‘પદ્માવત’ ની બંપર કમાણી બાદ રણવીર-શાહિદ થઇ ગયા માલા માલ … હવે આવી રહી છે આવી ન્યુઝ વાંચો અહેવાલ

0

સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘પદ્માવત’ રીલીઝ થયા બાદ થી જ દરેક રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ 10 દિવસોમાં ઘરેલું બોક્સ ઓફીસ પર 192 કરોડ 50 લાખની કમાણી કરી લીધી છે. આ શાનદાર કલેક્શનની સાથે જ પદ્માવત રણવીર અને શાહિદ કપૂરની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે.

ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શ એ ટ્વીટ કરતા કહ્યું કે, એક વાર પદ્માવત ચેન્નાઈ એક્સપ્રેસનો રેકોર્ડ તોડી નાખે પછી દીપિકા પાદુકોણનાં કેરિયરની પણ આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી બેસ્ટ અને વધુ કમાણી કરનારી ફિલ્મ બની જાશે.

જણાવી દઈએ કે દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ બોક્સ ઓફીસ પર કુલ 226 કરોડ 70 લાખની કમાણીનો લાઈફટાઈમ બીઝનેસ કર્યો હતો.

ફિલ્મમાં રણવીર સિંહનાં સિવાય દીપિકા અને શાહિદ કપૂરનો પણ એક ખાસ અભિનય રહ્યો છે. શાહિદ કપૂરે રાજા રાવલ રતન સિંહ, દીપિકાએ રાની પદ્માવતી અને રણવીરે અલાઉદિન ખીલજીનો કિરદાર નિભાવ્યો હતો.

જણાવી દઈએ કે ફિલ્મની બંપર કમાણી બાદ રણવીર-શાહિદના કેરિયરને લઈને ડબલ ગુડ ન્યુઝ મળવા લાગી છે. આ ફિલ્મને લીધે દીપિકાની સાથે સાથે રણવીર-શાહીદની પણ વાહ-વાહ થઇ રહી છે. રણવીર-શાહીદ કદાચ આવનારા ભવિષ્યમાં આનાથી પણ વધુ કમાણી કરનારી ફિલ્મો કરવાના રાહ પર છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!