અસત્ય એક વિશેષ યોગ્યતા છે. જ્યારે પણ તમારે ગલતની જાળ પાથરવી છે, તો તમારે તેની પાછળ ઘણું બધું કરવું પડતું હોય છે. સત્ય તે છે, જેને કોઈ મુર્ખ પણ કરી શકે છે કેમ કે તેમાં કોઈ મહેનત કરવાની જરૂર નથી હોતી. એ પણ છે કે તેના માટે શું કરવું? સત્યને બનાવી રાખવાની જરૂર નથી હોતી, પણ અસત્યની ખુબ દેખભાળ કરવી પડતી હોય છે. તેના માટે તમારી પાસે કાબિલિયત પણ હોવી જોઈએ.
લોકોની આદતો તેના સ્વભાવનો એક મોટો હિસ્સો બની જાતો હોય છે. ત્યારેજ તો તેઓ શું બોલે છે, સમજે છે અને શું કરવા ઈચ્છે છે તેઓનો અંદાજો લગાવવો થોડો કઠીન બની જાય છે. તેઓનો અંદાજ એટલો પ્રભાવશાળી બની જાય છે કે તેઓ દ્વારા બોલવામાં આવેલું જુઠ પણ સાચું લાગવા લાગતું હોય છે. અમુક લોકોનું વ્યક્તિત્વ જ એવા પ્રકારનું હોય છે કે જુઠને પણ સત્ય કરતા વધુ પ્રદર્શિત કરી શકતા હોય છે. એટલી સફાઈથી ખોટું બોલતા હોય છે કે તેઓની સામે સાચી વાત પણ ખોટી જ લાગતી હોય છે.
“झूठ बोले कौवा काटे…काले कौवे से डरियो”, બાળપણમાં જ્યારે પણ આપણે આ ગીત સાંભળતા હોઈએ ત્યારે એવું જ લાગતું કે ખોટું બોલવા પર સાચે જ કાગડો કાટી જાશે. પણ આજે તો લોકો નાની- નાની વાતો પર પણ ખોટું બોલી દેતા હોય છે.
પણ તમે તે કહેવત તો સાંભળી જ હશે કે ‘चोर कितना ही शातिर क्यों ना हो, अपने निशान तो छोड़ ही जाता है।’ ઠીક એવી જ રીતે ખોટું બોલવા વાળો ગમે તેવો શાતીર પણ કેમ ન હોય તેઓ ખોટું બોલવાના સમયે કઈક ને કઈક તો ભૂલ કરી જ બેસતા હોય છે, જેનાથી તેનું જૂઠ પકડાઈ જાતું હોય છે.
તો આજે અમે તમને એવીજ અમુક ટ્રીક્સ બતાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે પણ કોઈપણનું જુઠ આરામથી પકડી શકશો.
1. જીભ અને હોંઠ પર આપો ધ્યાન:
જો કોઈનું પણ જુઠ પકડવું હોય તો તેના ચેહરા અને જીભ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જો કોઈ વ્યક્તિ વાત કરવાના સમયે વારંવાર પોતાની જીભ બહાર કાઢી રહ્યા છે તો તેનો મતલબ એ કે તે જરૂરથી ખોટું બોલી રહ્યો છે.
2. સોલ્ડર ઉંચકવો:
ખોટા ઇન્સાનની એ પણ આદત હોય છે કે તેઓ ખોટું બોલવાના સમયે વારંવાર પોતાના સોલ્ડરને ઉંચકાવતા હોય છે. જો તમે પણ કોઈનું ખોટું પકડવા માંગતા હોવ તો તેની શારીરિક ગતિવિધિઓ પર પણ ધ્યાન આપો.
3. ખોટી સ્માઈલ આપવી:
જ્યારે પણ વ્યક્તિ ખોટું બોલે છે ત્યારે તે ખોટી સ્માઈલ આપતા હોય છે. બસ જરૂર છે તો તેને સમજવાની. જ્યારે પણ કોઈની સાથે વાત કરીએ તો તેની સ્માઈલ પણ નજર જરૂર કરો.
4. નાક ગર્મ થવું:
જ્યારે પણ કોઈ તમારી પાસેથી ખોટું બોલે છે તો તેનું નાક લાલ થઇ જાતું હોય છે અને થોડું ગર્મ પણ થઇ જાતું હોય છે. તેને જોઇને તમે સમજી શકો કે સામેનો વ્યક્તિ તમારી પાસેથી ખોટું બોલી રહ્યો છે.
5. મો ઢાંકવું:
ઘણીવાર લોકો ખોટું પકડાઈ જવાના ડરથી સામે વાત કરવાથી બચે છે. એવામાં વાતચીત કરવાના સમયે પોતાનું મો ઢાંકીને કે પછી જેમ તેમ જોઇને વાત કરતા હોય છે.
6. આંખોમાં જોઇને વાત ન કરવું:
જ્યારે કોઈ ખોટું બોલે છે તો મોટાભાગે તેની આંખો જુંકેલી હોય છે. કે પછી તેઓ જ્યાં-ત્યાં જઈને વાત કરતા હોય છે. તેનાથી તમે જાણી શકો છો કે તેઓ જુઠ બોલી રહ્યા છે.
7. આંખો મોટી કરવી:
જ્યારે કોઈ ખોટું બોલી રહ્યા હોય ત્યારે તેઓની આંખો સામાન્ય નથી હોતી એટલે કે આંખોને જપકાવ્યા વગર જ લગાતાર તમારી સાથે વાત કરે કે પછી આંખોને સામાન્ય સાઈઝ કરતા મોટી કરી લેશે.
8. દેખાળો કરવો:
ખોટા લોકો તમારી સામે નજર મિલાવવાનો દેખાડો કરશે. તેની સાથે જ તે દેખાળવાની કોશિશ કરશે કે તેઓ તમારી વાત સાથે પૂરી રીતે સહેમત છે. પણ તેમની બોડી લેન્ગવેજ તેમની હકીકત કહી દેતી હોય છે.
9. કઈક યાદ કરવાની કોશીસ કરવી:
ખોટું બોલનારા લોકો વારંવાર ગાલોને ટચ કરીને કઈક યાદ કરવાની કોશીસ કરતા હોય છે. તેના સિવાય અટકી અટકીને વાત કરવું પણ ખોટું બોલવાની નિશાની છે.
10. આત્મવિશ્વાસની કમી:
ઈમાનદાર અને સાચા લોકો ઇન્સાનની બોડી લેન્ગવેજ આત્મવિશ્વાસથી ભરેલી હોય છે. સાથે જ ખોટું બોલનારા વ્યક્તિ તમામ વાતોથી દુર રહેતા હોય છે.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર
