પાણી-પુરી ખાતી વખતે ભૂલ થી પણ આ ભૂલ ન કરતા, નહિ તો મૃત્યુ થઇ શકે છે…. તમે પણ રાખજો તકેદારી

0

શું તમે જાણો છો પાણી પુરી ખાવાથી થઈ શકે છે મૃત્યુ, હા તમે સાચું વાંચી રહ્યા છો. આજે અમે તમને જણાવીશું કે કેવીરીતે પાણીપુરી બની શકે છે ખતરનાક. તમને જાણીને નવાઈ લાગશે પણ કાનપુરમાં એક વ્યક્તિનું મૃત્યુ એ ખોટી રીતે પાણીપુરી ખાવાથી થઈ હતી. ડૉક્ટરનું કહેવું છે કે પુરી ગાળામાં ફસાઈ ગઈ અને શ્વાસનળી જામ થઈ ગઈ જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તેમનું મૃત્યુ થઈ ગયું.

એક્સપર્ટ ડોક્ટર નું કહેવું છે કે પાણીપુરી એ ગાળામાં ફસાઈ ગઈ અને તેનું પાણી પેટમાં જવાના બદલે ફેફસાઓ માં ચાલ્યું ગયું. પાણી ફેફસામાં જવાના કારણે દર્દી ને એટેક આવી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. આની સાથે બીજું કારણ એ ગળામાં ખરાબી હોવી એ પણ હોઈ શકે છે.

આની સાથે જ બીજું એક કારણ દર્દીનું ગળું ખરાબ થવા પાછળ એ પણ હોઈ શકે છે જેમ કે ખાટું અને તીખું ખાવાનું ખાવાથી ગળું એ સુપર સેન્સેટીવ થઇ ને ચોક થઇ જાય છે અને તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને દર્દીનું મૃત્યુ થઇ ગયું હોય.

પાણીપુરી ખાતા સમયે ક્યારેય ના કરશો આ ભૂલ,

ઈએનટી સ્પેશિયલિસ્ટ ડૉ. સિસોદિયા જણાવે છે કે પાણી પૂરી ખાતી વખતે અમુક લોકો બહુ જલ્દી જલ્દી પાણી પૂરી ખાતા હોય છે, જલ્દી જલ્દી ખાવામાં તેમને એક અનેરો આનંદ મળતો હોય છે. પણ ક્યારેક આ આનંદ એ જીવલેણ સાબિત થઇ શકે છે. આવામાં પાણીપુરીનું પાણી એ પેટમાં જવાને બદલે ફેફસામાં જવાના ચાન્સ વધી જાય છે અને આને કારણે જ વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. આવામાં શ્વાસનળી ચોક થઇ જવી અને એટેક આવવાની સંભાવના વધી જાય છે.

પાણીપુરી ખાવા માટે પૂરીને ડાયરેક્ટ ગળા પાસે મુકવી યોગ્ય નથી તેને જીભ પર મુકીને ધીરે ધીરે ખાવી જોઈએ. જલ્દી જલ્દી પાણીપુરી ખાવાથી ફૂડ પાઈપમાં ઇન્ફેકશન થઇ શકે છે અને તે પાઈપ છોલાઈ જવાની પણ સંભાવના રહે છે. એટલા માટે પાણીપુરીને પણ નોર્મલ ક=ખોરાકની જેમ ચાવી ચાવીને ખાવી જોઈએ.

ખાવાનું ખાઈએ છીએ ત્યારે આપણી શ્વાસનળી બંધ થાય છે અને ખાવાની નળી ખુલી જાય છે અને શ્વાસ લેતા સમયે ખાવાનું ખાવાવાળી નળી બંધ થાય છે. નળીની ઉપર ફ્લેપ હોય છે જે ખુલે છે અને બંધ થતી રહે છે. જો ક્યારેક આ ફ્લેપ ખુલી રહી જાય છે તો ખોરાક એ શ્વાસનળીમાં ચાલ્યું જાય છે આમ થવાથી નળી ચોક થઇ જાય છે.

ડોક્ટરના કહેવા પ્રમાણે જયારે વ્યક્તિનું ગળું ખરાબ હોય ત્યારે તેમણે પાણીપુરી ખાવી જોઈએ નહિ. પાણીપુરીને હંમેશા ચાવીને જ ખાવી જોઈએ. પાણીપુરી ખાવાની જગ્યા પણ હંમેશા સાફ અને સારી પસંદ કરો. બહુ વધારે પાણીપુરી ખાવાથી ગેસ્ટ્રો સંબંધિત બીમારીઓ થઇ શકે છે.

એક રીસર્ચ પ્રમાણે પાણીપુરી એ લગભગ દરેક મહિલાને પસંદ હશે જ કારણ કે આમાં યુવતીઓને યુવકોની જેમ એમબીયાસને ફિલ કરવાનો ચાન્સ મળે છે એટલે કે જેમ યુવકો પાનના ગલ્લે ઉભા રહીને પાન ચાવતા હોય છે તેવું જ કઈક આ યુવતીઓને પાણીપુરીના સ્ટોલ પર ફિલ થતું હોય છે.

ખાવામાં પાણીપુરી તમને લાઈટ અને હેલ્થી લગતી હશે પણ તમને જાણીને નવાઈ લાગશે કે પાણીપુરી ખાવાથી વજન વધે છે. પાણીપુરીમાં હાઈ ફેટ કેલરી હોય છે, પાણીપુરી ખાવાથી તમારી ૧૦૦૦ કેલેરી વધી જાય છે.

પાણીપુરી ખાવાથી મુડ થાય છે બુસ્ટ, આ નાનકડી પાણીપુરી એ મુડને રીફ્રેશ કરવાનું કામ પણ કરે છે. જો તમારો મૂળ ખરાબ છે તો મિત્રો સાથે જઈને પાણીપુરી ખાવા જાવ.

મહિલાઓને એક પ્લેટ પાણીપુરી ખાઈને ઉપરથી બીજી મસાલા પૂરી કે પછી એક્સ્ટ્રા પૂરી માંગવામાં આવે તો તેમને મળે છે અને જયારે બીજા કોઈ ખોરાક સાથે આવું નથી થતું.

પાણીપુરી જેમ અલગ અલગ ગામમાં અલગ ટેસ્ટની હોય એવી જ રીતે આપણા દેશમાં પાણીપુરી અલગ અલગ નામથી ઓળખાય છે આવો તમને જણાવીએ રસપ્રદ નામો.

મહારાષ્ટ્રમાં પાણીપુરી પાણીપુરીથી જ ઓળખાય છે. હરિયાણામાં પાણીપુરી પાણીના પતાસાના નામે ઓળખાય છે. યુપીમાં પણ આ પાણીના પતાસા કે પછી પતાસી તરીકે ઓળખાય છે. વેસ્ટ બંગાળમાં પાણીપુરી પુચકાના નામે ઓળખાય છે. ઉડીસામાં પાણીપુરી ચુપ ચુપના નામે ફેમસ છે. અને આ તો તમને ખબર જ હશે કે આપણા ગુજરાતમાં પાણીપુરીને પકોડીના નામે ઓળખવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here