પદ્માવતી અંગે કરણી સેનાએ ફિલ્મ જોયા પછી આપ્યું મોટું નિવેદન…જાણો શું શું કહ્યું? ગુજરાતમાં થઈ બબાલ..

0

દોસ્તો, તમે તો જાણતાજ હશો કે આગળના ઘણા મહિનાઓથી ફિલ્મ ‘પદ્માવતી’ ને લઈને ઘણા વાદ-વિવાદો ચાલતા આવ્યા છે. પહેલાતો ફિલ્મ રીલિઝ થવા પર સેંસર બોર્ડની નામંજૂરી તો ફિલ્મમાના અમુક સીન્સને લઈને વિવાદો થઇ રહ્યા હતા. બાદમાં અમુક એવા તારણોનાં ચાલાતા ફિલ્મનું નામ ‘પદ્માવતી’ માંથી ‘પદ્માવત’ કરી દેવામાં આવ્યું હતું. આ બધા વાદ-વિવાદોના ચાલતા ફિલ્મની રીલીઝ ડેટ ઘણી વાર પાછળ ધેકેલવામા આવી હતી. બાદમાં તો લોકો લોકો પણ મીટ માંડીને બેઠા હતા કેલ્મ રીલીઝ થશે, પણ ક્યારે?

આખરે આટલા દિવસોના ઇન્તઝાર બાદ વિરોધ પ્રદર્શન કરી રહેલી કરણીસેનાએ ફિલ્મ ‘પદ્માવત’ જોઈ લીધી. પણ ગુજરાતમાં અમુક લોકોના સમુહે આ ફિલ્મને નામંજૂર કરતા ખુબ તબાહી મચાવી હોવાના રીપોર્ટ મળ્યા છે. તેઓએ એક મોલ અને તેની સાથે જોડાયેલી દુકાનો પર તોડફોડ અને ત્યાં ઉભેલા વાહનોમાં પણ આગ લગાવી દીધી હતી.

‘પદ્માવત’ ફિલ્મની રીલીઝ ડેટ ભલે 25 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હોય, પણ પણ જાણકારી મળી છે કે તેને બેંગ્લોરમાં 24 જાન્યુઆરીનાં રોજ રીલીઝ કરવામાં આવશે. તેની પાછળ ગુરુવારના રોજ કર્ણાટક બંધ રાખવાનું કારણ પણ બતાવવામાં આવ્યું છે. સાથે જ ‘પદ્માવત’ ફિલ્મને નોએડા સહીત દેશના અમુક અન્ય હિસ્સાઓમાં  પણ 24 જાન્યુઆરી ના રોજ રીલીઝ કરવામાં આવશે અને તેનો પહેલો શો સાંજે 6 વાગ્યાનો લોકોને દેખાળવામાં આવશે.

કરણી સેનાની ‘પદ્માવત’ ને લીલી ઝંડી:

કરણી સેનાએ આખરે ફિલ્મ ‘પદમાવત’ જોઈ લીધી. વારંવાર ફિલ્મ મેકર્સની તરફ આશ્વાશન આપવા છતાં પણ કરણી સેનાએ ઘણી એવી જગ્યાઓ પર હિંસા કરી હતી. તેઓનો આરોપ હતો કે ફિલ્મમાં ‘રાની પદ્માવતી’ અને ‘અલાઉદીન ખીલજી’ ની વચ્ચે ઈંટીમેન્ટ સીન્સ છે, માટે તેઓ ફિલ્મ પર બૈન કરવાની માંગ કરી રહ્યા હતા. વાયકોમ 18 ના નોએડામાં કરણી સેનાના 40 પ્રતિનિધિઓને આ ફિલ્મ દેખાડવામાં આવી હતી.

બીચૌલીએ સુરેશ ચવ્હાણકે એ જણાવ્યું કે કરણી સેનાના વિરોધ અને તેની માંગને સાંભળવામાં આવી અને હાલ તેઓને ‘પદ્માવત’ રીલીઝ કરવા પર કોઈ પાબંધી નથી. ફિલ્મ જોયા બાદ કરણી સેનાના પ્ર્તીનીધીઓએ નારાઓ પણ લગાવ્યા હતા. ”झुका भंसाली, जीता राजपुताना”.

‘પદ્માવત’ ના સમર્થન રાજ ઠાકરે કરી પાર્ટી:

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ‘પદ્માવત’ ની રીલીઝ નું સમર્થન કર્યું છે. આ બાબતે કાર્યકારી અધ્યક્ષ શાલીની ઠાકરે એ જણાવ્યું કે મુંબઈ ક્ષેત્રમાં તેઓ કોઈને પણ ફિલ્મની રીલીઝ ને રોકવા નહિ આપે. તેઓએ કહ્યું કે,’ જો કોઈ મુંબઈ માં આ ફિલ્મ ‘પદ્માવત’ ની રીલીઝને રોકવાની કોશીસ કરશે તો તેઓએ નવનિર્માણનાં કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડશે.’

‘પદ્માવત’ પર MP અને રાજસ્થાન ને SC ની ફટકાર, તમામ અરજીઓ કાઢી:

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારને ફટકાર લગાવી છે. બંને રાજ્ય સરકારોને ફિલ્મ પર બૈન લગાવાની માંગ કરવાની સાથે અરજીઓ દાખલ કરી હતી. તેના પહેલા સુપ્રીમ કોર્ટે ફિલ્મ પર બૈન હટાવી દીધું હતું, જેના બાદ બંને રાજ્યોએ સુપ્રીમ કોર્ટમાં ફરી અરજીઓ દાખલ કરી હતી.

3D  માં 24  જાન્યુઆરી નાં રોજ રીલીઝ થશે ‘પદ્માવત’:

‘પદ્માવત’ ફિલ્મને દેશભરમાં 3D વર્જનમાં 24 જાન્યુઆરી ના રોજ રીલીઝ કરવામાં આવી રહ્યું છે. તેના માટે પેટીએમ અને બુકમાઈશો જેવી સાઈટ્સ પર બુકિંગ પણ શરુ થઇ ગઈ છે. આ ફિલ્મને પહેલા 1 ડીસેમ્બર 2017 નાં દિવસે રીલીઝ કરવાની હતી, પણ થઇ શકી ન હતી.

બિહારમાં ‘પદ્માવત’ ની બુકિંગ રદ:

કરણી સેનાનાં કાર્યકર્તાઓએ સિનેમાઘરોમાં ફિલ્મ ‘પદ્માવત’ ની એડવાન્સ બુકિંગ રદ કરવા પર મજબુર કરી દીધા છે. પટનામાં કરણી સેનાના કાર્યકર્તાઓનાં વિરોધ અને ધમકીઓના આધારે સીનેમાઘરોએ ફિલ્મની ઓનલાઈન બુકિંગ કરવાનું બંધ કરી દીધુ છે. જીલ્લા પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે,’કરણી સેનાના ડર ને લીધે સીનેપોલીસે માત્ર ‘પદ્માવત’ ની બુકિંગ જ બંધ નથી કરી, પણ કરણી સેનાના કાર્યકર્તાઓના કર્મચારીઓને ધમકાવ્યા બાદ 50 બુકિંગ રદ પણ કરવામાં આવી હતી’.

Director of Sudarshan News, Suresh Chavhanke Addresses Media After Watching Padmaavat

Live: Director of Sudarshan News, Suresh Chavhanke Addresses Media After Watching Padmaavat

Posted by The Quint on 23 જાન્યુઆરી 2018

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!