રસ્તા વચ્ચે પાથરી દીધો પાકિસ્તાનનો ઝંડો, જુવો વિડીઓમાં પાકિસ્તાની ડ્રાઈવરે આગળ શું કર્યું..

0

પુલવામા હુમલામાં CRPF જવાનોના શહીદ થયા બાદ આખા દેશમાં આક્રોશનો માહોલ છે અને દરેક વ્યકતિનો એક જ નારો છે આતંકવાદનો સફાયો. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદએ લીધી છે અને પાકિસ્તાનની દરેક જગ્યાએ થૂ-થૂ થઇ રહી છે. હવે આખા દેશમાં પાકિસ્તાન માટે નફરત ભરાઈ આવી છે અને દરેક વ્યક્તિ અનોખી રીતે વિરોધ દર્શાવી રહયા છે. કોઈ પાકિસ્તાનના નામ પર જૂતા વેચી રહ્યું છે તો કોઈ પાકિસ્તાની ઝંડાને આગ લગાવીને પોતાની ભડાસ કાઢી રહ્યું છે. એવામાં અમૃતસરનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાનના વિરોધમાં પ્રદર્શન કરવાની એક અનોખી રીત અપનાવવામાં આવી છે.

રસ્તા પર પાથરી દીધો પાકિસ્તાનનો ઝંડો

અમૃતસરના સ્થાનિક લોકોએ પાકિસ્તાનના ઝંડાને રસ્તા પર વચ્ચે પાથરી લીધો તેનાથી દિલ્હી-લાહૌર જવાવાળી બસ તેના પરથી પસાર થઈને જાય. ઈચ્છા ન હોવા છતાં ડ્રાઈવરે એ રસ્તેથી પાકિસ્તાનના ઝંડા પર થઈને જ જવું પડ્યું. એ રસ્તેથી કેટલીય ગાડીઓ નીકળી ગઈ અને જ્યારે પાકિસ્તાનની બસ આવી તો ડ્રાઈવરે પણ બસ આગળ લઇ જવી પડી. ત્યાં સ્થાનિક લોકો પાકિસ્તાનના ઝંડાને પગથી દબાવીને ઉભા રહયા અને સતત પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા.

આ પ્રકારનો આ વિરોધ પહેલો નથી. એક ચિત્રકારે પણ પોતાનો વિરોધ દર્શાવવા માટે આ રીત અપનાવી છે. ચિત્રકાર વિનોદ ધામેજાનીએ મેરિન ડ્રાઈવ પાસે રસ્તા વચ્ચે જ પાકિસ્તાનનો ઝંડો પેઇન્ટ કરીને બનાવ્યો. વિનોદનું કહેવું છે કે ઝંડાને ખૂંદતા ત્યાંથી ઘણી ગાડીઓ નીકળશે અને આવવા-જવાવાળા લોકો પણ આ ઝંડા પરથી પોતાનો પગ મૂકીને જશે. આ એમનો વિરોધ પ્રદર્શન કરવાની રીત છે. તેઓએ એ પણ કહ્યું કે હું બોર્ડર પર યુદ્ધ નથી લડી શકતો, પણ આ કોશિશ એ સાબિત કરવાની છે કે મારી નસોમાં દેશભક્તિ વહે છે.

પાકિસ્તાન મુર્દાબાદ પર લેગ પીસ પર છૂટ

ફક્ત આ રીતે જ નહિ, પણ બીજી ઘણી અનોખી રીતે લોકો પોતાનો વિરોધ નોંધાવે છે. જગદલપુરમાં રોડના કિનારે ફૂડ સ્ટોલ લગાવનાર અંજલ સિંહ પણ લોકોને ચિકન લેગ પીસમાં 10 રૂપિયાની છૂટ આપી રહયા છે. આ છૂટ એ લોકો માટે છે જે લોકો પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવશે. પોતાની આ ઓફર બાદ તેઓ લોકોમાં ઘણા પ્રખ્યાત થઇ ગયા છે. તેમના આ વિરોધના પણ ઘણા વખાણ થઇ રહયા છે. તેઓએ પોતાના સ્ટોલ પર લખાવ્યું છે કે પાકિસ્તાન મુર્દાબાદ કહેવાવાળાને લેગ પીસમાં છૂટ મળશે.

જણાવી દઈએ કે પુલવામા હુમલા બાદ દેશનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. અત્યાર સુધી ઘણા પ્રસંગોએ ભારત ચૂપ રહ્યું હતું, પણ આ હુમલા બાદ ભારત ચૂપ નહિ રહે. સામાન્ય લોકો અને ખ્યાતનામ વ્યક્તિઓ સાથે સાથે ચંબલના શેર ગણાતા ડાકૂ મલખાન સિંહે પણ કહ્યું છે કે તેઓ 700 ડાકુઓ સાથે મળીને પાકિસ્તાનનો સફાયો કરી શકે છે. તેઓએ કહ્યું કે જિલ્લાના બળવાખોર છીએ, દેશના નહિ. દેશ માટે તેઓ સરહદ પર મરવા પણ તૈયાર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here