પાકિસ્તાન આ મંદિર પર બોંબ ફેંકી કરવા માગતું’તું વિનાશ, છતાં મંદિરને આંચ ન આવી, જુવો ફોટોસ

 ભારત અનેક રીતે ચમત્કારો ધરાવતો દેશ છે. આવા જ એક ચમત્કારી મંદિર વિશે આજે અમે વાત કરીશું. ભારતીય સેના વિશ્વની સૌથી શક્તિશાળી 5 સેના પૈકી એક છે, પણ ભારતીય સેના પાસે કેટલીક એવી વસ્તુ છે જે વિશ્વની કોઈ સેના પાસે નથી. આ વસ્તુઓ પૈકી છે તન્નોટ માતા અને માતા ઘંટીયાલીનો આશીર્વાદ છે. માતા ઘંટીયાલી અને માતા તન્નૌટના મંદિર રાજસ્થાન સીમા ઉપર સ્થિત છે, આજે અમે તમને જણાવી રહ્યાં છીએ આ માતાઓના ચમત્કાર વિશે જેના કારણે ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોને 1965 અને 1971ના યુદ્ધમાં પરાજિત કર્યા હતાં.

જૈસલમેરથી 120 કિલોમીટર દૂર ભારત-પાક સીમા ઉપર સ્થિત એક મંદિરમાં વિરાજે છે માતા તન્નૌટ. વર્ષ 847માં રાજપૂત રાજા તનુ રાવે તન્નૌટને પોતાની રાજધાની બનાવ્યુ હતું અને આ મંદિરનું નિર્માણ કરાવ્યુ હતું, મંદિરમાં માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. સમયની સાથે અન્ય રાજાઓએ તન્નૌટના બદલે જૈસલમેરને રાજધાની બનાવ્યુ પણ મંદિર ત્યાં જ રહ્યુ. વર્તમાનમાં મંદિરની દેખરેખ બીએસએફ અને સેનાના જવાનો રાખે છે. તન્નૌટ માતાને હિંગળાજ માતાનો અવતાર માનવામાં આવ છે, હિંગળાજ માતાનું મંદિર પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાં છે.

બીએસએફના જવાનો મુજબ 1965ના ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાને જૈસલમેર ઉપર હુમલો કર્યો હતો ત્યારે તન્નૌટ માતાએ કેટલાક સૈનિકોને સ્વપ્નમાં દર્શન આપ્યા હતાં અને તેમને વચન આપ્યુ હતું કે હું તમારી રક્ષા કરીશ.

1965ના ભારત-પાક યુદ્ધ દરમિયાન પાકિસ્તાને કિશનગઢ અને સાઢેવાલા ઉપર કબ્જો કરીને તન્નૌટને બંને તરફથી ઘેરી લીધું અને જોરદાર બોમ્બમારો કર્યો. બીએસએફ મુજબ પાકિસ્તાની સેનાએ આશરે 3000 જેટલા બોમ્બ દાગ્યા હતા, પણ માતાના આશીર્વાદના કારણે મોટાભાગના બોમ્બ ફાટ્યા જ નહીં અને જે ફાટ્યા તે ખુલા વિસ્તારમાં ફાટ્યા જેના કારણે કોઈ પ્રકારનું નુકસાન થયુ નહીં. આ દરમિયાન ભારતીય સેનાનું એક દળ ત્યાં આવી ગયુ અને તેમણે પાકિસ્તાની સૈનિકોને ભાગવા પર મજબૂર કર્યા હતાં. આ યુદ્ધમાં પાકિસ્તાની સેનાના ઘણા સૈનિકો માર્યા ગયા હતાં.

1971ના યુદ્ધમાં પણ માતાએ કરી હતી રક્ષા

4 ડિસેમ્બર 1971ની રાત્રે પાકિસ્તાની સેનાએ પોતાની ટેન્ક રેજીમેન્ટની સાથે ભારતની લોંગેવાલા ચોકી ઉપર હુમલો કર્યો હતો. તે સમયે ત્યાં બીએસએફ અને પંજાબ રેજીમેન્ટની એક-એક કંપની તૈનાત હતી. માતા તન્નૌટના આશીર્વાદથી આ બંને કંપનીઓએ પાકિસ્તાની સેનાના બધાં જ આક્રમણકારી ટેન્કોને નષ્ટ કર્યા હતા. સવારે વાયુ સેનાએ પણ હુમલો કર્યો જેના કારણે પાકિસ્તાની સેનાના અમુક જ સૈનિક જીવીત બચ્યા હતાં જ્યારે કે ભારતીય સેનાનો એક જ સૈનિક શહિદ થયો હતો. લોંગેવાલાનું યુદ્ધ વિશ્વમાં એક માત્ર યુદ્ધ હતું જેમાં આક્રમણકારી સેનાનો એક તરફી નાશ થયો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ અહીં વિજય સ્તંભનું નિર્માણ કર્યુ હતું.

માતા તન્નૌટના મંદિરે યુદ્ધમાં સુરક્ષા દળોની રક્ષા કરી હતી. મંદિરમાં એક સંગ્રહાલય પણ છે જ્યાં પાકિસ્તાનના તે બોમ્બ મૂકવામાં આવ્યા છે જે ફાટ્યા ન હતાં. યુદ્ધ બાદ મંદિરની જવાબદારી સુરક્ષા દળોએ પોતાના હાથમાં લઈ લીધી હતી. મંદિરમાં  રોજ સવાર-સાંજ આરતી થાય છે અને મંદિરના મુખ્ય દરવાજા પર એક સૈનિક તૈનાત રહે છે.

માતા તન્નૌટ મંદિરથી માત્ર 5 કિલોમીટર પહેલાં જ માતા ઘંટિયાલીનો દરબાર છે. 1965ના યુદ્ધમાં માતાનો એવો ચમત્કાર થયો હતો કે પાકિસ્તાની સેનાનો નાશ થયો હતો.

મંદિરના પૂજારીએ (બીએસએફનો જવાન) જણાવયુ કે ભારતીય સેના ઉપર જેમના આશીર્વાદ છે તે માતા તન્નૌટની નાની બહેન છે માતા ઘંટિયાલી. 1965ના યુદ્ઘમાં માતા ઘંટિયાલીના સિદ્ધ દરબારના ચમત્કારના કારણે જ્યારે પાકિસ્તાની સેનાએ અહીં હુમલો કર્યો ત્યારે એવી સ્થિતિ સર્જાઈ કે બંને તરફથી આવતા પાકિસ્તાની સૈનિકોએ એક બીજાને ભારતીય સેના માનીને ગોળીબાર શરૂ કર્યો જેમાં કેટલાક પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતાં.

જ્યારે કેટલાક પાકિસ્તાની સૈનિકો ઘંટિયાલી માતાના મંદિરે પહોંચી ગયા અને મંદિરને નુકસાન પહોંચાડ્યુ ત્યારે માતાએ ચમત્કાર કર્યો અને પાકિસ્તાની સૈનિકો એક બીજા સાથે લડીને જ માર્યા ગયા હતાં. પૂજારીએ જણાવ્યુ કે એક અન્ય પાકિસ્તાની દળે માતા ઘંટિયાલીની મૂર્તિ ઉપરથી ઘરેણા ઉતારવાના પ્રયાસ કર્યા તો પાકિસ્તાની સૈનિક આંધળા થઈ ગયા હતાં.

1965 અને 1971ના યુદ્ધમાં માતા ઘંટિયાલી અને માતા તન્નૌટના આશીર્વાદથી પાકિસ્તાની સૈનિકોને પરાજિત કર્યા બાદ બીએસએક દ્વારા બંને મંદિરોની જવાબદારી લઈ લેવામાં આવી હતી. બંને મંદિરોમાં બીએસએફનો સૈનિક જ પૂજારી હોય છે. હાલમાં આ જવાબદારી બીએસએફની 135મી બટાલિયન પાસે છે.

Source: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!