પહેલી ફિલ્મમાં સુનિલ શેટ્ટીની હિરોઇન બનવા કોઈ તૈયાર નહોતું. હવે દર વર્ષે કમાય છે 100 કરોડ…જાણો કઈ રીતે?

બૉલીવુડમાં એક્શન હીરોની છાપ બનાવવા વાળા સુનિલ શેટ્ટીએ 11 ઓગસ્ટના રોજ પોતાનો 57મો જન્મદિવસ મનાવ્યો. સુનિલ શેટ્ટીને હિન્દી ફિલ્મ જગતમાં અન્નાના નામથી પણ ઓળખવામાં આવે છે. સુનિલ શેટ્ટીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 26 વર્ષ થઈ ચુક્યા છે. સુનિલ ભલે બોલીવૂડમાં ફિલ્મો ઓછી કરે છે, પણ એમની સુપર હિટ ફિલ્મોના પાત્રો આજે પણ લોકોની ધડકન વધારી દે છે. તો ચાલો તમને સુનિલ શેટ્ટીના અજાણ કિસ્સાઓ વિશે જણાવીએ.સુનિલ શેટ્ટીએ બોલીવુડમાં 1992માં ફિલ્મ બલવાનથી એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટીના અપોઝિટ દિવ્યા ભારતી મુખ્ય પાત્રમાં હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર હિટ સાબિત થઈ અને રાતોરાત સુનિલ શેટ્ટી બોલીવુડના સ્ટાર બની ગયા.
કહેવાય છે કે બલવાન ફિલ્મમાં સુનિલ શેટ્ટી સાથે કામ કરવા કોઈ હિરોઇન તૈયાર નહોતી. કારણ કે એ સમયે પોતે ન્યુકમર હતાં અને આખરે દિવ્યા ભારતીએ આ ફિલ્મને કરી.એવું કહેવાય છે કે પરણીત એક્ટરનું બોલીવુડમાં ટકવું મુશ્કેલ છે. સુનિલ શેટ્ટીએ આ વાતને પણ નકારી દીધી. બોલીવુડમાં આવતા પહેલા સુનિલ શેટ્ટીએ 1991માં લગ્ન કરી લીધા હતાં. આવુ હોવા છતાં એમની પહેલી ફિલ્મ સુપર હિટ રહી.માના અને સુનિલ શેટ્ટીના લગ્ન લવ મેરેજ હતાં. પહેલીવાર માયાને સુનિલે એક શોપ પર દેખી હતી અને ત્યારે પોતાનું દીલ આપી બેઠા. માના અલગ ધર્મથી આવતી હતી. માના અને સુનિલના બે સંતાન અથિયા અને અહાન શેટ્ટી. જોકે અથિયા બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે, જ્યારે અહાન ટૂંક સમયમાં ડેબ્યુ કરશે.સુનિલ ભલે આ સમયે એક્ટિવ ન હોય, પણ એમની વાર્ષિક કમાણી કરોડોમાં છે. સેલિબ્રિટી ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે સુનિલ શેટ્ટીની વાર્ષિક કમાણી 100 કરોડ છે. સુનિલ શેટ્ટીની ઘણી હોટેલ્સ, રેસ્ટોરન્ટસ, ફેશન બુટિક છે જેની વાર્ષિક કમાણી 100 કરોડ છે.સુનિલ શેટ્ટીનું પોપકોર્ન મોશન પિક્ચર્સના નામથી એક પ્રોડક્શન હાઉસ છે. આ પ્રોડક્શન હાઉસમાં ઘણી ફિલ્મો બની ચુકી છે. એ ફિલ્મોના નામ ભાગમ ભાગ, રક્ત અને ખેલ છે. સુનિલ શેટ્ટી પોતાના ખાસ અંદાજ માટે ફેમસ છે. સુનિલનો મોઢામાં સળી ચાવવાનો અંદાજ ફેમસ છે. સુનિલ શેટ્ટીની ઘણી ફિલ્મોમાં દર્શકોને એમની આ સ્ટાઇલ જોવા મળી છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!