પક્ષપાત થવાના કારણો અને લક્ષણો, પક્ષપાતમાં શું કરવું જોઈએ – વાંચો માહિતી

0

પ્રકોપ પામેલો વાયુ શરીરના કોઈપણ ભાગમાં વધારે જેમકે જમણો અર્ધ ભાગ, ડાબો અર્ધ ભાગ અથવા કોઈ વિશેષ ભાગની કાર્ય કરવાની શક્તિ અથવા ચેતનાનો નાશ થાય છે. જેનાથ તે ભાગ અથવા કોઈ વિશેષ ભાગની કાર્ય કરવાની શક્તિ અથવા ચેતનાનો નાશ થાય છે. જેનાથી તે ભાગમાં પીડા અને કાર્ય કરવાની શક્તિનો ક્ષય થાય છે.

પક્ષપાત થવાના કારણો :

 • ૧) આરોગ્ય આહાર વિહાર જેમકે અત્યંત ભારે ભોજન, વ્યાયામનો પૂર્ણ અભાવ વગેરે
 • ૨) અતિશય ચિંતા, શોક, ગુસ્સો કરવાથી
 • ૩) ઊચું રક્ત દબાણ
 • ૪) માથાની અંદર રક્તસ્ત્રાવ થવો.
 • ૫) માથા ગાંઠ થવાથી કે માથામાં ઇજા થવાથી
 • ૬) લોહી જાદુ થવાથી

પક્ષપાતના લક્ષણો :

 • ૧) અસર પામેલા ભાગ દ્વારા કાર્ય કરવામાં અસમર્થતા
 • ૨) પ્રભાવિત અંગમાં શૂન્યતા તથા પીડા થવી
 • ૩) ખાવા પીવા તથા જમવામાં મુશ્કેલી
 • ૪) મળ-મૂત્રના વેગને રોકી ન શકવો
 • ૫) અસર પામેલા ભાગના વિપરીત દિશામાં મોઢનો વળાંક વગેરે
 • ૬) અસર પામેલા ભાગના સ્ન્યયુઓ શુષ્ક થઈ જવા વગેરે

પક્ષપાતમાં શું કરવું જોઈએ :

 • ૧) સપ્રમાણ, પાચન યોગ્ય અને સંતુલિત ખોરાકનું સેવન કરવું.
 • ૨) ડુંગળી, લસણ, આદું, મૂળા, કોળું, મગ નિયમિત રૂપથી ભોજનમાં સમાવેશ કરવો.
 • ૩) દાડમ, કેરી દ્રાક્ષ વગેરે ફળોનું સેવન કરવું, ફિજીયોથેરાપી કરવો.
 • ૪) નિયમિત રૂપથી યોગ, ધ્યાન, આસન, પ્રાણાયામ કરવું અત્યંત લાભદાયી છે.
 • ૫) આયુર્વેદિક ડોક્ટરની સલાહ મુજબ નિયમિત પંચકર્મ કરવું.
 • ૬) પ્રભાવિત અંગોને વધારેમાં વધારે ચલાવવાના પ્રયત્નો કરવા.

૭) બ્લડ પ્રેશર અને મધુપ્રેહથી પીડિત દર્દીને બ્લડ પ્રેશર અને લોહીમાં સુગરના પ્રમાણ ને નિયંત્રિત રાખો અને સમયે સમયે બ્લડ પ્રેશર, લોહીમાં સુગર અને કોલેસ્ટ્ર્રોલની તપાસ અવશ્ય કરાવો.

ધરા સંજયકુમાર ત્રિવેદી, સુરેન્દ્રનગર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here