પદ્મિની એકાદશી 2018 – પુરૂષોત્તમ માસ ની પદ્મિની એકાદશીમાં શું કરવું અને શું ના કરવું ? વાંચો આર્ટીકલ

0

પદ્મિની એકાદશી 2018

પુરૂષોત્તમ માસ ની પદ્મિની એકાદશીમાં શું કરવું અને શું ના કરવું ?

કહેવાય છે કે અધિકમાસ આવે છે તે સમયે ઉપવાસ કરવાથી ખૂબ જ સારો પ્રભાવ પડે છે , જે લોકો શુક્લપક્ષની એકાદશીનું વ્રત કરે છે અથવા તો તેની કથા સાંભળે છે તેમને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે..

અધિકમાસ મા આવતા પુરૂષોત્તમ માસમાં શુક્લ પક્ષની એકાદશીને પદ્માવતી એકાદશી કહેવામાં આવે છે.
આ પુરુષોત્તમ મહિનાે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશી પોતાનામાં જ એક મોટું વ્રત છે .
એટલા માટે આ એકાદશી વિષ્ણુ પૂજા માટે ખૂબ મહત્વ ધરાવે છે . કહેવાય છે કે જ્યારે અધિકમાસ આવે છે , તે સમયે વ્રત કરવાથી અનેક ઘણો પ્રભાવ પડે છે..

પદ્મિની એકાદશી વ્રત કરવાથી વ્રત કરવાવાળાને વૈંકુંઠધામની પ્રાપ્તિ થાય છે . આ દિવસે તમારા શરીરની ક્ષમતા અનુસાર જળ વગર અથવા તો ફળાહાર સાથે વ્રત કરવું જોઈએ , આ દિવસે અન્નનું સેવન ન કરવું જોઈએ છે..

જોઈએ આ વ્રતને ધ્યાન રાખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું..

 • 1. શ્રી વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો.
 • 2. શ્રીસૂક્તનો પાઠ કરવો.
 • 3. શનિથી પ્રભાવિત લોકો સુંદરકાંડનો પાઠ કરે.
 • 3. બ્રહ્મ મુરત માં શ્રી રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો.
 • 4. શ્રીરામચરિતમાનસના અરણ્ય કાંડ નો પાઠ કરવો.
 • 5. અન્નનું સેવન ન કરવું.
 • 6. ભગવાન કૃષ્ણની આરતી કરવી.
 • 7. ભગવાન કૃષ્ણને બંસરી ની ભેટ આપવી.
 • 8. માનસિક તણાવને દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરવો.
 • 9. શિવની ઉપાસના કરવી .
 • 10. રોગથી છુટવા માટે હનુમાન બાહુકનો પાઠ કરવો.

એકાદશીનું વ્રત કરતી વખતે શું ન કરવું જોઈએ

 • 1. ખોટું ના બોલવું જોઇએ.
 • 2. વધારે ન બોલવું જોઈએ.
 • 3. અન્નનું સેવન ન કરવું.
 • 4. ક્રોધ તમારી પ્રતિષ્ઠા ઓછી કરે છે.
 • 5. શાંત રહેવું જોઈએ.
 • 6. દિવસમાં ન સૂવું જોઈએ.

આ પાવન પર્વ ઉપર ગંગા સહિતની બધી જ પવિત્ર નદીમાં આવવાનું ખુબ જ મહત્વ છે.જો નવ પવિત્ર નદીમાં સ્નાન ન થઈ શકે તો ઘરમાં જ નહાવાના પાણીમાં થોડા ટીપા ગંગાજળના નાખી દેવા અને સ્નાન કરવું.
ગાયની સેવા કરવી એ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.આ દિવસે ગાય માતાને ભોજન કરાવવું માતા-પિતાને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા સત્યનારાયણની કથા સાંભળવી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરવો.. અલગ-અલગ જગ્યાઓ ઉપર પાણીની વ્યવસ્થા કરવી આ સમયે ગરમી ખૂબ જ પડે છે.એટલા માટે ઘરના છત ઉપર પીવાના પાણીનું વાસણ રાખવું જેથી પક્ષીઓ પાણી પીને પોતાની તરસ સંતોષી શકે.
પક્ષીઓના મનમાંથી નીકળનારા આશીર્વાદ તમને લાખો દુઃખોમાંથી મુક્ત કરશે.. આ દિવસે પૂર્ણ સમય ધાર્મિક પુસ્તકોનો અધ્યયન કરવામાં તથા તેના ચિંતનમાં વ્યતીત કરવો જોઈએ.જ્યાં સુધી થઈ શકે ધાર્મિક પુસ્તકો નું દાન પણ કરવું જોઈએ આ મહાપર્વ ભગવાનનું વરદાન છે. આ દિવસે સેવાકાર્ય પણ કરવું જોઈએ હોસ્પિટલમાં ગરીબોને પર ફળ વિતરણ કરવું જોઈએ રક્તદાન કરવો જોઈએ. આ દિવસે માનસિક રીતે ભગવાન વિષ્ણુનું સ્મરણ હાલતાચાલતા કરવો જોઈએ.

લેખક: નિરાલી હર્ષિત

GujjuRocks Team

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here