ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદનને મુક્ત કરી શકે છે પાકિસ્તાન, પણ 1 શરત છે…

0

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમદ કુરેશીએ ભારતીય પાયલોટની મુક્તિ પર એક મોટું નિવેદન આપ્યું છે. વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશીએ ભારતીય પાયલોટને મુક્ત કરી શકે છે પણ એક શરત મૂકી છે.

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમદ કુરેશીનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે જો પરિસ્થિતી સામાન્ય થઇ જાય તો પાયલોટને મુક્ત કરવા અંગે વિચાર કરી શકાય. કુરેશીએ દાવો કર્યો છે કે ભારતીય પાયલોટ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, અને તેનું ધ્યાન સારી રીતે રાખવામાં આવી રહ્યું છે.

શાહ મહમુદ કુરેશીએ કહ્યું કે, ‘હું ભારતના લોકો અને ભારતના લોકોને જણાવવા માંગુ છું કે પાકિસ્તાન એક જવાબદાર દેશ છે, જવાબદાર વાયુસેના છે. અમે જીનીવા કન્વેન્શનથી પરિચિત છીએ. હું તેમને ખાતરી આપું છું કે તમારા જે પાયલોટ છે તે સંપૂર્ણપણે સલામત છે. એમની દરેક પ્રકારે સુરક્ષા રાખવામાં આવી રહી છે.’

શાહ મહમુદ કુરેશીએ આગળ કહ્યું, ‘એમને જે પણ સગવડ જોઈશે, અમે આપીશું, અમારી તેમની સાથે કોઈ દુશ્મનાવટ નથી. જુઓ પાકિસ્તાન પરિસ્થિતિ સુધારે એ માટે પગલાં લેવા તૈયાર છે.’ પાકિસ્તાન ભારતીય પાયલોટને છોડવા પર વિચાર કરશે પરંતુ એ પહેલા ભારત પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ સામાન્ય થાય.

શાહ મહમુદ કુરેશીનું આ નિવેદન ત્યારે આવ્યું, જ્યારે પાકિસ્તાને પોતાની વાયુસીમામાં ભારતના બે લડાકુ વિમાન તોડી પાડયા હોવાનો દાવો કર્યો.

ત્યારે ભારતે પાકિસ્તાનને કહ્યું કે પાકિસ્તાને જે રીતે ઘાયલ પાયલોટનો વિડીયો બનાવીને તેને પ્રસારિત કર્યો એ જિનેવા કન્વેનશન અને International Humanitarian Lawની વિરુદ્ધ છે. ભારતે પાકિસ્તાને પાયલોટને તરત જ મુક્ત કરવા કહ્યું છે અને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે પાયલોટને હવે કોઈ વધારે નુકશાન કે ઇજા ન થાય.

જણાવી દઈએ કે પાકિસ્તાની વાયુસેનાના હુમલાના જવાબ દરમ્યાન ભારતીય વાયુસેનાનું એક મિગ-21 વિમાન ક્રેશ થઈને પાકિસ્તાનની સીમમાં જઈ પડ્યું. દરમ્યાન વિમાનના પાયલોટ અભિનંદનને પાકિસ્તાની સેનાએ પોતાની એકદમ લઇ લીધો છે. પહેલા પાકિસ્તાને બે ભારતીય પાયલોટને પકડવાની વાત કહી હતી પણ પછી પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે એક જ ભારતીય તેમની કેદમાં છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here