છેલ્લાં 75 વર્ષથી સાધારણ લોકોને પોસાય એવા ભાવથી બિસ્કિટ વેચતી Parle-G બિસ્કિટ સાથે જોડાયેલી 10 વાતો જાણો અને શેર કરો !!

0

ભારતનું ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં પારલે જીનું બિસ્કીટનું પેકેટ ઘરમાં નહી આવતું હોય. તમારા માંથી એવા પણ ઘણા લોકો હશે જેમની ચાની ચૂસકી પાર્લે બિસ્કિટ વગર અધૂરી હશે. ખૂબ સસ્તા અને ટેસ્ટી આ બિસ્કિટ આખા ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે.
1. વારંવાર આ બિસ્કિટના પેકેટ પર છાપેલ બાળકીના ફોટા વિશે ચર્ચા થાય છે કે આખરે આ બાળકી કોણ છે? થોડા દિવસ પહેલા તેને નીરુ દેશપાંડેના બાળપણનો ફોટો જણાવાયો હતો. પરંતુ મિત્રો આ ફોટો કોઈ મોડલ કે સેલિબ્રિટીનો નથી પરંતુ એક એનીમેટેડ ચિત્ર છે જેને 1779 માં બનાવવામાં આવ્યું હતું.

2. પારલે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવેલ પાર્લે-જી અથવા પાર્લે ગ્લુકોઝ બિસ્કૂટ ભારતના સૌથી વધુ લોકપ્રિય બિસ્કટોમાંથી એક છે. પાર્લે-જી સૌથી જૂની બ્રાન્ડ નામોમાંથી એક છે સાથે-સાથે ભારતમાં સૌથી વધુ વેચાતી બિસ્કિટ બ્રાન્ડ પણ છે.
3. કંપનીનો નારો છે જીનો અર્થ જીનિયસ (પ્રતિભાશાળી). પારલે જી” નામ ઉપનગરીય રેલ વિલે પાર્લે પરથી લેવામાં આવ્યું છે. જે સ્વયં એક જૂના ગામ પર આધાર રાખે છે.

4. વીકીપીડિયા અનુસાર, નીલસન સર્વેક્ષણ માને છે કે પારલે જી વિશ્વમાં સૌથી વધુ વેચાણ કરનાર બિસ્કૂટ છે. ભારતના ગ્લુકોઝ બિસ્કટ શ્રેણીના 70% બજાર પર તેનો કબજો છે, તેના પછી નંબર આવે છે બ્રિટાનિયાના ટાઈગર (17-18%) અને આઇટીસીના સનફિસ્ટ (8-9%) નો.
5. 1929 માં ભારત જ્યારે બ્રિટિશ શાસન હેઠળ હતું ત્યારે પાર્લે જી પાર્લે પ્રોડક્ટ્સ નામક એક નાની કંપનીનું નિર્માણ થયું હતું મુંબઈના ઉપનગર વિલે પારલે જી (પૂર્વ) માં મીઠાઈઓ અને ટૉફી (જેમ કે મેલોડી, કાચો માન્ગો બાઇટ વગેરે) નું ઉત્પાદન માટે એક નાના મકાનમાં તેની સ્થાપના કરવામાં આવી. એક દાયકા પછી ત્યાં બીસ્કુટનું ઉત્પાદન પણ શરૂ થયું, જે પછી આગળ જતાં ભારતની સૌથી મોટી ફૂડ પ્રોડક્ટ્સ કંપનીઓમાની એક બની ગઈ.
6. આજે પારલે જી બિસ્કૂટ 4 રૂપિયાથી લઇને 50 રૂપિયા સુધીમાં આવે છે, પરંતુ સૌથી વધુ વેચનારા પેકેટ 4 રૂપિયામાં જ છે.

7. પાર્લે કંપની અને ઘણી બધી ચીજો બનાવે છે જેમ કે સૉસ, ટોફી, કેક, પરંતુ આ બધા જ માર્કેટમાં બિસ્કિટ આગળ ફેલ થયા છે.

8. પારલે જી બિસ્કિટને સમાજના દરેક વર્ગ કે તે ગરીબ હોય અથવા કરોડપતિ, ચાહે બાળક હો અથવા વૃદ્ધ, દરેક લોકો ખાય છે. ખાતું હોય.

9. 2009-10 ના આંકડા પર ધ્યાન આપીએ તો પારલે-જીનું વેચાણ વિશ્વનું ચોથું સૌથી મોટું બિસ્કિટ વેચતી બ્રાન્ડ છે. તેના ગ્રાહકોની સંખ્યા ચીનની વસ્તી કરતાં પણ વધારે છે.
10. ભારત બહાર પારલે-જી યુરોપ, બ્રિટન, અમેરિકા, કેનેડા, વગેરે સ્થળે પણ ઉપલબ્ધ છે. પારલેજી એક જ એવા બિસ્કિટ છે જે ગામડેથી લઈને શહેર બધી જ જગ્યાએ એક જ ભાવે વેચાય છે. અને બંને જગ્યાએ તેની લોકપ્રિયતા પણ એક સમાન છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here