IAFને મળી વધુ એક મોટી સફળતા,1000 કિલો બોમ વરસાવ્યા બાદ પાકિસ્તાની ડ્રોનને કચ્છમાં કર્યુ તબાહ !

0

પાકિસ્તાન અે પુલવામામાં કરેલી કાયરતા ભરી હરકતનો ભારતીય વાયુસેના અે આપ્યો કરારો જવાબ આપી દીધો છે। ભારતીય વાયુસેનાએ 3 વાગીને 30 મિનિટ અે LOC પાર જૈશ અે મહોમ્મદની છાવણી પર 1000 કિલોના બોમ વરસાવ્યા છે અને આંતકની છાવણીને બરબાદ કરી દીધી છે। આ હુમલામાં લગભગ 300 આંતકીઅોનાં માર્યા જવાનાં સમાચાર છે। ત્યાંજ થોડા જ કલાકો પછી ગુજરાતનાં કચ્છમાં પાકિસ્તાની એક ડ્રોનને ભારત દ્વારા નષ્ટ કરવામાં આવ્યુ છે

પાકિસ્તાની ડ્રોન પણ થયુ નષ્ટ

જણાવી દઈએ કે ભારતના એર એલર્ટ ડિફેંસ નાલિયા અેરબેઝ પાસે અેક ડ્રોન દેખાયું હતુ અને અેના તોડીપાડવામાં આવ્યું। નાલિયા ભારતનું અેક ફોરવર્ડ એરબેઝ છે અને આંતરરાષ્ટ્રીય સીમાથી ખૂબ નજીક આવેલુ છે । કહેવાય છે કે આ ડ્રોનને લગભગ સવારે 6:30 વાગ્યે નષ્ટ કરવામાં આવ્યુ છે। ભારતીય વાયુસેના પર થયેલા હુમલાનાં તરત 3 કલાક પછી આ ડ્રોન ગુજરાતમાં દેખાયું હતું તેને પણ હાલમાં નષ્ટ કરી દેવામાં આવ્યુ છે।
જે પ્રકારે ઉરી હુમલા બાદથી જમીન પરની સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી તેવી જ રીતે આ વખતે વાયુસેના અે આકાશી સર્જીકલ સ્ટ્રાઈક કરી છે અને પાકિસ્તાનમાં હડકંપ મચી જવા પામ્યો છે । પુલવામા હુમલાનાં લગભગ 12 દિવસ પછી આ હુમલો ભારત તરફથી થયો । સવારે 3:30 કલાકે જ્યારે પાકિસ્તાન અને ભારતાનાં લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે ભારતીય વાયુસેનાની આંખો અેકદમ સતર્ક હતી । મિરાજ 2000 લડાકુ વિમાનો અે નિયંત્રણ રેખા પારનાં પાકનાં કબ્જાવાળા કાશ્મીરમાં ઘૂસીને હુમલો કર્યો ।

જૈશની સૌથી મોટી આંતકી છાવણી નષ્ટ
ભારતીય વિદેશ મંત્રાલ હુમલામાં બાલાકોટમાં જૈશની સૌથી મોટી આતંકી છાવણી નષ્ટ થઈ ચૂકી છે । આને ચલાવવા વાળો મસૂદ અઝહરનો સાળો યૂસુફ અઝહર હતો । આ હુમલામાં ઘણા આતંકી અને અેમના કમાંડર માર્યા ગયા છે । અેટલુ જ નહિ વાયુસેનાને એ પણ સમાચાર મળ્યા છે કે બાલાકોટ સિવાય પીઅોકેમાં મુઝફ્ફરાબાદ અને ચકોટીનાં વિસ્તારમાં પણ ભારે બોમવર્ષા કરવામાં આવી છે । હુમલાવાળી જગ્યા LOC થી લગભગ 50 કિમી નાં અંતર પર છે । આટલા દૂરની સીમાની અંદર ઘૂસીને વાયુસેના અે ઘૂસીને હુમલો કર્યો છે અને આંતકીયોને માર્યા છે।
જણાવી દઈએ કે પુલવામા હુમલા બાદ જ્યારથી ભારતનાં સુરોમાં તિખાશ આવી હતી ત્યારથી પાક પીએમ ઈમરાનખાને કહ્યુ હતુ કે શાંતિની એક વધુ તક આપવી જોઈએ અને એમને પુરતા પુરાવા આપે જેથી તેઅો કાર્યવાહી કરી શકે । જોકે દરવખતની જેમ આ વખતે આ પાકિસ્તાનનુ ફક્ત એકબહાનું છે । વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 5:30 વાગ્યે સર્વદળીય બેઠક બોલાવી। આ બેઠકમાં જણાવ્યુ કે ભારત બાજુથી સમય સમય પર પાકિસ્તાનને આ ઘટનાઑ વિશે જાણકારી આપવામાં આવી છે । પણ પાકિસ્તાન અે આને નકારી કાઢ્યુ છે, જોકે પાકિસ્તાનની જાણકારી વગર ત્યાં જિહાદી કેંપ ચાલી નથી શકતા ।

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here