પાણીની અંદર બનેલા બેડરૂમમાં સુવાની મજા માણવી છે તો જાઓ આ જગ્યા પર, માત્ર ખર્ચ કરવા પડશે આટલા રૂપિયા…..

0

જો કે તમે તો ઘણા એવા સુંદર બંગલાઓ, મહેલો જોયા હશે, પણ શું તમે ક્યારેય અન્ડરવોટર બંગલો એટલે કે પાણીની નીચે બનેલો બંગલો જોયો છે? જો નહી તો તમે માલદીવ જઈને આવા બંગલામાં રહેવાની મજા લઇ શકો છો. કોનરેડ માલદીવ્સ રંગાલી આઈલૈંડમાં અન્ડરવોટર બંગલો બનવા જઈ રહ્યો છે, જેમાં બેડરૂમ પણ હશે અને તે પણ પાણીની નીચે. તેમાં મહેમાનોને અન્ડરવોટરનો પૂરો અનુભવ અપાવા માટે કોરલ પણ હશે. તે પાણીથી 16.4 ફૂટ નીચે બનાવામાં આવી રહ્યું છે.

તેનું સ્ટ્રક્ચર સ્ટીલ, કંક્રીટ અને એક્રીલીકનું હશે. તેના બે ફ્લોર હશે જેમાનું એક પાણીની નીચે અને બીજું પાણીની ઉપર હશે.સાથે જ તેમાં બટલરો માટે ક્વાટર્સ પણ બનાવામાં આવ્યા છે.મહેમાનોને અહી એક પ્રાઈવેટ સીપ્લેન દ્વારા લાવવામાં આવે છે. તેના બાદ તેઓને સ્પીડબોટ દ્વારા વિલા લાવવામાં આવે છે.અહી મહેમાનોને પુરા સમય માટે 4 બટલર, એક શેફ, એક જેટ સ્કી સેટ અને એક ફિટનેસ ટ્રેનર આપવામાં આવશે. સાથે જ મહેમાનોને હર રોજ 90 મિનીટ માટે સ્પા ટ્રીટમેન્ટ પણ આપવામાં આવશે.અહી એક રાત વિતાવવા માટે તમારે 50,000 ડોલર એટલે કે લગભગ 38 લાખ 88 હજાર રૂપિયા ચૂકવવાનાં રહેશે.આ બંગલાનાં આર્કિટેક્ટ અહમદ સલીમનું કહેવું છે કે આ દુનિયામાં પહેલો એવો એક્સપીરીયંસ હશે, ખાસ કરીને કોરલના લીધે. તમને એવું લાગશે કે જાણે તમે સીબેટ પર છો.  લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!