કેમ છો મિત્રો? આજે હું પહેલા તમને એક સવાલ કરવા માંગું છું જો તમને ક્યાંક રસ્તા પર એક પર્સ મળે જેમાં ઘણાબધા રૂપિયા હોય અને કિમતી સામાન હોય તો તમારા મનમાં પહેલા શું વિચાર આવે? અને તેમાં પણ જો તમારી પરીસ્થિતિ બહુ દયનીય એટલે કે પૈસાની ખુબ જરૂરત હોય તો તમે શું કરો એ પર્સનું.
એક જવાબમાં મળે કે તમે એ પર્સ રાખી લેશો અને તમારી જરૂરિયાતો પૂરી કરશો, બીજો વિચાર એવો આવે કે તમે તમારા જોઈતા પૈસા રાખીને બાકીની વસ્તુ જેની છે તેને પરત કરશો અને ત્રીજો વિચાર આવે કે તમે ઈમાનદારી બતાવશો અને એ પર્સ ખોલશો પણ નહિ અને જેનું છે તેમને જલ્દીથી જલ્દી પરત કરશો. આ તો થઇ એક વાત પણ આજે અમે તમને એક સાચો કિસ્સો જણાવવાના છીએ જે ખરેખર બન્યો છે.
આ બનાવ બન્યો છે ઇંગ્લેન્ડમાં એક રાત્રે કોઈ એક રસ્તા પરથી એક બેઘર વ્યક્તિ એ જતો હતો કે તેને અચાનક રસ્તા પર એક ખુબ કિમતી પર્સ મળે છે. તે વ્યક્તિ જોવે છે કે પર્સમાં ખુબ પૈસા છે અને થોડો કિમતી સામાન પણ છે. આ વ્યક્તિને પોતાને પૈસાની ખુબ જરૂરત હોય છે એટલે સુધી કે તેની પાસે રહેવા માટે ઘર પણ નથી તે રસ્તા પર આમથી તેમ ફરીને પોતાનું જીવન પસાર કરતો હોય છે. પણ જે યુવતીનું એ પર્સ હોય છે એ યુવતી એ રાત્રે પાર્ટી કરવા માટે મિત્રો સાથે ગઈ હોય છે અને રસ્તાઅ ક્યાંક તેનું પર્સ પડી જાય છે.
એ બેઘર વ્યક્તિએ આખરે નિર્ણય કર્યો કે તે જે પણ યુવતીનું પર્સ છે તેને પરત આપશે, આમ વિચારીને તે પર્સમાંથી મળેલ ડ્રાઈવીંગ લાયસન્સની મદદથી બધે સરનામું પૂછીને આખરે એ યુવતી પાસે પહોચે છે અને તેને તેનું પર્સ પરત કરે છે. આ બેઘર વ્યક્તિનું નામ પોલ કાલ્ડરબેંક છે અને જે યુવતીનું પર્સ ખોવાઈ ગયું હતું તેનું નામ ડેઝી ઓવેન છે. પોલે પહેલા તેને મળેલ પર્સમાંથી ફોન કાઢ્યો અને તેને ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તે ફોન ખુલ્યો નહિ અને પછી તેણે લાયસન્સની મદદથી તે યુવતીનું સરનામું શોધ્યું અને પછી પહોચી જાય છે. અને જે પર્સ તેને મળ્યું હતું એ પરત કરે છે.
પહેલા તો એ વ્યક્તિ એ પર્સને પોતાની પાસે રાખવાથી ડરતો હતો. કારણકે આ વ્યક્તિએ વિચારે છે કે જો તે પર્સ એ ત=પોતાની પાસે રાખશે તો ઘણા લોકો અને પોલીસ અધિકારીઓ [અન એવું જ સમજશે કે તે ચોર છે અને તેણે જ પર્સ ચોર્યું હશે એટલે તે વ્યક્તિ એ સૌથી પહેલા એક ચિઠ્ઠી લખીને એ પર્સ પર ચોટાડી દે છે જેથી કોઈ તેની પર શક ના કરે. એ ચિઠ્ઠીમાં તે વ્યક્તિ લખે છે કે એ પર્સ એ તેને ક્યારે અને કેવીરીતે મળે છે વગેરે જેવી માહિતી લખે છે અને પછી અનેક રસ્તાઓ પર ફરતા ફરતા અને અનેક લોકોને પૂછીને તે સાચા સરનામે પહોચે છે અને તે યુવતીને તેનું પર્સ પરત કરે છે.
એવું નથી કે તેણે પર્સ પરત કર્યું એટલે વાત ત્યાં જ પૂરી થઇ ગઈ જયારે તે યુવતીને ખબર પડી કે તે વ્યક્તિ પાસે રહેવા માટે ઘર પણ નથી ત્યારે તેણે સૌથી પહેલા એ વ્યક્તિ માટે રહેવાની વ્યવસ્થા કરવાની શરૂઆત કરી આના માટે તેણે પહેલા ગો ફંડ નામનું એકાઉન્ટ ખોલ્યું જેમાં તેને ૩ લાખ રૂપિયા જેટલું ફંડ મળ્યું અને તેમાંથી તેણે એ વ્યક્તિ માટે હોસ્ટેલમાં રહેવાની સુવિધા કરાવી અને પછી તે વ્યક્તિને બેઘર માંથી મકાનમાલિક બનાવી દીધો. આને કહેવાય ઈમાનદારીનું સાચું ફળ. તો કોમેન્ટમાં જણાવજો જરૂર કે જો તમને આમ પર્સ કે પૈસા મળે તો શું કરો અથવા તમારા ખોવાઈ ગયેલ પૈસા કોઈ પરત આપે તો તમે તે વ્યક્તિ માટે શું કરો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
