પાર્ટીમાં જોતાજ આ યુવતી પર થંભી ગઈ આ સ્ટાર ક્રિકેટરની નજર, 4 વર્ષના ડેટિંગ બાદ કર્યા લગ્ન..

0

પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ભારતીય ટીમ માટે ઘણી યાદગાર પારીઓ ખેલી છે, એક જમાનામાં તો કૈફ અને યુવરાજ સિંહની જોડીની લોકોને ખુબ પસંદ હતી, કૈફ પોતાની શાનદાર ફિલ્ડીંગ માટે જાણીતા હતા, ભલે તે હાલ ટીમ ઇન્ડીયાની બહાર હોય, પણ આજે પણ લોકો તેની ફિલ્ડીંગની મિસાલ આપે છે, તેઓએ ઘણીવાર મુશ્કિલ કૈચ પકડીને અને રન આઉટ કરીને મૈચનો રુખ બદલી નાખ્યો હતો. પણ આજે અમે કૈફની ક્રિકેટ નહિ પણ પર્શનલ લાઈફની વાત કરીશું, શું તમને ખબર છે કે આ ક્રિકેટરની પત્નીનું નામ શું છે?

2011 માં લગ્ન:

ટીમ ઇન્ડીયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે 26 માર્ચ 2011 માં પૂજા યાદવ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા, કૈફની પત્ની દેખાવમાં ખુબજ આકર્ષક છે, પણ તે લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે. પૂજા વ્યવસાયથી એક પત્રકાર હતી અને નોએડા સ્થિત એક ન્યુઝ ચૈનલમાં નોકરી કરતી હતી, જો કે લગ્ન બાદ તેણે આ નોકરી છોડી દીધી હતી.

ચાર વર્ષ સુધી કરી ડેટ:

મોહમ્મદ કૈફ અને પૂજા યાદવે લગભગ ચાર વર્ષ સુધી એક-બીજા સાથે ડેટ કરી હતી, જો કે બંનેએ ક્યારેય પણ આ વાતની જાણકારી કોઈને પણ લાગવા દીધી ન હતી, પછી જ્યારે બંનેએ 2011 માં લગ્ન કર્યા, ત્યારે લોકોને એ વાતની જાણકારી થઇ કે બંને 4 વર્ષથી ડેટ કરી રહ્યા હતા.

લવ સ્ટોરી:

કૈફ અને પૂજાની લવ સ્ટોરીની શરૂઆત તેમના કોમન ફ્રેન્ડને લીધે થઇ હતી, એક પાર્ટીમાં ટીમ ઇન્ડીયાનાં પૂર્વ બલ્લેબાજને તેમના એક મિત્રએ પૂજાને મળાવી હતી, કૈફ પૂજાની સુંદરતા પર લટ્ટુ થઇ ગયા હતા અને તેની સાથે તરત જ દોસ્તી કરી લીધી હતી. બાદમાં બંનેનું મળવાનું શરુ થઇ ગયું, જોત જોતામાં આ દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ, અને બંન્નેએ લગ્ન કરી લીધા હતા.

2002 થી 2006 સુધી ટીમ ઇન્ડીયા માટે રમ્યા:

મોહમ્મદ કૈફ ઇન્ટરનેશનલ ક્રિકેટથી દુર છે, પણ આજે પણ તે ઘરેલું ક્રિકેટમાં સક્રિય છે. એક સમયના યુપી રણજી ટીમના કપ્તાન હવે છત્તીસગઢ માટે રમે છે, તેમણે વર્ષ 2002 થી 2006 સુધી ભારતીય ટીમ માટે રમ્યા હતા, તેમણે પોતાનો છેલ્લો ઇન્ટરનેશનલ મૈચ દક્ષીણ આફ્રિકાનો ખિતાબ 29 ડીસેમ્બર 2006એ ખેલ્યો હતો.

દીકરાનો વિડીયો વાઈરલ:

અમુક દિવસો પહેલા જ મોહમ્મદ કૈફના દીકરાનો એક વિડીયો વાઈરલ થયો હતો, જેમાં જુનિયર કૈફ બોલીંગ મશીનની સામે બલ્લેબાજી કરતા નજરમાં આવી રહ્યા છે. તે કવર ડ્રાઈવ લગાવાની કોશીસ કરી રહ્યા છે, આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો હતો, ઘણા ક્રિકેટ દિગ્ગજોએ આ વિડીયો જોઇને કૈફના દીકરાના વખાણ કર્યા હતા.

સચિને કર્યા વખાણ:

માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંદુલકરે પણ કૈફનાં દીકરાના આ વિડીયોને શેઈર કર્યો હતો, સાથે જ તેઓએ લખ્યું કે જુનિયર કૈફે ખુબ સારું રમ્યું છે, ખુબજ લાજવાબ કવર ડ્રાઈવ શોટ લગાવ્યું, હંમેશા આવો જ પર્ફોર્મેન્સ આપતો રહેજે. સચિન તેંદુલકરની આ કમેન્ટ્સ સાંભળીને મોહમ્મદ કૈફ પણ ગદગદ થઇ ગયા હશે.

પોપ્યુલર ગેમિંગ ડેસ્ટીનેશન:

કહેવામાં આવે છે કે મોહમ્મદ કૈફનાં દીકરાનો જે વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે, તે પોપ્યુલર ગેમિંગ ડેસ્ટીનેશન સ્મૈશનો છે, તેમાં કૈફનો દીકરો બોલિંગ મશીનનો સામનો કરી રહ્યો છે, તે દિલ ખોલીને પોતાનો શોટ રમી રહ્યો છે, જેના લોકો ખુબ વખાણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક્ટીવ:

ભલે કૈફ ઇન્ટરનેશનલ ક્રિકેટથી દુર હોય, પણ તે મોટાભાગે ટ્વીટને લીધે સુર્ખીઓમાં રહેતા હોય છે, તમને જણાવી દઈએ કે ઇન્ટર નેશનલ ક્રિકેટથી દુર થયા બાદ કૈફે રાજનીતિ પણ ખેલી હતી. તેઓએ 2014 લોકસભા ચુનાવમાં કોંગ્રેસની ટીકીટ પર ઇલાહાબાદના ફૂલપુરથી લોકસભા ચુનાવ પણ લડ્યો હતો, પણ તે આ ચુનાવ હારી ગયા હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!