પરિણીતા અને હાર્દિક પંડયા વચ્ચે ચાલી રહ્યું છે અફેર? પરિણીતા એ ખોલ્યું રહસ્ય..

પરિણીતી ચોપડાને પગમાં શું થયું?

હાર્દિક પંડ્યાને ડેટ કરી રહી હોવાની વાત પરિણીતીએ કહ્યું આવું

પરિણીતી ચોપડાને પગમાં શું થયું?

પરિણીતી ચોપડા ગઈ કાલે અંધેરીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં જોવા મળી હતી. પગમાં ઈજા થઈ હોવાથી આ ઇવેન્ટમાં તેને ચાલવામાં તકલીફ પડી રહી હતી. તેના પગમાં બૅન્ડેજ પણ દેખાઈ રહ્યું હતું. પગમાં વાગ્યું હોવાથી પરિણીતી હીલને બદલે ફ્લૅટ ચંપલ પહેરીને આવી હતી. તસવીર : સમીર માર્કન્ડે

પરિણીતી ચોપડા અને ક્રિકેટર હાર્દિક પંડ્યા એકમેકને ડેટ કરી રહ્યાં હોવાની વાતને પરિણીતીએ ફગાવી દીધી છે. પરિણીતીએ ટ્વિટર પર એક ટ્વીટ કર્યું હતું કે ‘મારા પાર્ટનર સાથે પર્ફેક્ટ ટ્રિપ પર જઈ રહી છું. લવ ઇઝ ઇન ધ ઍર.’

પરિણીતીની આ ટ્વીટનો હાર્દિક પંડ્યાએ જવાબ આપ્યો હતો, ‘શું હું આ કોણ છે એ ગેસ કરી શકું? મને લાગે છે કે ફરી બૉલીવુડ અને ક્રિકેટ વચ્ચેની આ જોડી છે.’

આ ટ્વીટને કારણે તેઓ એકમેકને ડેટ કરી રહ્યાં છે એવી ચર્ચા ચાલી રહી છે. જોકે પરિણીતીએ જણાવ્યું હતું કે હું એક મોબાઇલની બ્રૅન્ડનું પ્રમોશન કરી રહી હતી. તેણે તેના મોબાઇલને તેનો પર્ફેક્ટ પાર્ટનર ગણાવ્યો હતો એથી હાર્દિક અને પરિણીતીની વાતનો ત્યાં જ અંત આવી ગયો.
પરિણીતી ચોપડા સાથે ફરી કામ કરવા માટે નર્વસ છે અર્જુન કપૂર

પરિણીતી ચોપડા સાથે ફરી કામ કરવા માટે અર્જુન કપૂર ખૂબ નર્વસ છે. બન્નેએ ૨૦૧૨માં આવેલી ‘ઇશકઝાદે’માં કામ કર્યું હતું અને તેઓ ફરી ‘સંદીપ ઔર પિન્કી ફરાર’માં સાથે કામ કરી રહ્યાં છે. આ વિશે પૂછતાં અર્જુન કહે છે કે ‘અમે બન્ને આ ફિલ્મ માટે ઉત્સાહી છીએ. ‘ઇશકઝાદે’ બાદ અમે બન્ને એકબીજાના ટચમાં છીએ, પરંતુ અમે સાથે કામ નથી કર્યું. અમે એ ફિલ્મ પછી એક ઍડમાં સાથે કામ કર્યું હતું. અમે બન્ને એકબીજા સાથે કમ્ફર્ટેબલ છીએ છતાં તેની સાથે કામ કરવા માટે હું નર્વસ છું.’

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!