને ખાસ સફળતા મળી છે. એમણે હંમેશા પોતાના પ્રદર્શનથી ભારતીય ક્રિકેટ ટીમને જીત અપાવી છે.
ભલે ઈરફાન પઠાણે ક્રિકેટ માંથી સન્યાસ લઈ લીધો હોય, પણ એક સમય એવો હતો કે જ્યારે ઈરફાન ભારતીય ક્રિકેટ ટીમના મહત્વપૂર્ણ બોલર હતાં. આમ જ યુસુફ પઠાણ પણ પોતાની બોલિંગ અને બેટિંગથી ટીમને જીત અપાવી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઈરફાન પઠાણ આઈ.પી.એલમાં કોમેન્ટ્રી કરે છે. યુસુફ પઠાણ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ માંથી રમે છે. આવામાં સોશિયલ મીડિયા પર આ બંને ભાઈઓની પત્નીઓની તસવીરો વાયરલ થઈ છે.
ઈરફાન પઠાણની કોણ છે બેગમ ?
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર ઈરફાન પઠાણ ક્રિકેટ માંથી સન્યાસ લીધા બાદ આઇપીએલમાં કોમેન્ટ્રી કરે છે. તમને જણાવી દઈએ કે ઈરફાન એમના સમયમાં સૌથી સારા બોલર રહ્યા છે. એમણે બોલિંગથી તો ભારતને જિત અપાવી છે, પણ બેટિંગથી પણ ઘણીવાર ભારતને જિત અપાવી છે. ઈરફાન પઠાણને ઓલરાઉન્ડર તરીકે પણ ટીમમાં નામ મળ્યું છે. જણાવી દઈએ કે ઈરફાન પઠાણ ભારત તરફથી ઓપનિંગ પણ કરી ચુક્યા છે. ઈરફાને પોતાની પત્નીને બે વર્ષ સુધી ડેટ કરી હતી. ત્યારબાદ એમણે 2016માં લગ્ન કરી લીધા હતાં. ખબરો અનુસાર બન્નેની મુલાકાત 2014માં દુબઈ ખાતે થઈ હતી અને જણાવી દઈએ કે ઇરફાનની પત્ની એક મોડેલ છે.
ઘણા અવસરો પર ઈરફાન પોતાની પત્ની સાથેની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી ચુક્યા છે. આ કારણે તેઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થવું પડ્યું હતું. પઠાણ બ્રધર્સની પત્નીઓની તસવીરો આ સમયે સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ ચુકી છે.
કોણ છે યુસુફ પઠાણની બેગમ ?
ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર યુસુફ પઠાણને ઘણા શાનદાર ક્રિકેટર માનવામાં આવે છે. યુસુફ પઠાણ ફિલ્ડ પર એક્ટિવ રહે છે. પણ તેઓ તેમની પર્સનલ લાઈફમાં ઘણા જ શરમાળ છે. જ્યારે પણ ઈરફાન અને યુસુફ પઠાણની પત્નીઓ દેખાઈ ત્યારે તે હંમેશા બુરખામાં નજર આવી હતી. પણ હમણાં જ બન્ને ક્રિકેટરની પત્નીઓની તસવીરો સામે આવી છે. પઠાણ બ્રધર્સની પત્નીઓની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જ્યાં બીજા ક્રિકેટરોની પત્નીઓ મેદાનમાં આવીને ક્રિકેટ જુએ છે ત્યાં આ ભાઈઓની પત્નીઓ ઘરે બેઠા જ મેચ નિહાળે છે.
તમને જણાવી દઈએ કે યુસુફ પઠાણે 2014માં મુંબઈમાં રહેતી આયેશાથી નિકાહ કર્યા હતાં. આજે એમના બે દીકરા પણ છે. ઘણીવાર યુસુફની પત્ની બુરખામાં નજર આવે છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
