પાણી માં પડી ગયેલા ફોન ને બચવાની ટિપ્સ વાંચી લો, ખુબ જ કામ લાગશે…..શેર કરો માહિતી

0

જો તમારો ફોન પાણીમાં પડી ગયો છે તો તમે ઘરે જ અમુક સાધારણ ટિપ્સનો ઉપીયોગ કરીને તેને પરફેક્ટ રીતે ઓન કરી શકો છો. આજે અમે તમને જણાવીશું કે પાણીમાં ફોન પડવા પર શું કરવું જોઈએ.સ્ટેપ 1. સૌથી પહેલા તમારા ફોનને ઓફ કરી દો. કેમ કે જો ફોન ઓન છે અને તેમાં પાણી ઘુસી ગયું છે તો શોટ સર્કિટ પણ થઇ શકે છે. ફોન ઓફ હોય કે ઓન તેના કોઈપણ બટનનો ઉપીયોગ ન કરો.
સ્ટેપ 2. ફોનને ઓફ કર્યા પછી તેની અંદર રહેલું સિમ કાર્ડ, બેટરી અને મેમરી કાર્ડ જેવી ચીજોને બહાર કાઢી લો.
સ્ટેપ 3. જો તમારા ફોનમાં નોન રિમૂવલ બેટરી છે તો બેટરી કાઢીને ઓફ કરવાનો વિકલ્પ ખતમ થઇ જાશે. એવામાં પાવર બટનથી ફોન ને બંધ કરવો વધુ જરૂરી છે. નોન રિમૂવલ બેટરીને લીધે શોર્ટ સર્કિટ થઇ શકે છે.સ્ટેપ 4. ફોનની એસેસરીઝને અલગ કર્યા પછી તેના દરેક પાર્ટને સૂકવવા જરૂરી છે. તેના માટે તમે પેપર, નેપ્કીન કે ટુવાલનો ઉપીયોગ કરી શકો છો.

સ્ટેપ 5. તેના પછી તમે ફોન ડ્રાઇંગ પાઉચ ને ખરીદીને તેની અંદર ફોનના દરેક પાર્ટ્સને સુકાવા માટે મૂકી દો. અને જો તે ઉપલબ્ધ નથી તો સૌથી સરળ તરીકો છે કે ફોનને ચોખામાં દબાવીને રાખી દો. કેમ કે ચોખા ખુબ જ જલ્દી ભેજને શોષી લે છે.સ્ટેપ 6. ફોનને સુકવવા માટે તમે સિલિકા જેલ પૈકનો પણ ઉપીયોગ કરી શકો છો. તે ચોખા કરતા પણ વધુ ઝડપે ભેજને શોષી શકે છે.

સ્ટેપ 7. ફોનને 24 થી 48 કલાકો સુધી સિલિકા જેલ કે ચોખા માં મૂકીને રહેવા દો.

સ્ટેપ 8. ફોનના પુરી રીતે સુકાઈ ગયા પછી તેને બહાર કાઢો અને તેને ઓન કરો.

સ્ટેપ 9. જો ફોન ઓન થઇ જાય તો તેના દરેક ફીચર્સનો ઉપીયોગ કરો અને જુઓ કે ફોનનું ડિસપ્લે યોગ્ય રીતે કામ કરે છે કે નહિ.
સ્ટેપ 10. જો ફોન ઓન ન થાય તો તેને ચાર્જ કરવા મુકો. ચાર્જ કરવા પર પણ તે ઓન ન થાય તો સમજો કે તેની બેટરી ડેમેજ થઇ ગઈ છે. તો તેના માટે તમારે તેને બેટરીને રીપેર કરવાની જરૂર રહેશે.ફોનના પાણીમાં પડવાથી આ ચીજો ક્યારેય પણ ન કરો.
1. જો ફોન ઓફ થઇ ગયો છે તો તેને ઓન કરવાની કોશિશ ન કરો અને ન તો તેના કોઈ બટનને પ્રેસ કરો.
2. ભીના થયેલા ફોનને ભૂલથી પણ હેયર ડ્રાઇર થી સૂકવવાની કોશિશ ન કરો, કેમ કે ડ્રાઇર ખુબ જ ગરમ હવા ફેંકે છે જેના લીધે ફોનના સર્કીટ્સ પીગળી શકે છે.3. હેડફોન જૈક અને ફોનના યુએસબી પોર્ટ નો ઉપીયોગ ત્યાં સુધી ન કરો જ્યાં સુધી ફોન પુરી રીતે સુકાઈ ના જાય. આવું કરવાથી ફોનના ઇન્ટરનલ પાર્ટ્સ ખરાબ થઇ શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here