પનીર મખમલી ❤ તો ચાલો આજે ટ્રાય કરીએ એક નવી પંજાબી સબ્જી ” પનીર મખમલી ❤ ” વાંચો રેસિપી

0

હેલો ફ્રેન્ડસ 👫
પંજાબી સબ્જી ની વાત આવે એટલે બધા નાં મોં પર એક જ નામ આવે! અને તે છે પનીર 😇
પનીર એ પંજાબ ની કોઈ પણ ટ્રેડીશનલ વાનગી માં તમને જોવા મળશે!
તો ચાલો આજે ટ્રાય કરીએ એક પંજાબી સબ્જી ” પનીર મખમલી ❤ ”

આ પંજાબી સબ્જી માં છે એકદમ ફ્રેશ લીલી કોથમીર, ફૂદીના અને લીલાં મરચાં ની પેસ્ટ, ફ્રેશ પનીર અને કાજુ અને દહીં નું મિશ્રણ તો એકદમ રીચ અને ક્રીમી ફ્લેવર આપે છે આ પંજાબી સબ્જી ને!!
મારા મોં માં તો અત્યાર થી જ પાણી આવી ગયું…😋!!

તો રાહ કોની જુઓ છો!
બનાવીએ ” પનીર મખમલી ❤ ”

  • બનાવવા માટેની સામગ્રી :-
  • 250 ગ્રામ પનીર ( ચોરસ ટુકડા મા કટ કરેલા )
  • 1 ચમચી બટર
  • 1 ચમચી તેલ
  • 1 કપ સ્લાઇસ કરેલી ડુંગળી
  • અડધો કપ દૂધ
  • દોઢ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ

પેસ્ટ બનાવવા માટે :-

  • 2 કપ સમારેલી ફ્રેશ લીલી કોથમીર
  • 1/2 કપ સમારેલાં ફ્રેશ ફૂદીના
  • 1 ચમચી સમારેલાં લીલાં મરચાં
  • અડધો ટુકડો આદુ
  • 1/4 કપ કાજુ ( ટુકડા કરેલા)
  • 1/4 કપ મોળું દહીં
  • 2 લસણ ની કળી
  • 1 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

સજાવટ માટે :-
થોડીક ડુંગળી ની રીંગ

સર્વ કરવા માટે :-
પરાઠા અથવા બટર નાન

બનાવવા માટેની વિધિ :-
૧.સૌ પ્રથમ પેસ્ટ બનાવવા માટે ઉપર દર્શાવેલ પેસ્ટ ની બધી સામગ્રી ને બ્લેન્ડર માં બ્લેન્ડ કરી લો અને તેની એક ફાઇન પેસ્ટ બનાવી લો.
( તમે જરૂર મુજબ પાણી નાખી શકો છો.) ૨.ત્યાર બાદ એક બાઉલ લો અને તેમાં પનીર ના ટુકડા નાખો અને ત્યારબાદ તૈયાર કરેલી પેસ્ટ નાંખો અને પનીર ને મેરિનેટ કરી લો. અને 10-15 મિનિટ સુધી આરામ આપો.
( પનીર ના ટુકડા સોફ્ટ હોવા જોઈએ.)

૩.ત્યાર બાદ એક પેન લો અને તેમાં એક ચમચી બટર અને એક ચમચી તેલ નાંખો અને ત્યારબાદ તેમાં એક કપ સ્લાઇસ કરેલી ડુંગળી નાખો અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળવા દો.

4.ત્યાર બાદ તેમાં ગ્રીન પેસ્ટ થી મેરિનેટ કરેલું પનીર નાખો અને તેમાં અડધો કપ દૂધ અને દોઢ ચમચી ગરમ મસાલો અને જરૂર મુજબ મીઠું નાખી ને હલાવી લો અને 15 મિનિટ સુધી મધ્યમ આંચ પર કૂક થવા દો.

તો તૈયાર છે પંજાબ ની એવી ટ્રેડિશનલ વાનગી પંજાબી સબ્જી ” પનીર મખમલી ❤ 😋”

તો આજે જ ઘરે ટ્રાય કરો અને ખાવો અને ખવડાવો… 😊

લેખિકા :- કીર્તિ જયસ્વાલ

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here