પાર્ટીઓની શાન હની સિંહ કેવી રીતે બની ગયા ‘યો યો’, 18 મહિના સુધી લાપતા રહેવાથી આવી થઇ ગઈ હતી હાલત….

0

પોપ્યુલર રૈપર હની સિંહ પોતાનો 35 મો જન્મ દિવસ સેલીબ્રેટ કરી રહ્યા છે. 15 માર્ચ 1983 માં પંજાબના હોશિયારપૂરમાં હની સિંહ નો જન્મ થયો હતો. તેનું અસલી નામ ‘હિરદેશ સિંહ’ છે પણ જ્યારે તે સ્ટેજ પર પરફોર્મ કરવા લાગ્યા તો પોતાનું નામ ‘યો યો હની સિંહ’ રાખી દીધું હતું. હની સિંહે બોલીવુડમાં પોતાના રૈપથી ખુબ જ ધૂમ મચાવી છે. તેણે પોતાના કેરિયરની શરૂઆત યુ-ટ્યુબ વિડીઓ દ્વારા કરી હતી જેના બાદ તે રાતો રાત ઈન્ટરનેટ સેંસેશન બની ગયા હતા.તેનાબાદ હની સિંહને ઘણા આલબોમમાં કામ કર્યું અને તેના દરેક સોંગ્સ સુપરહિટ સાબિત થયા હતા. જોત જોતામાં હની સિંહ યુવાઓની વચ્ચે પોપ્યુલર બની ગયા. હાની સિંહે ‘લુંગી ડાંસ’, ‘ચાર બોતલ વોડકા’, ‘બ્લુ આઈઝ’ જેવા લોકપ્રિય ગીતો આપ્યા હતા. પણ અચાનક જ તે ઇન્ડસ્ટ્રીથી ગાયબ થઈ ગયા હતા. આજ સમયે તેની માનસિક બીમારીની પણ જાણ થઇ હતી. જો કે હની સિંહે આ માનસિક બીમારીનો અસ્વીકાર કર્યો હતો અને જણાવ્યું કે ,’હું બાયપોલર ડીસઓર્ડર થી પીડિત હતો જેને કીધે લખાવનું અને ગીત ગાવાનું છોડી દીધું હતું. હું દારુ પીવાનો આદી હતો માટે આ બીમારી વધતી જ ગઈ હતી’. જણાવી દઈએ કે આ એક પ્રકારની દિમાગી બીમારી છે જે ડીપ્રેશનની જેમ જ હોય છે. તેમાં ઇન્સાન વધુ ખુશ રહે છે કે પછી ખુબ જ દુઃખી રહે છે.

એવું પણ કહેવામાં આવ્યું હતું કે હની સિંહને ડ્રગ્સ અને નશો કરવાની પણ આદત લાગી ગઈ હતી અને તેને છોડાવવા માટે તે રીહૈબ સેન્ટર માં પોતાનો ઈલાજ કરાવી રહ્યા હતા. સાથે જ હની સિંહની એક તસ્વીર 2014 માં સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ હતી જેમાં તે હોસ્પિટલના બેડ પર જખમી હાલત માં સુતેલા નજરમાં આવી રહ્યા હતા. આ તસવીરની સાથે મેસેજ ફેલાવામાં આવ્યો કે હની સિંહની મૌત થઇ ગી છે પણ તેના બાદ ખુબ હનીએ ટ્વી ટર અકાઉંટ પર જાણકારી આપી કે આ વાતો એકદમ અફ્કાહ છે. આ તસવીર તેના એક ગીતની હતી.

સાથે જ એ પણ ચર્ચા થઇ રહી હતી કે એક ઇવેન્ટ દૌરાન બોલીવુડના કિંગ શાહરૂખ ખાને તેને થપ્પડ મારી દીધી હતી. તેના બાદ હની સિંહની પત્નીએ તે કહ્યું હતું કે આ વાતમાં કોઈજ હકીકત નથી. જવાબ આપતા હનીની પત્ની શાલિનીએ જણાવ્યું કે,’ શાહરૂખ ખાન તેને થપ્પડ શા માટે મારે? એ વાત તો બધા જાણે જ છે કે હની શાહરૂખની કેટલી ઈજ્જત કરે છે અને શાહરૂખ પણ હનીને એક નાના ભાઈ ની જેમ જ માને છે. તેણે કહ્યું કે શાહરૂખે તો અમારી મદદ અને અમારો સાથ આપ્યો હતો.    

આગળના ઘણા દિવસોથી હની સિંહ ગાયબ હતા પણ હાલ માં જ તેણે ફિલ્મ ‘સોનું કી ટીટુ કી સ્વીટી’ સાથે વાપસી કરી છે. હની સિંહે ‘દિલ ચોરી સાડ્ડા હો ગયા’ ગીત થી ફરી એકવાર વાપસી કરી છે. હની સિંહ ના આ ગીતને આજકાલ ખુબ જ પસંદ કરાવામાં આવી રહ્યું છે. હની સિંહ જલ્દી જ પોતાના ફેંસ માટે એક નવું સોંગ લઈને આવી રહ્યા છે.

Story Author: ગૌરવ ખત્રી

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.