PADMAN: અક્ષય ની ફિલ્મ જોઇને રડી પડ્યો અસલી પૈડમૈન, જાણો અસલી પૈડમૈન વિશે, અસલી પેડમેન વિશે જાણો

0

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ પૈડમેન આખરે સ્ક્રીન પર રીલીઝ થઇ ચુકી છે. ફિલ્મને દર્શકો અને આલોચકોને ખુબ પ્રેમ મળ્યો છે. આર.બાલ્કી નિર્દેશિત પેડમેન રિયલ લાઈફ હીરો અરુણાચલમ મુરુગનાથમના જીવન પર આધારિત છે. રીયલ લાઈફ પૈડમૈન આ ફિલ્મ વિશે શું વિચારે છે, તે જાણીને તમે હેરાન જ રહી જાશો, કેમ કે આ ફિલ્મને જોતા તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.

પૈડમૈન દ્વારા આર.બાલ્કી અરુણાચલમ મુરુગનાથમની વાર્તાને અક્ષયકુમારની બેહતરીન એક્ટિંગની સાથે લાવી રહ્યાં છે. અરુણાચલમ મુરુગનાથમ કોયંબતૂરના એક સોશિયલ ઓન્ટ્રપ્રનર છે. તેમણે ભારતની મહિલાઓ માટે ઓછી કિંમતમાં સેનેટરી નેપકિન બનાવવાની શરૂવાત કરી. જેનાથી તેમનો પહેલા ઘણો જ વિરોધ થયો. ઘણી મુશ્કેલીઓનો સામનોકરવો પડ્યો પરંતુ તે પોતાનું કામ કરતા રહ્યાં. મુરુગનાથમે સેનેટરી પેડ બનાવવાની મશીન બનાવી જેનાથી મહિલાઓને

ઓછી કિંમતમાં તે મળે.

ફિલ્મમાં અક્ષય કુમારની પત્ની રાધિકા આપ્ટે અને તેમની વચ્ચે ઘણી સારી કેમેસ્ટ્રી દેખાઈ રહી છે. તેમની જુગલબંધી ફિલ્મમાં ઘણી સારી દેખાય છે. ફિલ્મનો પહેલો ભાગ ઘણો જ સારો છે. આમાં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે લક્ષ્મીકાંત ચૌહાણ સસ્તા પેડ બનાવે છે. જેમાં તેમના ગામના લોકો વિરોધ કરે છે. તેનો બીજો ભાગ ફિલ્મને વધારે રસપ્રદ બનાવે છે. ખાસ કરીને પેડમેન જ્યારે યુએનમાં સ્પીચ આપે છે તે જોવાનો અનુભવ શ્રેષ્ઠ છે.

અમિત ત્રિવેદીના સંગીતે પણ ફિલ્મને મજબૂતી આપી છે. પેડ બનાવવાની પ્રક્રિયાને જે રીતે દેખાડવામાં આવી છે તેમાં સિનેમેટોગ્રાફીનો પણ મહત્વનો રોલ નજર આવે છે. સોનમ કપૂરની એન્ટ્રી ફિલ્મમાં ઘણાં સમય પછી થાય છે. પરંતુ નાના રોલને પણ સોનમ ઘણી સારી રીતે નિભાવે છે.

અસલી પૈડ્મૈને જોઈ ફિલ્મ:

ઈમોશનલ થયો રીઅલ લાઈફમાં પૈડમૈન:

જાણકારી આધારે બુધવારે અરુણાચલમે અક્ષય કુમારની આ ફિલ્મ જોઈ હતી, જે તેને ખુબ પસંદમાં આવી હતી. અરુણાચલમનાં આધારે ‘આ ફિલ્મની મદદથી મેં મારું જીવન ફરીથી જીવ્યું છે. મેં મારા જીવનમાં આજ સુધી શું-શું કર્યું અને કેવી રીતે કર્યું દરેક મારી આંખોની સામે આવી ગયું છે. મને નથી લાગતુ કે મારા જીવનને આટલી સુંદરતાથી કોઈ બીજો વ્યક્તિ પૂરી દુનિયાની સામે મૂકી શકે. મને ખુશી છે કે પૈડમૈન માં મારા સફરને સારી રીતે બતાવવામાં આવેલું છે. આ ફિલ્મ જોઇને હું ખુદ ઈમોશનલ થઇ ગયો હતો’.

જો પૂરી રીયલ લાઈફ પર બેસ્ડ હોતી તો….

જ્યારે અરુણાચલમને પૂછવામાં આવ્યું કે શું તમે 100% સંતુષ્ટ છો, તો તેમણે જણાવ્યું કે, ‘ફિલ્મ પૈડમૈન માં મારા જીવનનો 80% હિસ્સો બતાવામાં આવેલો છે, આ મુવી 100% મારા લાઈફ પર બેસ્ડ નથી. જો આ ફિલ્મ પૂરી રીતે મારા પર આધારિત હોતી તો એક ડોક્યુંમેનટ્રી લાગતી, જો કે ફિલ્મ મને ખુબ જ પસંદ આવેલી છે’.

દીકરી અને પત્નીએ નથી જોઈ હજી સુધી આ ફિલ્મ:

અરુણાચલમેં ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું કે, ‘છેલ્લી વાર મેં 1975 માં આવેલી ફિલ્મ શોલે જોઈ હતી. જે મારા પિતાએ મને બતાવી હતી. તેના બાદ મેં મારી જ કહાની ને પળદા પર જોઈ છે. જો કે હાલ મારી કહાનીને જોવા માટે મારા પિતા મારી સાથે નથી પણ મને પૂરી ઉમ્મીદ છે કે મારા પિતા જ્યાં પણ હશે, તેને મારા પર ગર્વ જરૂર થાશે’.

અરુણાચલમ એ પણ જણાવે છે કે હજી સુધી તેની પત્ની અને દીકરીએ આ ફિલ્મ જોઈ નથી, પણ તે જલ્દી જ સાથે આ ફિલ્મ જોશે.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡