પાતાળ સુધી જતી આ અદ્દભુત ગુફામાં સાક્ષાત બિરાજે છે ભગવાન શિવ, જાણો ક્યાં આવેલી છે આ જગ્યા…..

0

પાતાળ સુધી જતી આ ગુફામાં ભગવાન શિવ બિરાજે છે. જમીનથી લગભગ 120 કિમિ ઊંડાઈ માં ઉપસ્થિત આ ગુફામાં જઈને તમને અદ્દભુત નજારો જોવા મળશે. ઉત્તરાખંડના કુમાઉ માં અલ્મોડા થી શેરાઘાટ થઈને 160 કિમિ ની દુરી પર ગંગોલીહાટ કસ્બામાં ઉપસ્થિત આ ગુફા કોઈ આશ્ચર્ય થી કમ નથી.આ ગુફાઓ માં ચારે યુગોના પ્રતીક રૂપમાં ચાર પથ્થર સ્થાપિત છે. જેમાંનો એક પથ્થર જેને કળિયુગ નું પ્રતીક માનવામાં આવે છે, તે ધીમે-ધીમે ઉપર ઉઠી રહ્યો છે.માનવામાં આવે છે કે જે દિવસે આ કળિયુગનું પ્રતીક પથ્થર દીવાલ સાથે અથડાઈ જાશે, તે દિવસ કળિયુગ નો અંત આવી જાશે.  સાથે જ સ્કંદપુરાણમાં વર્ણન છે કે ખુદ મહાદેવ પાતાળ ભુવનેશ્વર માં બિરાજમાન રહે છે અને અન્ય દેવી-દેવતા તેની સ્તુતિ કરવા માટે અહીં આવે છે.એ પણ કહેવામાં આવે છે કે ત્રેતા યુગમાં અયોધ્યા ના સૂર્યવંશી રાજા ઋતુપર્ણ જ્યારે એક જંગલી હરણનો પીછો કરતા કરતા હતા ત્યારે આ ગુફામાં ચાલ્યા ગયા તો તેમણે આ ગુફાની અંદર મહાદેવ શિવ સહીત 33 કોટી દેવતાઓના સાક્ષાત દર્શન કર્યા હતા. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here