શ્રીદેવીની દીકરીએ પહેલી જ ફિલ્મમાં કિસ કરીને લગાવી આગ, રોમાંચથી ભર્યા છે ‘ધડક’ ના આ 6 સીન્સ…વાંચો આર્ટિકલ

આખરે શ્રી દેવીની દીકરી જ્હાનવી કપુરની ફિલ્મ ‘ધડક’ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે.આ ફિલ્મમાં જ્હાન્વી અને ઈશાને ખુબ જ દમદાર એક્ટિંગ કરી છે. જ્હાન્વી માં પોતાની માં શ્રી દેવી ની ઝલક ખુબ સારી રીતે દેખાઈ આવે છે.ફિલ્મમાં કરન જોહરની સ્ટાઇલ દેખાઈ રહી છે. તેઓએ ફિલ્મને ખુબ જ પાવરફુલ બનાવી છે. જ્હાન્વી-ઈશાનના કપડાને લઈને ફિલ્મનો સેટ બધું જ રંગ-બેરંગી છે. ફિલ્મના અમુક સીન્સ ખુબ જ રોમાંચક છે. તો જાણો એવા જ અમુક 6 સીન્સ વિશે..
ટ્રેલરના શરૂ થતા જ પહેલા સીનમાં ઈશાન, જ્હાન્વી ને ઈમ્પ્રેસ કરવા માટે એક સોન્ગ ગાય છે. ત્યારે જ જ્હાન્વી કહે છે કે અંગ્રેજી આવડે છે તો અંગ્રેજીમાં સોન્ગ સંભળાવ. આ એક કોમેડી સીન છે જે દર્શકોને ખુબ પસંદમાં આવશે.
તેના પછી પાણીમાં ભીના થયેલા જ્હાન્વી અને ઈશાન એકબીજાને જોતા જ રહે છે. જ્હાન્વીના ભીના વાળ અને તેના કાનમાના ઝુમકાએ મન મોહી લીધું. સાથે જ ઈશાનની માસુમિયત પણ લાજવાબ છે. આ એક રોમેન્ટિક સીન છે.
પછી એક સીન આવે છે જ્યા ઈશાન અને જ્હાન્વી હોળી રમે છે, ઈશાન જ્હાન્વીને રંગ લગાવવા માટે તેની પાછળ ભાગે છે, બંને આ સીનમાં ખુબ જ સુંદર દેખાઈ રહયા છે.જ્હાન્વી કપૂરની આ પહેલી ફિલ્મ છે અને તેમાં જ તેણે પોતાના કો-સ્ટારને ચુંબન પણ કર્યું છે. તેની પહેલા પણ જ્યારે કરન જોહરે આલિયા ભટ્ટને ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર ‘ માટે લોન્ચ કરી હતી ત્યારે પણ આવો જ કઈક સીન શૂટ કરવામાં આવ્યો હતો.એક સીનમાં જ્હાન્વી કપૂર, ઈશાન માટે પોતાના ઘરના લોકો સાથે દલીલ કરે છે, એવામાં તે પોતાના માથા પર બંદૂક લગાવી લે છે.
હવે વાત કરીયે જ્હાન્વી કપૂરના ડાન્સની તો ફિલ્મમાં ‘સૈરાટ’ નું ગીત ‘ઝીંગાટ ‘ ને રીક્રીએટીવ કરવામાં આવ્યું છે. આ ગીત પર જ્હાન્વી અને ઈશાને ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું છે. ટ્રેલરમાં જ્હાન્વીના ડાન્સની એક ઝલક જોવા મળે છે.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!