પહેલી જ વાર રેખાએ પોતાના પ્રેમનો કર્યો ખુલાસો, અમિતાભ નહીં આ છે તે વ્યક્તિ

બોલિવૂડ એક્ટ્રેસ રેખાએ તાજેતરમાં જ ટીવી શો ‘સુપર ડાન્સર 2’માં પોતાના દિલની વાતો શૅર કરી હતી. રેખાએ આજ સુધી પોતાના પ્રેમની વાત કરી નહોતી. રેખાએ કદાચ પહેલી જ વાર શોમાં નાનપણની તથા પોતાના પ્રેમની વાત કરી હતી.

નાનપણમાં આવી હતી મુંબઈઃ

રેખાએ શોમાં ખુલાસો કર્યો હતો કે તે જ્યારે નાની હતી ત્યારે તેની માતાએ તેને મુંબઈ જઈને કામ કરવાનું કહ્યું હતું. તે સમયે તેનામાં એટલી હિંમત નહોતી કે તે માને સામે પૂછી શકે તે ત્યાં એકલી કઈ રીતે કામ કરશે. તેને ખ્યાલ જ નહોતો કે તેણે સાચે જ એક્ટ્રેસ બનવું છે પરંતુ તે માત્ર ને માત્ર માતાને કહેવાથી મુંબઈ આવીને કામ કરવા લાગી હતી.

બાળકોને કરે છે પ્રેમઃ

રેખાએ શો દરમિયાન એ વાતને સ્વીકાર કર્યો હતો કે તેમને નાના બાળકો પ્રત્યે ઘણો જ પ્રેમ છે. તે શોમાં આવીને ઘણી જ ખુશ છે અને બાળકોએ જે પ્રેમ બતાવ્યો તેનાથી આનંદ થયો છે. તે ક્યારેય આ વાતને ભૂલશે નહીં.

આ વ્યક્તિને કરે છે પ્રેમઃ

રેખાએ પોતાના પ્રેમનો પણ ઉલ્લેખ કરીને હતું, ”હું તેમની ઘણી જ ઈજ્જત કરું છું, જીવનભર તેમને પ્રેમ કરતી આવી છું. સવારે પણ તેમનું ધ્યાન ધરું ત્યારે આંખો સમક્ષ તેમની તસવીર આવી જાય છે અને એક રીતે કહીએ તો મને તેમના પ્રત્યે પ્રેમ છે. તેમનું નામ લેતા જ મારા રૂંવાળા ઉભા થઈ જાય છે, તે વ્યક્તિ છે લતા મંગેશકર..” લતાજી સાથે જોડાયેલા એક કિસ્સા અંગે રેખાએ જણાવ્યું હતું કે લતાજીના જન્મદિવસ પર તે જ્યારે તેમના મુંબઈના ઘરે મળવા ગઈ ત્યારે ઘણી બધી વ્યક્તિઓ હાજર હતી. ત્યારે લતાજીએ કહ્યું હતું કે ચાહકો તેમને ‘સરસ્વતી’ કહે છે પરંતુ તે તેને ‘મહાલક્ષ્મી’ માને છે.

અનેકવાર થઈ ભાવુકઃ

આ શો દરમિયાન રેખા અનેકવાર ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખોમાં આંસુ પણ આવી ગયા હતાં.

Source: DivyaBhaskar

આ લેખ વિષે તમારી ટિપ્પણી આપજો અને બીજા મિત્રોના મંતવ્યો અને ટિપ્પણીઓ જરૂર વાંચો

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!