પાઇલોટ પહેલી ઉડાન ભરતા પહેલા પોતાની માં અને દાદી ને પગે લાગ્યો, કારણ જાણીને તમે પણ થઇ જાશો ભાવુક….વિડીયો જુવો

0

કહેવાય છે કે સપના જોવા અને તેને પૂરું કરવા વચ્ચે ની જે સફર છે, તે જો કોશિશો થી ભરેલી હોય તો તે જરૂર થી સાચા થાય છે. એવી જ એક હૃદય ને સ્પર્શ કરનારી હકીકત સામે આવી છે. ઈન્ડિગો ના એક પાઇલોટે પોતાની પહેલી ઉડાન ભરતા પહેલા પોતાની માં અને દાદી ને પગે લાગીને આશીર્વાદ લીધા હતા. આ પાઇલોટ નું નામ પ્રદીપ કૃષ્ણન છે અને તેનો એક વિડીયો પણ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો માં જોઈ શકાય છે કે કેવી રીતે પ્રદીપ કૃષ્ણન વિમાન ની ઉંડાન ભરતા પહેલા પોતાના યાત્રીઓની વચ્ચે પોતાના પરિવાર સુધી પહોંચવાની કોશિશ કરે છે.જેવો જ તે ત્યાં પહોંચે છે કે તરત જ પોતાની માં અને દાદી ને પગે લાગે છે અને પછી કૉકપીટ ના તરફ આગળ વધી જાય છે. તે તેના પરિવાર માટે ગર્વ ની બાબત છે. જણાવી દઈએ કે કૃષ્ણન ની માં અને દાદી એ કસમ ખાધી હતી કે તે પ્લેન માં ત્યાં સુધી નહિ બેસે, જયાં સુધી પોતાનો દીકરો પ્લેન ને નહિ ઉડાવે. પછી આ ફ્લાઇટ ચેન્નાઈ થી સિંગાપોર માટે રવાના થઇ ગઈ હતી. દિલ ને સ્પર્શ કરી દેનારી આ ઘટનાનો વિડીયો પાઇલોટ ના મિત્ર દ્વારા ફેસબુક પર શેયર કરવામાં આવ્યો અને લોકો દ્વારા ખુબ પસંદ પણ કરવામાં આવ્યો છે.

પાઇલોટ ના મિત્ર એ આ વિડીયો ને શેયર કરવાની સાથે-સાથે એક ભાવનાત્મક સંદેશ પણ લખ્યો,’સપના સાચા થાય છે”.

Video:

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here