પાલક ખીચડી એકદમ સ્વાદિષ્ટ અને હેલ્થી – સ્ટેપ બાય સ્ટેપ બનાવો રેસિપી વાંચો

0

હેલો ફેંન્ડસ, ખીચડી એટલે નાના મોટા સૈાની ઓલટાઇમ ફેવરીટ ડીશ.તમે બધા ખીચડી તો બનાવતા જ હશો જેમ કે સાદી ખીચડી,વઘારેલી ખીચડી,રજવાડી ખીચડી.પણ આજે હું તમારા માટે ખીચડીની અલગ વેરાયટી લઈને આવી છુ ટેસ્ટમાં તો બેસ્ટ છે જ અને ખૂબ જ હેલ્ઘી પણ છે.તો આજે જ ટા્ય કરો તમારા કિચનમાં ખીચડીની નવી વેરાયટી.તો નોંધી લો રેસીપી અત્યારે જ.

સામગી્:

 • ખીચડીના ચોખા- ૧ કપ
 • મગની લીલી દાડ-૧/૨ કપ (ફોતરા વાડી દાડ)
 • મગની મોગર દાડ- ૧/૪ કપ (પીડી દાડ)
 • સમારેલી પાલક: ૧ કપ
 • બટાકુ-૧ નંગ
 • ડુંગડી-૧ નંગ(ઝીણી સમારેલી)
 • ટામેટુ- ૧ નંગ(ઝીણુ સમારેલુ)
 • આદુ મરચા લસણની પેસ્ટ-૧ ટેબલ સ્પૂન
 • કેપ્સીકમ-અડધુ (ઝીણુ સમારેલુ)
 • લાલ મરચુ- ૧.૫ ટી સ્પૂન
 • હડદર- ૧ ટી સ્પૂ
 • ધાણાજીરુ- ૧ ટી સ્પૂન
 • ગરમ મસાલો- હાફ ટી સ્પૂન
 • કસૂરી મેથી- ૧ ટી સ્પૂન(ઓપ્શનલ)
 • સો્લ્ટ- સ્વાદ અનુસાર
 • કોથમીર અને કાજુના કટકા-ગાનૅીશીંગ માટે
 • પાણી- ૪ કપ

વઘાર માટે:

 • ઘી/તેલ- ૧ ટેબલ સ્પૂન
 • હીંગ-હાફ ટી સ્પૂન
 • રાઈ- ૧ ટી સ્પૂન
 • જીરુ- ૧ ટી સ્પૂન
 • તમાલપત્ર-૧ નંગ
 • લીમડો-૪-૫ નંગ
 • સૂકા લાલ મરચા- ૧ નંગ
 • તલ- ૧ ટી સ્પૂન

રીત:
ચોાખા અને દાડને અડઘો કલાક પાણીમાં પલાડી રાખો, 1 કપ પાલકને ૧ કપ પાણીમાં ૨ ઉભરા આવે ત્યાં સુધી બોઇલ કરી લો. બોઇલ કરેલી પાલકને પાણી નીતારીને ઠંડા પાણીથી ધોઇ લો. પાલકને મિક્સરમાં ક્શ કરી લો.પાલકમાંથી પાણી છૂટે જેથી જરુર લાગે તો જ પાણી ઉમેરવુ.

કુકરમાં 1 ટેબલ સ્પૂન ઘી/તેલ મૂકીને રાઇ નાખો. રાઇ તતડી જાય એટલે તેમાં જીરુ,તલ,મીઠો લીમડો,તમાલપત્ર,સૂકા લાલ મરચા અને હીગ નાખો. ત્યારબાદ આદુ મરચા લસણની પેસ્ટ એડ કરીને૨ મિનિટ સાંતડો. તેમાં ઝીણા સમારેલા બટાકા,ડુંગડી,ટામેટા,કેપ્સીકમ એડ કરીને સાંતડો. હવે તેમાં ક્શ કરેલી પાલક એડ કરીને ૨મીનીટ સાંતડો. ત્યારબાદ તેમાં પલાડેલી ખીચડી એડ કરીને બધા મસાલા ઉમેરીને સરખી રીતે મિક્સ કરો.

હવે તેમાં ૪ કપ પાણી ઉમેરીને સરખી રીતે મીક્સ કરીને ઢાંકી દો. મીડીયમ આંચ પર ૫ વિસલ થાય ત્યાં સુધી થવા દો. કુકરમાંથી વરાડ નીકડી જાય એટલે ખોલીને કસૂરી મેથી,૧ટી સ્પૂન બટર કે ઘી નાખીને ૨ મીનીટ ઢાંકી દો. કોથમીર અને કાજુના કટકાથી ગાનૅીશ કરીને સવૅ કરો.
નોંધ:
તુવેરની દાડ પણ એડ કરી શકો છો. ઘીથી વઘારશો તો ટેસ્ટ વધારે સારો આવશે. કસૂરી મેથી એડ કરવાથી સુગંઘ અને ટેસ્ટ સારો આવશે. તો તૈયાર છે ખીચડીની હેલ્ધી અને ટેસ્ટી વેરાયટી.તો આજે જ બનાવો તમારા કિચનમાં….

કમેન્ટસમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી જેથી હું આવી અવનવી રેસીપી તમારી સાથે શેર કરી શકુ.

રેસિપી: : Bhumika Dave
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.