પહેલી વાર ડ્યુટી પર પિતા અને દીકરી આવ્યા સામ સામે, પિતા એ દીકરીને કર્યું સેલ્યુટ કહ્યું કે …..

શું તમે ક્યારેય પોલીસ વિભાગમાં કામ કરનારા પિતા અને દીકરીને સામ સામે આવતા જોયા છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ કાર્યક્રમના દરમિયાન બંને નો આમનો સામનો થાય અને પિતા ગર્વથી દીકરીને સલામી આપેતો આ નજારો કેવો હોય? આવી જ એક ઘટના તેલંગાના માં જોવા મળી છે. જ્યા ડીએસપી પિતા એ પોતાની એસપી દીકરી ને ગર્વથી સલામ ઠોક્યું હતું. આ નજારાને જોઈને ત્યાં ઉપસ્થિત લોકો હરખાઈ ઉઠ્યા હતા. ખુદ ગર્વિત પિતા ના ચેહરા પર પણ એક સ્મિત આવી ગયું હતું.હૈદ્રાબાદ ના રાશાકોન્ડા કમિશ્નરિ ના મલકાનગિરી ના પોલીસ ઉપાયુક્ત એઆર ઉમા મહેશ્વર શર્મા આગળના 30 વર્ષો થી પોલીસ વિભાગમાં નોકરી કરી રહ્યા છે અને પછીના વર્ષે તે રીટાયર થઇ જાવાના છે. શર્મા હાલ રાશાકોન્ડા કમિશ્નરિ ના મલકાનગીરી માં પોલીસ ઉપાયુક્ત છે જયારે તેની દીકરી સિંધુ શર્મા 2014 બૈચ ની આઇપીએસ અધિકારી છે અને ચાર વર્ષ પહેલા પોલીસમાં નોકરી શરુ કરી છે.

રવિવારે જયારે બંને સામ સામે આવ્યા તો પિતાએ ગર્વ થી પોતાની દીકરીને સલામ કર્યું હતું. સિંધુ તેલંગાના ના જગતીયાળ જિલ્લા ની પોલીસ અધિકક્ષ છે. ઉમામહેશ્વરી એ કહ્યું, ”ડ્યુટી ના દરમિયાન પહેલી વાર અમે સામે સામે આવ્યા છીએ. હું ખુબ જ સૌભાગ્યશાળી છું કે એની સાથે કામ કરવાનો મૌકો મળ્યો છે. અમે બંને પોત પોતાની ડ્યુટી કરિયે છીએ. ઘર માં અમે એકદમ બાપ દીકરી ની જેમ જ રહીયે છીએ. સિંધુ એ કહ્યું આ એક સારો અવસર છે કે અમને એક બીજા સાથે કામ કરવાનો મૌકો મળ્યો છે”.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!