પાકીસ્તાન PM ની ગાડીઓની હરાજી, અમુક ગાડીઓની કિંમત સાંભળીને ત્યાં આવેલા લોકો હસવા લાગ્યા…

0

અત્યારે ખરાબ આર્થિક પરીસ્થિતિ સામે પાકિસ્તાન જજુમી રહ્યું છે આવામાં પૈસા જમા કરવા માટે પાકીસ્તાન સરકાર એ પ્રધાનમંત્રી આવાસની લકઝરી ગાડીઓ અને હેલિકોપ્ટર વેચી રહ્યા છે.

આના માટે પ્રધાનમંત્રી આવાસના ગાર્ડનમાં લકઝરી ગાડીઓની નીલામી કરવામાં આવી હતી. બુલેટપ્રૂફ જીપ અને મોટી લકઝરી ગાડીઓએ ઘણા લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. પણ જેવું પાકિસ્તાન સરકાર વિચારી રહી હતી એવું પરિણામ તેમને મળ્યું નહોતું.

ત્યાં જાણવા મળ્યું હતું કે પાકિસ્તાન સરકારને આ નીલામી માંથી ૧ કરોડ ૬૦ લાખ ડોલર કમાણી કરવાની આશા હતી પણ નીલામીના અંતમાં તેઓ ફક્ત ૬૦ હાજર કરોડ ડોલર જ જમા કરી શક્યા હતા.

હવે જયારે આમાંથી બહુ પૈસા ભેગા નથી થઇ શકયા તો ત્યાની સરકાર એ બીજી ઘણી વસ્તુઓ નીલામ કરવાનો નિર્ણય લે છે.

આના માટે તેઓ મંત્રીમંડળના ઉપયોગ માટે રાખેલા છે ચાર હેલિકોપ્ટર પણ નીલામ કરવાના છે. આ હેલિકોપ્ટરમાં ઘણા લોકોએ રસ બતાવ્યો છે હવે જોવું રહ્યું કે આમાંથી પાકિસ્તાન સરકાર કેટલી કમાણી કરી શકે છે.

સંભાળવા તો એવું પણ મળ્યું હતું કે સરકાર એ પ્રધાનમંત્રી આવાસની ૮ ભેંસોને પણ વેચવા મુકવાની છે, ત્યારે સરકાર તરફથી હજી સુધી આ વિષે કોઈ ખાસ વાત સંભાળવા મળી નથી. થોડા સમય પહેલા પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સહયોગી નઈમૂલ હકની ભેસોની નીલામીને લઈને કરવામાં આવેલી ટવીટથી બધા ચોંકી ગયા હતા. તેમણે લખ્યું હતું કે ગાડીઓની નીલામી પછી હવે ૮ ભેંસો પણ નીલામ કરવામાં આવશે જે પ્રધાનમંત્રી આવાસમાં નવાજ શરીફનું જમવાનું બનાવવા માટેના કામમાં આવતી હતી.

ઇમરાન ખાન એ આ વર્ષે જુલાઈમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા હતા. આના પછી તેઓએ સારું વર્તન કરવાનું અભિયાન ચલાવ્યું હતું પણ અમુક લોકોનું કહેવું છે કે એ અભિયાન એ અભિયાન કરતા દેખાડો વધારે લાગતો હતો. થોડા સમય પહેલા ઇમરાન ખાન એ રોડ પરના ટ્રાફિકથી બચવા માટે હેલિકોપ્ટરની મદદથી પોતાની ઓફીસ જતા નજરે ચડ્યા હતા તેમની આ વાતથી પણ તેઓ ચર્ચાનો વિષય બન્યા હતા. અમુક લોકોનું કહેવું છે કે ગાડીઓની નીલામીએ ક્કોઈ નવી વાત નથી આવું તો દર વખતે થાય છે. બસ ફરક એટલો છે કે ઇમરાન ખાન એ આ બાબતનો પ્રચાર વધુ કરે છે. નીલામી વિષે તમને જણાવી દઈએ કે આ નીલામીમાં ૧૦૦ થી વધુ ગાડીઓ વેચવા મૂકી હતી પણ તેમાંથી ફક્ત ૬૨ ગાડીઓ જ વેચાઈ શકી.

નીલામ થવા વાળી ગાડીઓમાં બે સૌથી મોંઘી ગાડીઓ મર્સીડીઝ s-600s હતી જે વર્ષ ૨૦૧૬માં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના સમય દરમિયાન લેવામાં આવી હતી. જયારે આ બંને ગાડીઓની બોલી લગાવવા માટેની શરૂઆતની કિમત ૧૩ લાખ ડોલર (એક ગાડીના) કહેવામાં આવ્યા ત્યારે ત્યાં નીલામીમાં હાજર રહેલ લગભગ ૫૦૦ થી વધુ લોકોને હસવું આવી ગયું હતું. આ બંને ગાડી માટે કોઈએ પણ કોઈપણ પ્રકારની બોલી લગાવી નહોતી. આના સિવાય ત્યાં ૭ bmw અને ૧૯૯૩ની ૧૪ મર્સીડીઝ બેંજ એસ ૩૦૦ પણ વેચાઈ નહોતી. નીલામી માટે આવેલ બીજી એક મોંઘી ગાડી હતી ટોયોટા ૨૦૧૫ બુલેટ પ્રૂફ કૃજર જેની કિમત ૨.૬ કરોડ પાકિસ્તાની રૂપિયા હતી. ઘણી ગાડીઓ એવી પણ ત્યાં હતી જે લકઝરી ગાડી નોહોતી પણ તે ગાડીઓ એ ૮૦ના દશકમાં લેવામાં આવી હતી.

રાવલપીંડીના અફ્જલે બે ગાડીઓ ખરીદી હતી. એમાંથી એક ગાડી બહુ ઓછી કિમતે ખરીદી હતી. આમાં એક સુઝુકીની ૨૦૦૫ની એક હેચબેક મોડેલ હતી જે તેમણે ૨.૯૫ લાખ રૂપિયામાં ખરીદી હતી. અફ્જલે આ ગાડીએ પોતાના દિકરા માટે લીધી હતી. તેમનું કહેવું હતું કે ” આ ગાડી માટે તેઓ આનાથી વધારે કિમત આપે તેમ નહોતા અને આખરે આ રકમ એ સરકારી ખજાનામાં જ જવાના છે અને આ આપણા પ્રધાનમંત્રી ઈચ્છે છે.”

કરાચીથી આવેલ એક વ્યક્તિએ ચાર આર્મ મર્સીડીઝ જીપ ૨૦૦૫ લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેમના બોસ એ ફાર્માસ્યુટિકલ કંપનીના છે અને તેઓ કોઈપણ કિમતે આ ગાડી લેવા માંગે છે. ડેરા ગાઝી ખાનના એક ખરીદદારે ૨૦૦૯માં બનેલી એક ગાડી ૧૨ લાખ ડોલરમાં ખરીદી હતી. તેઓ જણાવે છે કે આ ડીલ મોંઘી જરૂર છે પણ આમાં તેમને કોઈ નુકશાન નથી. આ પ્રધાનમંત્રીએ વાપરેલી ગાડીઓ છે અને આ ગાડી ખરીદવાથી માતા દેશને ફાયદો થઇ રહ્યો છે. બોલી લગાવવા આવેલા લોકોમાં ઘણાને સરકારના હેલિકોપ્ટરમાં અને આઠ ભેંસોમાં ઘણો રસ બતાવ્યો હતો. દેવામાંથી મુક્ત થવા માટે પાકિસ્તાન સરકાર પાસે આ ગાડીઓની નીલામી સિવાય બીજો કોઈ રસ્તો નથી. પાકિસ્તાન સરકાર એ સરકારી ઓફિસોમાંથી એસી પણ હટાવી લેવાની તૈયારીમાં છે.

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here