પાકિસ્તાનમાં શહીદ ભગત સિંહનું પુશ્તેની મકાન, હવે દેખાય છે કઈક આવું, જાણો તેના જીવન સાથે જોડાયેલી દિલચસ્પ વાતો…..

0

ભારતની આઝાદીના ઇતિહાસનું વર્ણન ભગત સિંહ વગર પૂરું ન થઇ શકે. દેશની આઝાદી માટે લડતા-લડતા 23 માર્ચ 1931 ના રોજ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ હુકુમતે ફાંસી પર લટકાવી દીધા હતા. આ વાતને 87 વર્ષ પસાર થઈ ચુક્યા છે, પણ ભગત સિંહ આજે પણ દરેકના દિલમાં જીવિત છે. તેનું તે ઘર પણ ઉપસ્થિત છે, જ્યા તેનો જન્મ થયો હતો અને જ્યાં તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું હતું. આ મકાન હાલ પાકિસ્તાનમાં છે.

પાકિસ્તાનના ફૈસલાબાદ માં ઉપસ્થિત ભગત સિંહનું પુશ્તેની મકાન:28 ડિસેમ્બર, 1907 ના ફૈસલાબાદ જિલ્લા ના જરાંવાલા સ્થિત બંગા ગામમાં જન્મેલા ભગતસિંહના પૂર્વજ મહારાજા રણજિત સિંહ ની સેનામાં હતા. તેના પિતા અને કાકા ગદર પાર્ટીના સદસ્ય હતા. આ પાર્ટી બ્રિટિશ હકુમત ના વિરુદ્ધ ક્રાંતિકારી આંદોલન ચલાવી રહી હતી. તેની અસર એ થઇ કે બાળપણથી જ ભગતસિંહમાં બ્રિટિશ હુકુમત ના વિરુદ્ધ ગુસ્સો ભરાઈ ગયો હતો. તેણે પણ દેશની આઝાદી માટે ક્રાંતિ નો રસ્તો અપનાવ્યો.
તે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોશિએશન ના સદસ્ય બન્યા. જેમાં ચન્દ્રશેખર આઝાદ, રામ પ્રસાદ બિસ્મિલ અને સુખદેવ જેવા મહાન ક્રાંતિકારી ઉપસ્થિત હતા. ભગતસિંહ અને તેના સાથીઓએ હસતા હસતા ફાંસીના ફંદા ને સ્વીકાર્યો હતો અને ઇન્કલાબ-જિંદાબાદ નો નારો બુલંદ કર્યો.

4 વર્ષ પહેલા તેના ઘરને હેરિટેજ ઘોષિત કરવામાં આવી ચૂક્યું:

ભગતસિંહના ઘરને ચાર વર્ષ પહેલા હેરિટેજ ઘોષિત કરી દેવામાં આવ્યું હતું. તેને સરંક્ષિત કર્યા પછી બે વર્ષ પહેલા પબ્લિક માટે તેને ખુલ્લું કરવામાં આવ્યું. ફેબ્રુઆરી 2014 માં ફૈસલાબાદ ડીસ્ટ્રીકટ કોઓર્ડીનેટ ઓફિસર નુરુલ અમીન મેંગલે તેના સંક્ષિપ્ત ઘોષિત કરતા રીનોવેશન માટે 5 કરોડ રૂપિયાની રકમ પણ આપી હતી.તેના પછી જણાવામાં આવ્યું કે ભગતસિંહ ના મકાન જે નહીં પણ તેના પુરા ગામને ટુરિસ્ટ પ્લેસ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યું છે. તેના ગામમાં દરેક વર્ષ 23 માર્ચ ના રોજ તેના શહીદ દિવસે સરદાર ભગત સિંહ મેળો પણ ઓર્ગેનાઈઝ કરવામાં આવે છે.
લોકલ ઓર્થોરિટી કરે છે રાખ-રખાવ કામ:બે વર્ષ પહેલા લોકો માટે ખોલવામાં આવ્યું:
અહીં રહેનારા પરિવારનું કહેવું છે કે આ વૃક્ષ ખુદ ભગત સિંહે લગાવ્યું હતું:અમુક વર્ષ પહેલા સુધી અફજલ વિર્ક અહીં પોતાના પરિવારની સાથે રહેતા હતા:
અફજલની ફેમિલીએ ભગતસિંહ ના પરિવારની ચીજોને સુરક્ષિત રાખી હતી:ઘરની બહાર લાગેલું બોર્ડ:
ભગત સિંહના ઘરની પાસે આ કન્સ્ટ્રક્શન પછી થયું હતું:ભગત સિંહ ની સ્કૂલ, જયાં તે અભ્યાસ કરી રહ્યા હતા.ભગત સિંહનું ગામ બંગા:
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here