પૈસાની કમીથી પીડાઓ છો જીવનમાં ? તો અપનાવો આ ચાણક્ય નીતિ….તનતોડ મહેનતનું પરિણામ મળશે

0

આજના જીવનમાં દરેક કોઈ અઢળક પૈસા કમાવા માગે છે. એટલા પૈસા કે તેને દ્વારા તેઓ પોતાના દરેક સપનાઓ ને પુરા કરી શકે. પણ જો કે એવું થઇ શકતું નથી. ગમે તેવા ધનવાન હોય છતાં પણ લોકો ધન-દૌલત ને લઈને સંતુષ્ટ નથી અને વધુ પૈસા કમાવા તરફ દોટ મુકે છે. એવામાં સામાન્ય લોકોને તો પૈસા ની તંગી રહેવી સ્વાભાવિક છે. આ સિવાય તનતોડ મહેનત કરવા છતાં પણ લોકોને ધાર્યું પરિણામ મળતું નથી. એવામાં દરેક કોઈ ગરીબી ની સમસ્યા ને લઈને ચિંતિત છે. એવામાં આજે અમે તમારા માટે એક ખાસ ઉપાય લઈને આવ્યા છીએ.  ચાણક્યની નીતિને અનુસરીને ગરીબાઈ કે પૈસાની કમી પણ દૂર થઈ શકે છે. જો તમને માનવામાં ન આવતું હોય તો અપનાવો આ સૂત્રો જીવનમાં કે જે ચાણક્યે આપ્યા છે. તો આવો જાણીએ શું કરવાથી તકલીફો દૂર થાય અને સારા દિવસો આવે.

ગરીબી ને દૂર કરવા માટે અપનાવો આ મંત્ર:
દારિદ્રયનાશનં દાનં શીલં દુર્ગતિનાશનમ્
અજ્ઞાનનાશિની પ્રજ્ઞા ભાવના ભયનાશિની ||

ચાણક્ય ના આધારે આ મંત્ર નો એ અર્થ થાય છે કે હંમેશા ઉદાર મન ના બનો ના કે ઘમંડી કે અભિમાની. હંમેશા દાન પુણ્ય ના કામ કરતા રહો, આ દાન પુણ્ય જ તમને કામિયાબી તરફ દોરી જાશે.આ સિવાય સુખી બનવા માટે ચાણક્ય કહે છે કે, સુખી બનવા માટે તમારા વ્યવહાર ને પણ સુધારો. અન્ય સાથે વાત ચિત્ત કરવામાં હંમેશા શાંતિ અને નમ્રતા જાળવો. તમારો આજ વ્યવહાર તમારા દુઃખો ને દૂર કરશે અને સુખ નું આગમન કરશે.મુશ્કેલીઓ લાવે છે તમારી અજ્ઞાનતા:

આ સિવાય ચાણક્ય ના અનુસાર અજ્ઞાનતા ને વ્યક્તિ નો દુશ્મન માનવામાં આવ્યો છે. તમારી આ અજ્ઞાનતા ને દૂર કરવા માટે ગુરુ નો સહારો લેવો જરૂરી છે, જે અજ્ઞાની ને જ્ઞાની માં ફેરવવાની તાકાત ધરાવે છે. અભ્યાસ પણ અજ્ઞાનતા ને દૂર કરવાનો એક સરળ ઉપાય છે.

ધર્મ-ગ્રંથો નું વાંચન કરવું:શાસ્ત્રો સિવાય ચાણક્ય પણ કહે છે કે વાંચન કરવાથી વિચાર શુદ્ધ થાય છે અને મન ને શાંતિ મળે છે. નકારાત્મક વિચારો દૂર થાય છે. અને અન્ય પ્રત્યે લાગણીઓ કેળવાય છે. માટે ધર્મ-ગ્રંથો નું વાંચન તમને સાચા માર્ગ પાર દોરવી જાશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here