પરિવારની મંજુરી ના હોવા છતાં યુવતીએ કર્યું અનોખું કામ, જાણો કેમ ચા વેચી રહી છે…લોકોને દાઢે વળગી ‘ચા’

0

આજે એવું કોઈ કામ નથી રહ્યું જે કોઈ યુવતી ના કરી શકે આજે ઘરમાં જયારે કોઈ મુસીબત આવે છે ત્યારે એક સ્ત્રી એ પોતાના બનતા દરેક પ્રયત્ન કરી છૂટે છે. સ્ત્રીએ આજે કોઈપણ પ્રકારનું કામ કરી શકે છે એકપણ કામ એવું નથી જે તેની ક્ષમતામાં ના હોય. તમે તમારા ઘરની યુવતીઓને અને સ્ત્રીઓને ઘરના રસોડામાં તો ચા બનાવતા જોઈ હશે પણ શું તમે કોઈ ચાની કીટલી પર ચા બનાવતા જોઈ છે?

હા આ વાત સાચી કરી બતાવી છે આપણા રંગીલા રાજકોટની એક યુવતીએ. તેના પરિવારે તે યુવતીને આ કામ કરવાની મનાઈ કરી હતી પણ તે માનતી નથી અને પોતાની એક ચાની કીટલી ખોલે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ જગ્યાએ તે યુવતી એ માટીના કોડિયામાં ચા પીરસે છે. આ યુવતીએ સૌથી પહેલા અડધા લીટર દૂધમાંથી ચા બનાવવાની શરૂઆત કરી હતી જયારે આજે તે પાંચ લીટર દૂધની પણ ચા બનાવે છે તો પણ વેચાઈ જાય છે.

દશેરાના સારા દિવસથી જ તેણે પોતાની આ ચાની કિટલીની શરૂઆત કરી હતી, આ યુવતીનું નામ એ રુખસાના હુસેન છે. આજે તેની આ ચાની કીટલી એ રાજકોટમાં હેમુ ગઢવી હોલ પાસે આવેલ છે. અવનવી અને પહેલી યુવતી દ્વારા ચલાવવમાં આવતી આ કીટલીની નામના એ બહુ જડપથી દુર દુર સુધી ફેલાવવા લાગી. બહુ જ ઓછા સમયમાં રુખસાનની આ કીટલી એ બહુ ફેમસ થઇ ગઈ હતી. ચાયવાલી નામથી તેણે પોતાની આ કીટલીની શરૂઆત કરી છે. જે પણ લોકો આ ચાયવાલીના ત્યાં ચા પીવે છે તેઓ જાતે જ સોશિયલ મીડિયામાં તેની પબ્લીસીટી પણ કરે છે.

રૂખસાર એ પોતાની કીટલી પર માટીના કોડિયામાં ચા તો આપે જ છે પણ તેની સાથે તે થોડા પિત્તળના વાસણોનો પણ ઉપયોગ કરે છે. તેની ચામાં તે પોતાનો એક સિક્રેટ મસાલો વાપરે છે જેનાથી આ સ્પેશીયલ ચા એ બહુ જડપથી લોકોમાં ફેમસ થઇ રહી છે. ધીરે ધીરે રાજકોટમાં આ ચાયવાલી છોરી એ પોતાની ચા નો જાદુ ચલાવી રહી છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ રુખસાના એ બાર પાસ કર્યા પછી સબ રજીસ્ટરની કચેરીમાં તે કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતી હતી એ તેણે છોડી દીધી હતી. સામાન્ય રીતે જ કોઈપણ ઘરમાં યુવતીને બહુ નાની જ ઉમરે અમુક પ્રકારના કામ શીખવાડી દેવામાં આવતા હોય છે એવી જ રીતે રૂખસાર પણ નાની ઉમરથી જ ઘરમાં ચા બનાવતી હતી અને તેના હાથથી બનેલી ચા એ બધાને બહુ પસંદ આવતી હતી. બધાલોકોના વખાણ સાંભળીને જ તેને એક દિવસ એ બહુ મોટી ચાની રેસ્ટોરન્ટ ખોલવાનો વિચાર આવ્યો હતો. બહુ પહેલા જ તેને આ વિચાર આવ્યો હતો પણ ઘરની પરિસ્થિતિ સારી ના હોવાના લીધે તે શક્ય નહોતું બન્યું.

રૂખસાર જણાવે છે કે જયારે મારા આ નિર્ણય અંગે મેં પરિવારને જાણ કરી ત્યારે બધાએ મને બહુ સમજાવી હતી કે યુવતી થઈને આવીરીતે ચાની લારી ના કરાયા અને બીજું ઘણું બધું કહ્યું હતું, પણ આજે જયારે હું મારી કીટલી સારી રીતે ચલાવી રહી છું અને લોકો મને ચાયવાલી કહીને ઓળખી રહ્યા છે ત્યારે મારા ઘરના બધા લોકો બહુ ખુશ થઇ ગયા હતા અને બધાને આ વાત હવે પસંદ આવી રહી છે. આજે બધા મારા એ નિર્ણયની પ્રશંસા કરી રહ્ય છે.

આજકાલ તો ઘણી બધી યુવતીઓ અને સ્ત્રીઓ આવા ઘણા કામ કરતી હોય છે તમે ક્યાંક જશો અમદાવાદમાં તો તમે કોઈ પરાઠા કે ઢોસાની ફૂડવાનમાં મહિલાને જોવો તો એ બહુ સામાન્ય વાત છે પણ ચાની કીટલી ખોલવી અને એ પણ આટલા ટૂંકા સમયમાં આટલું બધું ફેમસ થઇ જવું એ ખરેખર અદ્ભુત વાત છે. રૂખસાર એ પોતાના આ કામને બહુ આગળ લઇ જવા માંગે છે. તે દરેક યુવતી અને સ્ત્રી માટે એક ઉદાહરણ બનવા માંગે છે. તે જણાવે છે કે સપના હંમેશા પુરા કરો તેને જીવો. હવે તમને જણાવીએ રૂખસાર ચાયવાલીની ચાનું એક સિક્રેટ.

કોઈપણ વ્યક્તિ આ ચા લેવા જશે અને પાર્સલ માંગશે તો તેને મળશે નહિ કારણકે એ ચા એ તેની બનાવવાની ટેકનીક થોડી અલગ છે. માટીની કુલડીને ગરમ કરે છે પછી તે કુલ્ડીને એક પિત્તળના વાસણમાં મુકવામાં આવે છે પછી જયારે તે કુલડીમાં ચા નાખવામાં આવે તો કુલડી ગરમ હોવાના લીધે ચા ઉભરાય છે અને પિત્તળના વાસણમાં જમા થાય છે. પછી આ ચા એ તમને અલગ કુલડીમાં આપવામાં આવે છે તમે એ ચા ત્યાં જઈને પીશો તો અને તો જ આ માટીની સુગંધ વાળી સ્પેશીયલ ચા પી શકશો. જો તમે લીધી છે આ ટી સ્ટોલની મુલાકાત તો શેર કરો વિગતો અને ફોટો કોમેન્ટ બોક્સમાં.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here