વિંગ કમાન્ડર અભિનંદનનો વાળ પણ વાંકો ન કરી શકે પાકિસ્તાન, જાણો શું છે યુદ્ધના કેદીને રાખવાના નિયમો

0

પાકિસ્તાનના વિમાનોએ બુધવારે ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કરીને ભારતમાં ઘૂસીને આવ્યા હતા જેના જવાબમાં ભારતે પાકિસ્તાનું એક F-16 ફાઈટર પ્લેન તોડી પડ્યું હતું. આ દરમ્યાન ભારતીય વાયુસેનાનું એક મિગ-21 પણ ક્રેશ થઇ ગયું. તેના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં જઈ પડયા. અને પાકિસ્તાને તેમને કેદમાં લઇ લીધા છે.

પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનના બે વિડીયો પણ જારી કર્યા છે જેમાં એક વીડિયોમાં તેમની સાથે મારપીટ કરાઈ રહી છે અને બીજા વીડિયોમાં તેમની આંખો પર પટ્ટી બાંધી છે અને તેઓ સવાલોના જવાબ આપી રહયા છે. આ વીડિયોના સામે આવ્યા બાદ ભારતે એના પર સખ્ત વાંધો ઉઠાવો છે અને પાયલોટને સુરક્ષિત ભારતને સોંપવાની માંગ કરી છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની છબી ખરાબ થતી જોઈને પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનનો વધુ એક વિડીયો રજુ કર્યો છે. જેમાં તેઓ ચા પીતા નજરે ચડે છે. પાકિસ્તાની અધિકારીઓએ તેમને એ પણ સવાલ કર્યો કે તમારી સાથે સારું વર્તન કરવામાં આવી રહ્યું છે? મીડિયામાં ભારતીય પાયલોટ સાથે મારપીટ કરતો વિડીયો રજૂ કરીને પાકિસ્તાને જિનેવા સંધિનું ઉલ્લંઘન કરી દીધું છે.

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ઘણા ભારતીય સૈનિકોને પાકિસ્તાને કેદ કરી લીધા હતા. એમાંથી એક સ્ક્વોડ્રન લીડર કેસી કરિયપ્પા પણ હતા. તેમના વિમાનને પાકિસ્તાની વાયુસેનાએ નિશાનો બનાવ્યું હતું અને પછી તેમને પાકિસ્તાની કેદી બનાવી લીધા હતા. જ્યારે યુદ્ધ ખતમ થયું ત્યારે ચાર મહિના પછી તેમની છોડી મુકવામાં આવ્યા હતા.

કારગિલ યુદ્ધ દરમ્યાન પાકિસ્તાની સેનાએ ભારતીય વાયુસેનાના ફલાઇટ લેફટનન્ટ નચિકેતાને કેદ કરી લીધો હતો. જણાવી દઈએ કે 27 મે 1999એ ભારતીય વાયુસીમામાં ઘુસેલા વિમાનોને ખદેડી કાઢતા સમયે નચિકેતાના મિગ-27 એરક્રાફ્ટનું એન્જીન ખરાબ થઇ ગયું જેના કારણે તેમને વિમાન છોડવું પડ્યું હતું અને તેઓ પેરાશૂટથી પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં જઈ પડયા હતા. જેના બાદ પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા હતા. પાકિસ્તાની સૈનિકોએ તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું અને મારપીટ કરી હતી. પાકિસ્તાની સેનાના જ એક વરિષ્ઠ અધિકારીના દખલ કર્યા બાદ તેમની સાથેનું ખરાબ વર્તન અટક્યું હતું. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાન પર દબાણ કર્યું અને લગભગ 8 દિવસ સુધી પૂછપરછ કર્યા પછી તેમને ભારતને સોંપવામાં આવ્યા હતા.

તો ચાલો જાણીએ શું છે જિનેવા સંધિ:

યુદ્ધના કેદી પર ત્રાસ ન ગુજારી શકાય:

યુદ્ધના કેદીઓ માટેના નિયમો ખૂબ જ સ્પષ્ટ છે કે યુદ્ધ કે યુદ્ધ જેવા સમયે જો કોઈ સૈનિક પોતાના યુનિફોર્મમાં પકડાઈ જાય છે તો તેમની સાથે ઘૂસણખોરો જેવો વ્યવહાર ન કરી શકાય. દુશ્મન દેશ તેને કેદ કરી શકે પણ તેમના નામ, રેન્ક સિવાય પરિવાર સાથે જોડાયેલી માહિતી જ પૂછી શકે. આ સિવાય બીજું કઈ જ પૂછવાનો અધિકાર નથી હોતો.

નિયમ એ છે કે યુદ્ધના કેદીને માનસિક કે શારીરિક ત્રાસ ન આપી શકાય કે ન તો તેમની સાથે કોઈ પણ પ્રકારનું અમાનવીય વર્તન કરી શકાય.

યુદ્ધ બાદ શાંતિ થતા જ બંને દેશો વચ્ચે યુદ્ધના કેદીઓનું આદાન-પ્રદાન થાય છે. એવામાં જો અત્યારે ભારતીય પાયલોટને કેદી બનાવવામાં આવ્યા છે તેઓ તેમના કેદમાંથી છુટકારા માટે થોડી રાહ જોવી પડશે.

જિનેવા સંધિ મુજબ પાકિસ્તાને કર્યા બે ઉલ્લંઘન:

જિનેવા સંધિ મુજબ, બીજા દેશના સૈનિકો સાથે યુદ્ધના સમયે જ નહિ, પણ શાંતિના સમયે પણ સારો વ્યવહાર કરવાની જોગવાઈ છે. જ્યારે યુદ્ધ જેવો સમય સમાપ્ત થઇ જાય, તરત જ તેમની છોડી મુકવા જોઈએ. આ સંધિ કહે છે કે ‘એક દેશે યુદ્ધ દરમ્યાન કેદમાં લીધેલા દુશ્મન દેશના સૈનિકો સાથે કોઈ પણ એવું કૃત્ય કરવું જોઈએ નહિ કે જેનાથી તેનું મોત થઇ શકે છે કે તેમને નુકશાન થઇ શકે છે. આ રીતે પાકિસ્તાને સંધિનું એકવાર ઉલ્લંઘન કરી દીધું, કે તેને પાયલોટ સાથે દુર્વ્યવહાર કર્યો.

યુદ્ધના કેદીને શારીરિક યાતના આપવા પર પ્રતિબંધ છે. તેના પાર તબીબી કે વૈજ્ઞાનિક પ્રયોગની સખત મનાઈ છે. તેમના ફોટો કે વિડીયો જારી કરવા પર પ્રતિબંધ છે. વિંગ કમાન્ડર અભિનંદનના બે વિડીયો જારી કરીને પાકિસ્તાને સંધિનું બીજીવાર ઉલ્લંઘન કર્યું.

સંધિ અનુસાર, યુદ્ધના કેદીઓની સંપૂર્ણ સુરક્ષા તેમને કેદમાં લેનાર દેશની જવાબદારી હોય છે. જો એમાંથી કોઈ પણ વાતનું ઉલ્લંઘન થાય તો તેને જિનેવા સંધિનું ઉલ્લંઘન માનવામાં આવે છે. સંબન્ધિત દેશ આ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી શકે છે.

કયા સંધિમાં યુદ્ધના કેદીઓ સાથે કેદમાં કેવો વ્યવહાર કરવામાં આવવો જોઈએ અને તેમને કઈ-કઈ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ એ વાતોનો પણ ઉલ્લેખ છે. એમાં યુદ્ધના કેદીને ન્યાયિક પ્રક્રિયાથી પસાર થવાની તક, જરૂર પડવા પર તબીબી ઉપચાર, સમય પર ખાવાનું-પીવાનું, રહેવા માટે આવાસ અને પોતાની ધાર્મિક ગતિવિધિઓ કરવાની સ્વતંત્રતા આપવા જેવી બાબતો સામેલ છે.

પાયલોટના પકડાઈ જવા પર દુશ્મન દેશ તેના દેશને આ વાતની સૂચના આપે છે. આ સુચનામાં પાયલોટનું નામ, રેન્ક અને તેની શારીરિક સ્થિતિ સિવાય તેમની પાસેથી મળી આવેલા સામાનની પણ જાણકારી આપે છે અને તેમની પાસેથી મળેલી પિસ્તોલમાં કેટલી ગોળીઓ બચી છે એ પણ જણાવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here