ઘરમાં પૈસાની તંગી દૂર કરવાનાં સરળ ઉપાય, થશે મા લક્ષ્મીની કૃપા ..

પૈસા કમાવવાની ઈચ્છા તો દરેક વ્યક્તિનાં મનમાં થતી જ હશે ને પૈસા કમાતા જ હશે. પરંતુ મહેનત કરીને અઢળક પૈસા કમાવવા છતાં એક રૂપિયો પણ બચતો નથી. તો તમારે તમારી રોજની દિનચર્યા પર થોડું ધ્યાન આપવું જોઈએ. નાની નાની વાતો તો આપણાં સંસ્કારોમાં પણ પહેલેથી જ હશે અને હોવું જ જોઈએ. જે કોઈ તંત્ર મંત્રના ઉપાયો નહી. પણ, ઘરનાં વડીલોના અનુભવોને આધારે દીધેલું જ્ઞાન હશે. એ તેમનાં અનુભવોની સિદ્ધિ છે.

જો પૂરતાં પૈસા કમાવા છતાં પણ પૈસા નથી બચતાં તો કાળાં કૂતરાને દર શનિવારે સરસિયનાં તેલમાં ચોપડેલી રોટલી ખવડાવો.

શું ન કરવું જોઈએ _

સાંજના સમયે સૂવું નહી, સાંજના સમયે લેખન  કે વાંચન કાર્ય ન કરવું જોઈ તેમજ સાંજના સમયે જમવું ન જોઈએ.. આ ત્રણેય વસ્તુઓ સાંજના સમયે નિષેધ છે. તેમજ રાત્રે સૂતા પહેલાં પગને ઠંડા પાણીથી ધોઈને જ સૂવું જોઈએ. પગ ધોઈને તરત જ રૂમાલથી કોરા કરવા પછી જ સૂવું. જો ભીના પગ સાથે સુવાથી લક્ષ્મીનો નાશ થાય છે.

રાતનાં સમયે ચોખા, દહી અને સતુના સેવનથી લક્ષ્મીનો નિરાદર થાય છે. તેમજ સમૃદ્ધિની ઈચ્છાવાળા વ્યક્તિને આર્થિક કષ્ઠનો સામનો કરવો પડે છે. તેમજ જે લોકોને આર્થિક પરિસ્થિતી નબળી ને આર્થિક કષ્ટિ છે એ લોકોએ પણ રાતના સમયે આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

હમેશા પૂર્વ અને ઉતર દિશા તરફ મો રાખીને જ ભોજન કરવાનો આગ્રહ રાખવો. શકયતા હોય ત્યાં સુધી રસોડામાં બેસીને જ જમવાનો આગ્રહ રાખો. રસોડામાં બેસીને જમવાથી રાહુ ગ્રહ એકદમ શાંત રહે છે. તેમજ પગમાં ચપ્પલ પહેરીને ક્યારેય પણ ભોજન ન કરવું જોઈએ,

સવારે કોગળા કર્યા વગર ચા કે પાણી પીવું ન જોઈએ. તેમજ એઠાં હાથે કે બગડેલ હથોથી ક્યારેક ગાય, બ્રામ્હણ ને અગ્નિને સ્પર્શ ન કરવો.

ઘરમાં દેવી દેવતાઓ પર ચડાવવામાં આવેલ ફૂલો અને ફૂલોના હાર સુકાઈ ગયા બાદ ઘરમાં રાખવા એ અમંગલ કારી છે.

તેમજ ઘરમાં પવિત્ર નદીઓનાં પાણીનો સંગ્રહ કરીને રાખવું જોઈએ, પવિત્ર નદીઓનાં પાણીને ઘરનાં ઇશાન ખૂણામાં રાખવાથી ખૂબ જ ફાયદો થાય છે.

તિજોરીમાં હમેશા આપણે પૈસા, આભૂષણો તેમજ બીજી કીમતી વસ્તુઓ જ મૂકતાં હોઈએ છીએ. એટ્લે આ જગ્યા પવિત્ર ને ભરપૂર પોઝિટિવ ઉર્જાથી ભરેલી હોવી જોઈએ. જેનાથી ઘરની બરકત બની રહે અને ક્યારેય પૈસાની તંગીનો અહેસાસ ન થાય. ઘરમાં ઘનની વૃધ્ધિ કરવા માટે અને એમાં સ્થિરતા લાવવા માટે શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાવ્યા છે.

તમારા ઘરની તિજોરી નિત્ય પૈસાથી ભરાયેલી રહે અને તેમજ ધનની દેવી મા લક્ષ્મીજીણી કૃપા અવિરત વરસ્યા કરે એનાં માટે કેટલાક નાના નાના ઉપાયો અપનાવો.

શાસ્ત્રો અનુસાર, શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિનાં દાતા છે જે કોઈ ભક્ત નિત્ય શ્રી ગણેશની ઉપાસના કરે આરાધના કરે તેને ક્યારેય કોઈ કોઈ પણ પ્રકારની ખોટ નથી આવતી. ગણેશ ભગવાનને પ્રસન્ન કરવા માટેના કેટલાય ઉપાયો શાસ્ત્રોમાં બતાવ્યાં જ છે. રોજ ભગવાન ગણેશની પૂજા કરો, ધ્યાન કરો. જો ગણેશની મુર્તિ ન હોય તો ભગવાન ગણેશનાં પ્રતિક સ્વરૂપે સોપારી પણ પૂજામાં મૂકી શકાય છે. પૂજામાં ઉપયોગ કરેલ સોપારીમાં ભગવાન શ્રી ગણેશનો વાસ હોય છે. બસ, આ જ સોપારી પૂજા કર્યા પછી તમારી તિજોરીમાં મૂકી દો. આ સોપારીને તમારી તિજોરીમાં મૂક્યાં પછી તિજોરીની આસપાસ સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને પવિત્ર ઉર્જા સક્રિય રહેશે. તેમજ નકારાત્મક શક્તિ દૂર રહેશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!