આબુ, પાવાગઢ કે અંબાજી જાવ તો ગાડી ચલાવતી વખતે આ ટિપ્સ ધ્યાનમાં રાખે નહિ તો…

0

ભારતના કાર ડ્રાઈવરો દુનિયાના સૌથી કાર ચલાવવામાં માટેની ઓળખ ધરાવે છે. ઘણી વાર વાહન ચલાવવા માટેના સાવ કોમન નિયમોનો પણ ભંગ કરી ડેટા હોય છે કાર ચલાવવામાં ને ચલાવવામાં. કાર ચલાવવાની તો એટલી બધી ઉતાવળ હોય છે કે જાણે કોઈ યુદ્ધના મેદાનમાં જતાં હોય. જો આવી બધી માનસિકતામાંથી બહાર નથી આવ્યા તો હવે એ સેમી પણ દૂર નથી કે ખરાબ ડ્રાઇવિંગના કારણે સૌથી વધુ જીવ ખોઈ બેસનારમાં દુનિયાના બધા જ દેશોમાં ભારત દેશ સૌથી ટોપ પર હશે.

શહેરી વિસ્તારમાં તો હજી કાર ધીમી ચાલે છે. પરંતુ પહાડી વિસ્તારમાં તો કારની સ્પીડ હોવી જોઈએ તેના કરતાં પણ વધારે રાખીને કાર ચલાવતા હોય છે. જેના કારણે સૌથી વધારે અકસ્માત પહાડી વિસ્તારમાં જ થતાં હોય છે. આજે આ લેખ દ્વારા અમે તમને એવી માહિતી આપવાના છીએ જેનું તમે ધ્યાન રાખીને પહાડી વિસ્તારમાં પણ સેફ ડ્રાઈવ કરી શકો છો.

લોકોને આહાડી વિસ્તારમાં કાર ચલાવતા પહેલા થોડી સતર્કતા અને જાગૃતી આવે તેના માટે અમે આ લેખમાં ધ્યાન રાખવા જેવી બાબતોનું લિસ્ટ બનાવ્યું છે. જેને અનુસરીને તમે આરામથી કાર ચલાવી શકો છો કોઈપણ જોખમ લીધા વગર.

હેન્ડબ્રેકનો ઉપયોગ વધારે કરવો –

મોટા ભાગના લોકો હેન્ડ બ્રેકનો ઉપયોગ પાર્કિંગ સમયે જ કરતાં હોય છે. પરંતુ જો તમે પહાડી વિસ્તારમાં પણ હેન્ડ બ્રેક નો જ કાર ચલાવતી વખતે વધારે કરશો તો તમને જ ફાયદાકારક રહેશે. જોકે ક્લચ અને હેન્ડબ્રેક બંનેનો એકસાથે ઉપયોગ કરવો થોડો અઘરો જરૂર પડશે..પરંતુ તમને આદત પડી જશે એટ્લે મજા આવશે ને એકદમ સરળ રહેશે કાર ચલાવવી.

યોગ્ય ગેરનો ઉપયોગ –

સીધા રસ્તા ઉપર તો તમે ટોપ પર પણ 40 ની સ્પીડે કાર આરામથી ચલાવી શકો છો. પરંતુ જ્યારે પહાડી વિસ્તારની વાત આવે તો સમાન્ય રીતે એક નંબરના ગેર પર જ કાર ચલાવવી જોઈએ. જોઈએ તો જો તમે સામાન્ય ઢોળાવથી નીચે ઉતરી રહ્યા છો તો તમારે કાર 3 જા ગેરમા જ ચલાવવી જોઈએ. કેમકે આમ કરવાથી વધારે ટોક મળે છે ને બ્રેક લગાવવાની જરૂર નથી પડતી. ભૂલથી પણ ન્યુટરલમાં કાર ન ચલાવો. આમ કરવાથી બ્રેક ફેલ થવાની શક્યતા વધી શકે છે. આ સમય દરમ્યાન તમે તમારી ચિંતા કરીને કાર ચલાવો.

વળાક પર રાખો ગિયરનું ધ્યાન –
જો તીવ્ર વળાંક આવે તો તમારે ગીયારનું ધ્યાન રાખવું જોઈએ, આમાં પણ 3 જા ગીયાર માં જ કાર ચલાવો. પરંતુ જો તમારી કાર પેટ્રોલ એન્જિનમાં ચાલતી હોય તો તમારા માટે 2 જો ગીયર જ પરફેક્ટ રહેશે. આમ કરવાથી તમે રોડની કિનાર પર કાર ને જતી અટકાવી શકશો ને અકસ્માતથી બચી શકશો.

ઓવેર ટેકિંગ કરતી વખતે રાખવું આ બાબતનું ધ્યાન –
હાઈવેની જેમ પહાડી પર રોડને દોર સુધી જોઈ શકાતો નથી. માટે જો તમારે ઓવરટેક કરવું છે તો તમારે ખાસ વધારે ધ્યાન રાખવું પડશે. તમારા આગળ જો બીજા વાહનો હોય અને તમારે ઓવરટેક કરવું છે તો આવું રિસ્ક બિલકુલ લેવું નહી. જ્યાં સુધી તમને પૂરો રોડ ન દેખાય.

હોર્નના નિયમનું પાલન કરો –
જો તમે આગળ જવા માંગી છો તો હોર્નનો ઉયપયોગ કરો ..પરંતુ વધારે નહી. કેમકે આગળ ચાલતા વાહનના ડ્રાઈવરને એ વાતનો ખ્યાલ છે કે તમે પાછળ આવી રહ્યા છો. એ તેની જાતે જ તમને સાઈડ આપી દેશે. જે જગ્યાએ વળાંક લેવાના છે ત્યાં અચૂક હોર્નનો ઉપયોગ કરવ જેથી સામે આવનાર વાહનને હોર્નનો અવાજ સાંભલાશે તો ખ્યાલ આવશે કે સામે પણ વાહન આવી રહ્યું છે.

મોટી ગાડીઓને પહેલા ઉપર જવા દેવી –

પહાડી વિસ્તારનો એ નિયમ છે કે મોટી કાર ને સ્ટોપ થવામાં તકલીફ પડતી હોય છે. માટે જ્યારે પણ તમારી પાછળ કોઈ સ્પીડમાં કાર કે બાઇક આવી રહ્યા છે તો એને પહેલા ઉપર જવા દેવા. જેથી કોઈ અકસ્માત ન સર્જાય.

આડેધડ કાર ગમે ત્યાં ઊભી ન રાખવી –
જ્યારે પહાડી પર તમે ચડતા હોય કે ઉતરતા હોય ત્યારે ત્યાં મોટેભાગે સિંગલપટ્ટી રોડ હોય છે. માટે એક મિનિટ માટે પણ ગમે ત્યાં કારને ઊભી રાખવી ન જોઈએ. કેમકે આમ કરવાથી ટ્રાફિક જામ થઈ શકે છે ને બીજા વાહનોને પણ આવવા જવામાં તકલીફ થઈ શકે છે.

ક્યારેય રેસીંગ લાઇન ન બનાવવી –

રોડના સૌથી ખૂણા પર રહેલી લાઇનને રેસીંગ લાઇન પણ કહેવામા આવે છે. અને તેનો ઉપયોગ પણ રેસ ટ્રેક પર કરવામાં આવે છે, કોઈ જાહેર માર્ગ પર નહી. માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આમાં અકસ્માત બનવાની પૂરેપૂરી શક્યતા છે, જો તમે લાઇન તોડી આગળ જશો તો પાછળથી કે સામેથી આવતા વાહનોની ટક્કર લાગી શકે છે.

એકદમ શાંત રહો !! –
તમારું ધ્યાન ગયું હોય તો જ્યારે કોઈ બસ કે ટ્રક એકબીજાની પાસેથી પસાર થાય છે ત્યારે હોર્ન વગાડે છે. આવું કરવાથી ડ્રાઈવર એક બીજાનો આભાર માને છે અને એમ જણાવે છે કે એકબીજાને પસાર થવા દીધા એ માટે આભાર. કાર ડ્રાઈવરોએ પણ ઓવેરટેક કરીને આમ કરવું જોઈએ. આમ કરવાથી બીજાના મોઢા પર પણ તમે મુસ્કુરાહત લાવી શકો છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here