પાકિસ્તાન ની મહિલા બોલી,”મોદી જી અમારા મુલ્ક પર હુમલો કરો, પાકિસ્તાન ની જનતા તમારી સાથે…”

0

પાકિસ્તાન ના કાયરતા ભરેલા હુમલાઓ એવા થઇ ગયા છે કે તેના પોતાના દેશના નિવાસીઓ પણ તેઓનો સાથ આપી રહ્યા નથી. પુલવામામાં કાયરતા ભરેલો હુમલો કર્યા પછી થી જ માત્ર ભારતમાં જ પાકિસ્તાનના વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં નથી આવી રહ્યો, પણ સાથે જ તેના જ દેશના અમુક કાર્યકર્તાઓ પણ પાકિસ્તાનના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. એવો જ એક મામલો બલુચિસ્તાન થી સામે આવ્યો છે, જેમાં એક મહિલા કાર્યકર્તા પીએમ મોદી ને અપીલ કરી રહી છે. આ મહિલા કાર્યકર્તા મોદીજી ને પોતાના ભાઈ માની રહી છે.

પાકિસ્તાનના કારનામા થી માત્ર ભારત જ નહીં પણ ખુદ પાકિસ્તાન ની જનતા પણ દુઃખી છે. માટે બલુચિસ્તાન ની મહિલા કાર્યકર્તા મહિલાઓના વિરુદ્ધ થનારી ઘટનાઓ માટે અવાજ ઉઠાવી રહી છે અને ભારતના પુલવામામાં થયેલા હૂમલાને લઈને આ કાર્યકર્તાઓ ભારતથી પોતે જ અપીલ કરી રહી છે. એવામાં આ કાર્યકર્તાઓમાં શામિલ એક મહિલા પીએમ મોદીજીને અપીલ કરી રહી છે કે હવે પાકિસ્તાન ને પાઠ શીખવવાનો સમય આવી ગયો છે, કેમ કે પાકિસ્તાન એક પછી એક કાયરતા ભરેલા કારનામા કરી રહ્યું છે.
”પાકિસ્તાન પર હુમલો કરો તમે મોદીજી..”
બલુચિસ્તાન વિદ્યાર્થી સંગઠનની ચેયર પર્સન ‘કરીમા બલોચ’ એ શુક્રવાર ના રોજ મોદીજીને પોતાના ભાઈ ના સ્વરૂપે સંબોધિત કરતા કહ્યું કે,”તમે મહેરબાની કરીને પાકિસ્તાન પર હુમલો કરો અને અહીંની જાનતા તમારી સાથે છે. આ મહિલા ઈચ્છે છે કે મોદીજી મહિલાઓને પાકિસ્તાનતની આ દગાબાજીથી બહાર કાઢવામાં મદદ કરે અને પુલવામામાં થયેલા હુમલાનો હિસાબ કિતાબ પણ પાકિસ્તાન પાસેથી વસુલ કરે”.પાકિસ્તાન ને બદલો લેવાની માંગ ઉઠી:
પુલવામામાં આતંકી હુમલો થયા પછી દુનિયાભરથી પાકિસ્તાન ને કરેલા કારનામાનો બદલો લેવાની માંગ ઉઠી રહી છે. દુનિયાના ઘણા દેશ ભારતની સાથે આવી ચુક્યા છે અને ભારત સરકાર પણ આ મામલા પર ખુલ્લી છુંટ આપી ચુક્યા છે.તેના સિવાય સરકાર લગાતાર મિટિંગ કરી રહી છે, એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનને આ વખતે પોતાનો કાયરતા ભરેલો હુમલો મોંઘો પડશે”.જમ્મુ-કાશ્મીર માં લાગી ગયું કર્ફ્યુ:
આતંકી હુમલા પછીથી જ જમ્મુ-કાશ્મીરમાં કર્ફ્યુ લાગી ગયું છે. લોકોને ઘરની બહાર નીકળવા માટેની ના કહેવામાં આવી છે. દરેક કોઈ આ રૂવાળા ઉભા કરી દેનારી ઘટના પર પોત-પોતાના મંતવ્ય રાખી રહ્યા છે અને સરકારના તરફથી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે કે આ હમલા ના કડક પગલાં તેઓના તરફથી લેવાશે.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here